________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
ઉપર
વાચના આપે છે. ત્યાર પછી ઠાણાંગસૂત્રની, સમવાયાંગ સૂત્રની તેમજ ભગવતી સૂત્રની ક્રમથી વાંચણી આપે છે.
આગમ અધ્યયનનો ક્રમ વ્યવહારસૂત્ર દસમા ઉદ્દેશકમાં આપેલ છે. ત્યાં જ્ઞાતાસૂત્ર વગેરે છ અંગ સૂત્રોનો ઉલ્લેખ નથી, તોપણ ક્રમથી તેનું અધ્યયન કરવાનું સમજી લેવું જોઈએ. કારણ કે આગમમાં અનેક સ્થળે સાધુ-સાધ્વીઓને માટે અગિયાર અંગ સૂત્રોનું અધ્યયન કરવાનું વર્ણન છે.
શેષ ઉપાંગ વગેરે સૂત્રોની રચના વ્યવહારસૂત્રની રચનાની પછી થઈ છે. માટે આ અધ્યયન ક્રમમાં તથા અન્ય આગમમાં તેનું અધ્યયન કરવાનો નિર્દેશ મળતો નથી, તોપણ છેદ સૂત્ર સુધીનું અધ્યયન કર્યા પછી યથાસમયે શેષ અંગ અને ઉપાંગ સૂત્રોનું અધ્યયન કરવાનું સમજી લેવું જોઈએ. અધ્યયનનો દીક્ષા પર્યાય સાથે સંબંધ:- ઉપરોક્ત અધ્યયનનાં સમયનું નિર્ધારણ પણ વ્યવહારસૂત્રમાં કરવામાં આવેલ છે. તે આ પ્રમાણે છે
ત્રણ વર્ષની દીક્ષા પર્યાય સુધી આચારાંગ, નિશીથ સૂત્રનું અધ્યયન પૂર્ણ કરી લેવું જોઈએ. તેવી જ રીતે ચાર વર્ષની દીક્ષા પર્યાય સુધી સૂત્રકૃતાંગ, પાંચ વર્ષની દીક્ષા પર્યાય સુધી ત્રણ છેદ સૂત્ર, આઠ વર્ષ સુધી ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર તેમજ દશવર્ષ સુધીની દીક્ષા પર્યાયમાં ભગવતી સૂત્રનું અધ્યયન પૂર્ણ કરી લેવું જોઈએ. અગીયારથી અઢારવર્ષની દીક્ષા પર્યાય સુધીમાં દષ્ટિવાદમાંથી ઉદ્ધત અનેક અધ્યયનોનું જ્ઞાન કરાવવામાં આવે છે. તેમજ અંતમાં ઓગણીસમા વર્ષ સુધી દષ્ટિવાદનું અધ્યયન પૂર્ણ કરાય છે અને વીસ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં બધા શ્રુતનું અધ્યયન કાર્ય પૂર્ણ થઈ જવું જોઈએ.
અહીંયા એવો અર્થભ્રમ થાય છે કે “ત્રણ વર્ષના દીક્ષા પર્યાય થયા પછી જ આચારાંગ-નિશીથના અધ્યયનની શરૂઆત કરવી જોઈએ પરંતુ આ અર્થ આગમ સંમત નથી. કારણ કે અનેક સાધુઓના અલ્પ દીક્ષા પર્યાયમાં જ બાર અંગોના અધ્યયનનું વર્ણન છે. તેમજ ત્રણ વર્ષવાળાને ઉપાધ્યાય પદ દેવાનું વ્યવહારસૂત્ર ઉદ્દેશક-૩માંવિધાન છે અને ત્યાં તેનું બહુશ્રુત હોવું આવશ્યક કહ્યું છે તથા ઓછામાં ઓછું આચારાંગ નિશીથને કંઠસ્થ ધારણ કરનારા હોવું આવશ્યક બતાવ્યું છે.
એ જ પ્રમાણે પાંચ વર્ષવાળાને આચાર્ય પદ દેવાના વિધાનની સાથે તેનું બહુશ્રુત હોવું તેમજ ઓછામાં ઓછું આચારાંગ, નિશીથ, સૂત્રકૃતાંગ અને ત્રણ છેદ સૂત્રને કંઠસ્થ ધારણ કરનારા હોવા આવશ્યક કહેલ છે. તેથી વ્યવહારસૂત્ર ઉદ્દેશક ૧૦માં કહેલી અધ્યયન સૂચી અનુસાર તેટલા વર્ષ સુધીમાં અધ્યયન કરી જ લેવું જોઈએ. તેનાથી વધારે સમય ન લાગવો જોઈએ. પરંતુ ઓછા સમયમાં કરી લેવામાં કોઈ વિરોધ નથી. એવો જ તે બધા સૂત્રનો ભાવ સમજી લેવો જોઈએ.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only
For Pri