________________
છેદશાસ્ત્ર ઃ વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ
સાધુઓના સંયમ, સમાધિ અને બહારનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે અને ગચ્છમાં બીજા યોગ્યતા સંપન્ન સાધુ તૈયાર હોય કે તૈયાર થઈ ગયા હોય, તો ગચ્છના સ્થવિર કે પ્રમુખ સાધુ-સાધ્વીઓ વગેરે મળીને નિયુક્ત કરેલા તે આચાર્યને પદનો ત્યાગ કરવાને માટે નિવેદન કરીને અન્ય યોગ્યતાવાળા સાધુને પદ પર સ્થાપિત કરી શકે છે.
૧૪૪
એવી પરિસ્થિતિમાં જો તેઓ પદનો ત્યાગ કરવા ન ઇચ્છે કે અન્ય કોઈ સાધુ તેઓનો પક્ષ લઈને આગ્રહ કરે તો તેઓ બધા પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. – [ઉદ્દેશક–૪ સૂત્ર–૧૩]
આ સૂત્રોક્ત આગમ આજ્ઞાને સારી રીતે સમજીને સરલતાપૂર્વક પદ દેવું-લેવું કે છોડવાને માટે નિવેદન કરવું વગેરે પ્રવૃત્તિઓ કરવી જોઈએ તથા બીજા બધા સાધુ-સાધ્વીઓએ પણ પ્રમુખ સ્થવિર સાધુઓને સહયોગ દેવો જોઈએ. પરંતુ પોતાના વિચારોની સિદ્ધિને માટે નિંદા, દ્વેષ, ક્લેશ કે સંઘભેદ આદિ અનુચિત યુક્તિથી પદ છોડાવવું કે માયા-કપટ ચાલાકીથી પદ પ્રાપ્ત કરવાની કોશીશ કરવી સર્વથા અનુચિત સમજવી જોઈએ.
ગચ્છનો ભાર સંભાળનારા પૂર્વના આચાર્યનું તથા ગચ્છના અન્ય પ્રમુખ સ્થવિર સાધુઓનું કર્તવ્ય છે કે તેઓ નિષ્પક્ષ ભાવથી તથા વિશાળ દૃષ્ટિથી ગચ્છ અને જિનશાસનનું હિત વિચારીને આગમ નિર્દિષ્ટ ગુણોથી સંપન્ન સાધુને જ પદ પર સ્થાપિત કરે.
ક્યારેક કોઈ સાધુ પોતે જ આચાર્ય બનવાનો સંકલ્પ કરી લે છે અને તે જ અશાંતિ તથા ક્લેશની સ્થિતિ ઉત્પન્ન કરે છે અથવા કરાવે છે. પરંતુ મોક્ષ સાધના માટે સંયમરત સાધુઓએ જલ-કમલવત્ નિર્લેપ રહીને એકત્વ આદિ ભાવનામાં તલ્લીન રહેવું જોઈએ. કોઈપણ પદની ઇચ્છા કરવી અથવા પદના માટે લાલાયિત રહેવું પણ સંયમનું દૂષણ છે. એ ચાહનામાં બાહ્ય ઋદ્ધિની ઇચ્છા હોવાથી એનો સમાવેશ લોભ નામના પાપમાં થાય છે તથા તે ઇચ્છાની પૂર્તિમાં અનેક પ્રકારના સંયમ વિપરીત સંકલ્પ તેમજ કુટિલનીતિ આદિનું અવલંબન પણ લેવામાં આવે છે. જેનાથી સંયમની હાનિ તેમજ વિરાધના થાય છે, સાથે જ માન કષાયની અત્યંત પુષ્ટિ થાય છે.
નિશીથ ઉદ્દેશક સત્તરમાં પોતાના આચાર્યત્વના સૂચક લક્ષણોને કહેનારાને અર્થાત્ પ્રગટ કરનારાને પ્રાયશ્ચિત્ત પાત્ર કહ્યા છે.
તેથી સંયમ સાધનામાં લીન ગુણસંપન્ન સાધુને જો આચાર્ય કે ગચ્છ પ્રમુખ અથવા સ્થવિર ભગવંત જો ગચ્છ સંચાલન(સંભાળવાને) માટે નિર્ણય આપે કે આજ્ઞા કરે તો પોતાની ક્ષમતાનો તેમજ સમયનો વિચાર કરીને તેનો સ્વીકાર કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org