________________
૧૪૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
વ્યવહાર કરનારા વિરાધક થાય છે. એ સ્પષ્ટ છે.
વ્યવહાર શબ્દનો વિસ્તૃત અર્થ કરવાથી એ સાબિત થાય છે કે સંયમી જીવનથી સંબંધિત કોઈપણ વ્યવહારિક વિષયનો નિર્ણય કરવો હોય કે કોઈપણ આગમ દ્વારા પ્રરૂપિત તત્ત્વના સંબંધમાં ઉત્પન્ન થયેલ વિવાદની સ્થિતિનો નિર્ણય કરવો હોય તો આ ક્રમથી કરવો જોઈએ. અર્થાત્ જો આગમ વ્યવહારી હોય તો તેઓના નિર્ણયનો સ્વીકાર કરીને વિવાદને સમાપ્ત કરી દેવો જોઈએ.
જો આગમ વ્યવહારી ન હોય તો ઉપલબ્ધ શ્રુત આગમના આધારથી જે નિર્ણય થાય તેનો સ્વીકાર કરવો જોઈએ. સૂત્રનું પ્રમાણ ઉપલબ્ધ હોવા છતાં આજ્ઞા, ધારણા કે પરંપરાની મુખ્યતા ન માનવી જોઈએ, કારણ કે આજ્ઞા, ધારણા કે પરંપરાની અપેક્ષાએ શ્રુત વ્યવહાર મુખ્ય છે.
વર્તમાનમાં સર્વોપરી સ્થાન આગમોનું છે. તેના પછી વ્યાખ્યાઓ તથા ગ્રંથોનું સ્થાન છે. ત્યાર બાદ સ્થવિરો દ્વારા ધારિત કંઠસ્થ ધારણા કે પરંપરાનું સ્થાન છે. વ્યાખ્યાઓ કે ગ્રંથોમાં પણ પૂર્વ-પૂર્વના આચાર્યોની રચનાનું મુખ્ય સ્થાન હોય છે.
તેથી વર્તમાનમાં સર્વ પ્રથમ નિર્ણાયક શાસ્ત્ર છે. તેનાથી વિપરીત અર્થને કહેનારા વ્યાખ્યા અને ગ્રંથનું મહત્ત્વ નથી હોતું. આ પ્રમાણે શાસ્ત્રપ્રમાણની ઉપલબ્ધી હોવા છતાં ધારણા કે પરંપરાનું પણ કોઈ મહત્ત્વ નથી. એટલા માટે શાસ્ત્ર, ગ્રંથ, ધારણા અને પરંપરાને પણ યથાક્રમ વિવેકપૂર્વક પ્રધાનતા દઈને કોઈપણ તત્ત્વનો નિર્ણય કરવો એ આરાધનાનો હેતું છે અને કોઈપણ ભેદભાવને કારણે વ્યુત્ક્રમથી નિર્ણય કરવો એ વિરાધનાનો હેતુ છે. તેથી સૂત્રના આશયને સમજીને નિષ્પક્ષભાવથી આગમ તત્ત્વોનો નિર્ણય કરવો જોઈએ. ભગવતી સૂત્ર શતક–૮, ઉદ્દે−૮માં તથા ઠાણાંગસૂત્ર અધ્ય॰ —૫, ઉદ્દે—૨ માં પણ આ સૂત્ર
છે.
સારાંશ એ છે કે પ્રાયશ્ચિત્તોનો કે અન્ય તત્ત્વોનો નિર્ણય આ પાંચ વ્યવહારો દ્વારા ક્રમ પૂર્વક કરવો જોઈએ, વ્યુત્ક્રમથી નહિ. અર્થાત્ કોઈ વિષયમાં આગમ પાઠ હોવા છતાં પણ ધારણા કે પરંપરાને પ્રધાનતા આપી આગ્રહ રાખવો તે સર્વથા અનુચિત સમજવું જોઈએ.
તેમજ જે વિષયમાં પ્રાચીન ગ્રંથો કે વ્યાખ્યા ગ્રંથોનું જો પ્રમાણ હોય ને જે આગમથી અવિરુદ્ધ હોય, એની અપેક્ષાએ ધારણા કે પરંપરા કે વ્યક્તિગત ગચ્છોના નિર્ણયને પ્રમુખતા દેવી એ પણ અનુચિત જ સમજવું જોઈએ.
એટલે જે વિષયમાં આગમ પ્રમાણ યા અન્ય પ્રબલ પ્રમાણ ઉપલબ્ધ હોય ત્યાં પરંપરા યા ધારણાનો અથવા વ્યક્તિગત નિર્ણયોનો આગ્રહ ન રાખવો જોઈએ.
સંપૂર્ણ જૈન સમાજની એકતા તેમજ સુવ્યવસ્થાને માટે કોઈ ગ્રંથ યા વ્યાખ્યાઓની વાતને ગૌણ પણ કરવી પડે તો એમાં કોઈ દોષ ન સમજવો જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International