________________
૧૫૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
વાચના સંબંધી પ્રાયશ્ચિત્ત – આ સંપૂર્ણ અધ્યયન પ્રણાલી આચાર્ય-ઉપાધ્યાય દ્વારા વાંચણીદેવાની અપેક્ષાએ જ કહેવામાં આવી છે. આચાર્ય-ઉપાધ્યાયથી અદત્ત વાંચણી લેવાથી અર્થાત્ સ્વયં અધ્યયન કરવાથી નિશીથ ઉ.૧૯ પ્રમાણે તે પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. સ્વયં અધ્યયન કરનારાનું જે અનુમોદન કરે છે તે પણ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે.
જે આચાર્ય-ઉપાધ્યાય યોગ્ય શિષ્યોને યથાયોગ્ય ક્રમથી વાચના નથી દેતા તો તે પદવીધર પણ નિશીથ ઉદ્દેશક ૧૯ પ્રમાણે પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે.
નિશીથ સૂત્રના ૧૯મા ઉદ્દેશકમાં વાચના સંબંધી અન્ય પણ કેટલાય પ્રાયશ્ચિત્ત વિધાન છે. જેની સૂચી આગળના પ્રકરણમાં આપવામાં આવેલ છે. તે પ્રાયશ્ચિત્તો વાચનાને માટે નિયુક્ત આચાર્ય-ઉપાધ્યાયને આવે છે. આગમ કંઠસ્થ પ્રણાલીઃ- વ્યવહારસૂત્ર ઉદ્દેશક–પમાં કહ્યું છે કે સ્થવિરસિવાય કોઈપણ સાધુ કે સાધ્વી કદાચ પ્રમાદથી આચારાંગ-નિશીથ સૂત્રને ભૂલી જાય તો તેને કઠોર દંડ આવે છે. અર્થાત્ તે આજીવન કોઈપણ પ્રમુખ પદ ધારણ કરી શકતા નથી અને કોઈ પદ કે પ્રમુખપણું કરી રહ્યા હોય તો તેને પણ પદ મુક્ત કરવામાં આવે છે. સાધ્વીને છેદ સૂત્ર - આ વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–પના વિધાનમાં સૂત્રોને કંઠસ્થ રાખવા આવશ્યક બતાવવામાં આવેલ છે તથા સાધ્વીને પણ નિશીથસૂત્ર કંઠસ્થ હોવું આવશ્યક કહ્યું છે. માટે જે વિદ્વાન એમ કહે છે કે સાધ્વીએ છેદ સૂત્રોનું અધ્યયન ન કરવું જોઈએ તે સ્પષ્ટ જ આગમ વિરૂદ્ધ કથન કરવાથી દોષને પાત્ર થાય છે. આગમવિપરીત પ્રરૂપણા અગર આદેશ કોઈપણ મોટા આચાર્યના હોય તો પણ સ્વીકાર કરવાને યોગ્ય હોતા નથી. હૂં કિ . || [] વાચનાને અયોગ્ય બૃિહકલ્પ ઉદ્દેશક-૪, સૂત્ર-૧૦, ૧૧) ૧. અવિનીતઃ- જેવિનય રહિત છે, આચાર્ય કેદીક્ષાજયેષ્ઠ સાધુ વગેરેના આવવા જવા પર ઊભા થવું, સત્કાર, સન્માન વગેરે યથાયોગ્ય વિનય કરતા નથી તે “અવિનીત' કહેવાય છે. ૨. વિગય પ્રતિબદ્ધ – જે દૂધ, દહીં વગેરે રસોમાં આસક્ત છે, તે રસો નહિ મળવા પર સૂત્રાર્થ વગેરે ગ્રહણ કરવામાં મંદ ઉદ્યમી રહે છે, તે વિકૃતિ પ્રતિબદ્ધ કહેવામાં આવે છે. ૩. અવ્યપશમિત પ્રાભૂત(અનુપશાંત-ક્લેશ) – જે અલ્પ અપરાધ કરનાર અપરાધી પર પ્રચંડ ગુસ્સો કરે છે અને ક્ષમાયાચના કરી લેવા છતાં પણ વારંવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org