________________
૧૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
વિવેકથી તેઓએ ચાતુર્માસમાં રહેવું જોઈએ. અર્થાત્ પદવીધરોને પોતાના શિષ્ય સમુદાય વગર રહેવું કહ્યું નહિ. સૂત્ર-૧૧-૧રઃ વિચરણ કાલમાં અથવા ચાતુર્માસમાં જો સંઘાડાનું સંચાલન કરનાર સાધુ કાળધર્મ પામી જાય તો બાકી રહેલા સાધુઓમાં નાના અથવા મોટા કોઈ પણ સાધુ કૃત અને પર્યાયથી યોગ્ય હોય તો તેણે પ્રમુખતા સ્વીકાર કરવી જોઈએ અને જો કોઈપણ સાધુ યોગ્ય ન હોય તો ચાતુર્માસ અથવા વિચરવાનું બંધ કરીને તુર્તજ યોગ્ય પ્રમુખ સાધુ અથવા આચાર્યના સાનિધ્યમાં પહોંચી જવું જોઈએ. સૂત્ર-૧૩-૧૪: આચાર્ય-ઉપાધ્યાય કાળધર્મના સમયે અથવા સંયમ છોડીને જાય ત્યારે તે જેને આચાર્ય ઉપાધ્યાયના પદ પર નિમણૂંક કરવાનું કહે તેને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ અને તે યોગ્ય ન હોય તો આચાર્ય નિર્દિષ્ટને તે પદ ન દેવું અને જો પદ આપી દીધું હોય તો એને હટાવીને બીજા યોગ્ય સાધુને તે પદ દઈ શકાય છે. જે અયોગ્યનો ખોટો પક્ષ ધે તે બધા પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. સૂત્ર–૧૫-૧૭ઃ નવદીક્ષિત સાધુને યોગ્ય થઈ જાય ત્યારે અગિયારમી અથવા બારમી રાત્રિ પહેલા વડી દીક્ષા દઈ દેવી જોઈએ અને એનું ઉલ્લંઘન કરે તો આચાર્ય-ઉપાધ્યાયને યથાયોગ્ય તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત આવે છે અને સતરમી રાતનું ઉલ્લંઘન કરે તો તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત ઉપરાંત એક વર્ષને માટે પદ છોડવાનું પ્રાયશ્ચિત્ત પણ આવે છે. વડી દીક્ષાના સમયનું ઉલ્લંઘન કરવામાં નવદીક્ષિતના માતા-પિતા વગેરે પૂજ્ય પુરુષો-વડીલોની દીક્ષાનું કારણ હોય તો છે મહિના સુધી દીક્ષા ન દે તો પ્રાયશ્ચિત્ત આવતું નથી. સૂત્ર–૧૮ઃ બીજા ગણમાં અધ્યયન આદિને માટે ગયેલ સાધુએ કોઈના પૂછવા પર, પહેલાં સર્વરત્નાધિકનું નામ બતાવવું જોઈએ અને પછી જો જરૂરત હોય તો સર્વબહુશ્રુતનું નામ કહેવું જોઈએ. સૂત્ર-૧૯ઃ ગોવાળની વસ્તિમાં દુગ્ધાદિ સેવનને માટે જતા પહેલાં સ્થવિરની અર્થાત્ ગુરુ આદિની આજ્ઞા લેવી જરૂરી છે અને તેઓની આજ્ઞા મળે તો જ જવાનું કલ્પ છે. સૂત્ર-૨૦-૨૩ઃ ચરિકા(દીર્ઘવિહાર માટે) પ્રવિષ્ટ અથવા ચરિકા(દીર્ઘવિહારથી) નિવૃત્ત નિકટમાં વિચરણ કરનાર સાધુને આજ્ઞા મળ્યા પછી ચાર-પાંચ દિવસમાં ગુરુ આદિને મળવાનો પ્રસંગ આવી જાય તો એને પૂર્વ-કરેલી આજ્ઞા અનુસાર વિચરવું અથવા નિવાસ કરવો જોઈએ. ચાર પાંચ દિવસ પછી અથવા આજ્ઞા મેળ
વ્યાના વધારે સમય પછી ગુરુ આદિને મળવાનો પ્રસંગ આવી જાય તો સૂત્રોક્ત વિધિ પ્રમાણે ફરીથી આજ્ઞા મેળવીને વિચરણ કરી શકાય છે. સૂત્ર૨૪-૨૫: (રત્નાધિક) અધિક સંયમ પર્યાયવાળા સાધુને (અવમરાત્મિક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org