________________
| વેદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ
૧૪૨
આચાર્ય-ગુરુ સ્વીકાર્યા વિના વિચરવું ઉચિત નથી અને તે આગમ વિપરીત છે.
વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા પર્યાય સ્થવિર હોવાથી ઓગણત્રીસ વર્ષની વયમાં આચાર્યની આજ્ઞા લઈને તેઓની નિશ્રામાં રહેતા થકા એકલ વિહાર સાધના કરી શકે છે પરંતુ સપરિસ્થિતિક એકલ વિહાર એટલે ગચ્છનો ત્યાગ ચાલીસ વર્ષની વય પહેલા ન કરી શકે.
એવા સ્પષ્ટ વિધાનવાળા સૂત્ર અને અર્થની ઉપલબ્ધિ હોવા છતાં પણ સમાજમાં નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓ અને પરંપરાઓ ચાલે છે, તે ઉચિત ન કહેવાય જેમ કે– (૧) ફક્ત આચાર્ય પદથી ગચ્છનું સંચાલન કરવું અને ઉપાધ્યાય પદ પર નિમણૂક ન કરવી. (૨) કોઈપણ પદ પર નિમણૂક ન કરવાના આગ્રહથી વિશાળ ગચ્છને અવ્યવસ્થિત પણે ચલાવતા રહેવું. (૩) ઉક્ત ચાલીશ વર્ષની ઉંમર પહેલાં જ ગચ્છનો ત્યાગ કરવો.
આવું કરવામાં સ્પષ્ટરૂપથી ઉક્ત આગમ વિધાનની પોતાની બુદ્ધિથી ઉપેક્ષા કરવા જેવું છે અને એ ઉપેક્ષાથી થનારી હાનિ આ પ્રમાણે છે–૧.ગચ્છગત સાધુઓના વિનય, અધ્યયન, આચાર તેમજ સંયમ સમાધિની અવ્યવસ્થા આદિ અનેક દોષોની ઉત્પત્તિ થાય છે. ૨. સાધુઓમાં સ્વચ્છંદતા અને આચાર વિચારની ભિન્નતા થઈ જવાથી ક્રમશઃ ગચ્છનો વિકાસ ન થતાં અધ:પતન થાય છે. ૩. સાધુઓમાં પ્રેમ, સંયમ, સમાધિ નષ્ટ થાય છે અને લેશોની વૃદ્ધિ થાય છે. ૪. અંતમાં ગચ્છ પણ છિન્ન-ભિન્ન થાય છે.
તેથી પ્રત્યેક ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય બને પદ પર કોઈને નિયુક્ત કરવા આવશ્યક છે.
જો કોઈ આચાર્ય, ઉપાધ્યાય પદને લેવું કે ગચ્છમાં એ પદ સ્થાપિત કરવા તે અભિમાન સૂચક અને ક્લેશ વૃદ્ધિ કરાવનાર માનીને હંમેશાંને માટે ગચ્છને પદ રહિત રાખવાનો આગ્રહ રાખે છે અને એવું કરીને પોત-પોતાને નિરાભિમાની બતાવે છે તો આવું કરવું કે આવું માનવું સર્વથા અનુચિત છે અને તેનાથી જિન આજ્ઞાની અવહેલના અને આશાતના પણ થાય છે. કેમ કે જિન આજ્ઞા તો આચાર્ય, ઉપાધ્યાય સ્થાપિત કરવાની છે તથા નવકાર મંત્રમાં પણ એ બે પદ સ્વતંત્ર કહ્યા છે. તેથી ઉપર્યુક્ત આગ્રહમાં સૂત્ર વિધાનોથી પણ પોતાની સમજને સર્વોપરી માનવાનો અહંકાર સિદ્ધ થાય છે. જો આચાર્ય, ઉપાધ્યાય પદના અભાવમાં નિરાભિમાન અને કલેશ રહિત હોવાનું બધા જ વિશાળ ગચ્છવાળા વિચારી લ્ય તો નમસ્કાર મંત્રના બે પદોનું હોવું જ નિરર્થક સિદ્ધ થશે અને જેથી પદનિયુક્તિ સંબંધી એ બધા આગમ વિધાનોનું પણ કોઈ જ મહત્વ નહિ રહે.
એટલા માટે જ પોતાના વિચારો અને પરંપરાનો આગ્રહ ન રાખતા, સરલતાપૂર્વક આગમ વિધાનો પ્રમાણે જ પ્રવૃત્તિ કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org