________________
૧પ૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
સંઘ વ્યવસ્થામાં અધ્યયન-અધ્યાપન I [૧] સાધુ-સાધ્વીની અધ્યયન પ્રણાલી
F
| F
દીક્ષા લેતી વખતે વૈરાગ્ય ક્ષયોપશમ વગેરે ગુણોથી યુક્ત હોય તો કોઈપણ આત્મા સંયમ ધારણ કરી શકે છે. તેને આગમ જ્ઞાન કે જિનવાણીનો વિશાળ અનુભવ હોય, અગર ન પણ હોય પરંતુ સંયમ અંગીકાર કર્યા પછી આગમનો અભ્યાસ કરવો દરેક સાધકને માટે આવશ્યક હોય છે. એવું આગમમાં આવતાં અનેક જીવનચરિત્રોથી તેમજ આગમવિધાનથી સ્પષ્ટ થાય છે. જો કોઈનો ક્ષયોપશમ અતિ મંદ હોય તો આગમ અભ્યાસ ગુરુ આજ્ઞા અનુસાર કરી શકાય છે. વડી દીક્ષા પહેલાં જરૂરી અધ્યયન – દીક્ષા દીધા પછી નૂતન દીક્ષિતને દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયનો દ્વારા પાંચ મહાવ્રતોનું તથા છકાયનું સૂક્ષ્મતમ જ્ઞાન, શ્રદ્ધાન તથા તેની યતના કરવાની વિધિનું જ્ઞાન કરાવવામાં આવે છે તથા સંયમની આવશ્યક દૈનિક ક્રિયાઓની વિધિનો પણ સમ્યબોધ કરાવાય છે.
દીક્ષા પહેલા જો આવશ્યક સૂત્રનું અધ્યયન કરેલ ન હોય તો અર્થ સહિત તેનું અધ્યયન કરાવવામાં આવે છે. તેમજ ચિંતનપૂર્વક પ્રતિક્રમણ કરતા શીખવાડવામાં આવે છે. આ કાર્ય કોઈ એક પ્રવર્તક અગર સ્થવિરને સોંપવામાં આવે છે.
આટલું અધ્યયન પૂર્ણ થયા પછી એને વડી દીક્ષા દેવામાં આવે છે. વડી દીક્ષા પછી જરૂરી અધ્યયન – શરૂઆતમાંઅધ્યયનને માટે નૂતન દીક્ષિતને કોઈ યોગ્ય પ્રવર્તકના સાંનિધ્યમાં રાખવામાં આવે છે. જ્યાં તે દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર તેમજ બીજા તત્ત્વજ્ઞાનનું અધ્યયન કરે છે તેમજ અનેક આત્મગુણોનો વિકાસ કરે છે.
આ અધ્યયન કર્યા પછી યોગ્યતા સંપન સાધુઓને ઉપાધ્યાયની પાસે અંગ સૂત્ર તેમજ છેદ સૂત્રનો અભ્યાસ કરાવવામાં આવે છે. આચાર્ય-ઉપાધ્યાય દ્વારા અધ્યાપન – ઉપાધ્યાય તેને સર્વ પ્રથમ આચારાંગ સૂત્રના “બ્રહ્મચર્ય” અધ્યયન રૂપ પ્રથમ શ્રુત સ્કંધની વાંચણી આપીને મૂળ પાઠ શુદ્ધ ઉચ્ચારણ સહિત કંઠસ્થ કરાવે છે. તેમજ સામાન્ય શબ્દાર્થ પણ કરાવે છે. ત્યાર પછી સંપૂર્ણ આચારાંગ સૂત્ર તેમજ નિશીથ સૂત્રનો અભ્યાસ કરાવે છે.
આ અધ્યાપનની સાથે આચાર્ય તે શિષ્યને અર્થ અને વિશેષાર્થની વાચના આપે છે. તે પછી યોગ્ય વિધિથી આચાર્ય-ઉપાધ્યાય સૂત્રકૃતાંગ સૂત્રની વાંચણી આપે છે. ત્યારબાદ ક્રમશઃ દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org