________________
| છેદશાસ્ત્રઃ વ્યવહાર સૂત્ર સારાંશ
૧ર
સૂત્ર-૬-૯ઃ કોઈ ગૃહસ્થના શય્યા સંસ્મારક આદિ બીજા ઉપાશ્રયમાં, મકાનમાં લઈ જવાના હોય તો એની ફરીથી આજ્ઞા લેવી. ક્યારેક થોડા સમયને માટે કોઈ ગૃહસ્થના પાટ આદિ ઉપાશ્રયમાં જ છોડી દીધા હોય તો એને ગ્રહણ કરવાને માટે ફરીથી આજ્ઞા લેવી. આજ્ઞા વિના ગ્રહણ ન કરવું કારણ કે તે પોતાની નિશ્રાથી થોડા સમય માટે છોડી દીધેલા છે. સૂત્ર-૧૦-૧૧: મકાન-પાટ આદિની પહેલાં આજ્ઞા લઈને પછી જ ગ્રહણ કરવા જોઈએ પરંતુ ક્યારેક દુર્લભ શય્યાની પરિસ્થિતિમાં વિવેકપૂર્વક પહેલાં ગ્રહણ કરીને પછી આજ્ઞા લઈ શકાય છે. સૂત્ર–૧૩-૧૫ઃ રસ્તામાં ચાલતી વખતે કોઈ સાધુનું ઉપકરણ પડી જાય અને બીજા કોઈ સાધુને મળે તો તેની પૂછપરછ કરી જેનું હોય તેને દઈ દેવું અને જો એનો કોઈપણ સ્વીકાર ન કરે તો પરઠી દેવું અર્થાત્ છોડી દેવું. જો રજોહરણ આદિ મોટા ઉપકરણો હોય તો પોતાની સાથે વધારે દૂર પણ લઈ જવા અને પૂછ-પરછ કરવી. સૂત્ર–૧૬: વધારે પાત્રા આચાર્ય આદિની આજ્ઞાથી ગ્રહણ કર્યા હોય તો તેને જ દઈ દેવા. પોતાને જેને દેવાની ઇચ્છા હોય તેને પોતે જ ન આપવા; જેનું નામ લઈને પાત્ર લીધા હોય તેને આચાર્યની આજ્ઞા લઈને આપી દેવા. સૂત્ર-૧૭ : હંમેશાં કંઈક ને કંઈક ઉણોદરી તપ કરવું જોઈએ. ઊણોદરી તપ કરનાર પ્રકામ ભોજી કહેવાતા નથી.
ઊંકે | નવમા ઉદ્દેશકનો સારાંશ | સૂત્ર-૧-૮શય્યાતરના નોકર અને મહેમાનને પૂર્ણ રૂપે આપેલ આહારમાંથી સાધુને લઈ શકાય છે અને જો પ્રાતિહારિક-વધેલો આહાર માલિકને પાછો આપવાનો હોય તો તેમાંથી સાધુને આહાર ન લેવો જોઈએ. સૂત્ર-૯-૧૬ઃ શય્યાતરના સહયોગથી જીવનનો નિર્વાહ કરનારા જ્ઞાતિજન જો ભોજન બનાવે અથવા ખાય તો તેમાંથી સાધુને આહાર લેવો કલ્પે નહિ. સૂત્ર–૧૭-૩૬: શય્યાતરની ભાગીદારીવાળી દુકાનમાં જો કોઈ પદાર્થ ભાગીદારી વિનાનો હોય તો તેના ભાગીદાર પાસેથી લઈ શકાય છે. તેમજ વિભાગ થયેલા કોઈપણ પદાર્થ ભાગીદાર પાસેથી લઈ શકાય છે. સૂત્ર-૩૭-૪૦ઃ સાત સપ્તક, આઠ અષ્ટક, નવ નવક અને દશ દશક દિવસોમાં દત્તિઓની મર્યાદાથી ભિક્ષા ગ્રહણ કરીને ચાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓનું આરાધન સાધુ-સાધ્વી બન્ને કરી શકે છે. સૂત્ર-૪૧-૪૨ઃ સ્વમૂત્ર પીવાની નાની-મોટી પડિમાનું સાત અથવા આઠ દિવસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org