________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
અધ્યયન થઈ જવા પર કોઈપણ સાધુ ગણી બની શકે છે અને સંઘાડાનું સંચાલન કરનારા અનેક ગણધર-ગણધારક થઈ શકે છે.
૧૩૩
ભાષ્યમાં કહ્યું છે કે ઉપર્યુક્ત પાંચ પદવીઓથી રહિત વિશાળ ગચ્છમાં ન રહેવું જોઈએ, કારણ કે ત્યાં આત્મ અસમાધિ તેમજ અવ્યવસ્થા થવાની પૂરી સંભાવના રહે છે.
આ જ રીતે થોડી સંખ્યાના સાધ્વી સમુદાયમાં પ્રવર્તિની અથવા સ્થવિરા કોઈ પણ રહી શકે છે. દશથી વધારે સંખ્યા હોય તો પ્રવર્તિનીનું હોવું જરૂરી છે. સો થી વધારે કે સેંકડોની સંખ્યામાં સાધ્વીઓ હોય તો ગણાવછેદિકાનું હોવું આવશ્યક છે. ચાલીસ વર્ષ સુધીની સાધ્વીઓને માટે ઉપાધ્યાયનું નેતૃત્વ આવશ્યક છે. તેમજ ૭૦ વર્ષ સુધીની સાધ્વીઓને માટે આચાર્યનું નેતૃત્વ આવશ્યક છે વ્યવહાર સૂત્રઃ ઉદ્દેશક-૭.
સાધ્વીઓમાં પણ સંઘાડા પ્રમુખા અને પ્રવર્તિનીઓ અનેક હોઈ શકે છે. પ્રવર્તિનીની યોગ્યતા આચાર્ય-ઉપાધ્યાયની સમાન જ સમજવી જોઈએ. નાના સમુદાયમાં તેની યોગ્યતા પ્રવર્તક સમાન સમજવી. સમુદાયને વ્યવસ્થિત ચલાવવાને માટે જ એ પદવીઓની આવશ્યકતા હોય છે, તેમ સમજવું જોઈએ.
પન્યાસ, સૂરી, મંત્રી, મહામંત્રી, સૂરીશ્વર, યુવાચાર્ય, ઉપાચાર્ય, ઉપપ્રવર્તક આદિ પદ આગમમાં કહ્યા નથી. તે પદો વિના જ સંપૂર્ણ સંઘ-વ્યવસ્થા કરી શકાય છે, જે આગમ અને તેની વ્યાખ્યાઓનું અધ્યયન કરવાથી સમજી શકાય છે.
આચાર્ય, પ્રવર્તક વગેરેને જ્યારે પદ પરથી નિવૃત્તિ લેવી હોય ત્યારે તેણે પદનો ત્યાગ કરીને બીજા યોગ્યતાવાળાને આચાર્ય, પ્રવર્તક પદ પર નિયુક્ત કરી દેવા જોઈએ. જીવનના અંતિમ સમય સુધી કોઈએ ઉપર્યુક્ત પદોમાંથી કોઈ પણ પદ રાખવું જરૂરી હોતું નથી, પદ તો કાર્યભાર સંભાળવાને માટે જ હોય છે અને જ્યારે એ ભાર સંભાળવાની શક્તિ(વૃદ્ધાવસ્થાને કારણે) ન હોય અથવા નિવૃત્તિ લઈને આત્મસાધના કરવી હોય તો તે પદનો ત્યાગ કરી શકે છે. એવું કરવામાં કોઈ અપરાધ કે અપમાન નથી. પદથી નિવૃત્ત આચાર્ય, ઉપાધ્યાય વગેરે સંઘ સ્થવિર કહેવાય છે. તેથી ઉપાચાર્ય, ઉપપ્રવર્તક, યુવાચાર્ય આદિ પદ આગમ નિરપેક્ષ છે. જે શ્રમણ કોઈ પણ પદને યોગ્ય છે તથા સંઘ વ્યવસ્થામાં જેણે કાર્યભાર સંભાળવો જરૂરી છે તેને આગમોક્ત આચાર્ય, ઉપાધ્યાય તથા પ્રવર્તક પદમાંથી જ કોઈ પદ દેવું જોઈએ.
વિશાળ સમુદાય હોય તો અનેક આચાર્ય, અનેક ઉપાધ્યાય અને અનેક પ્રવર્તક,નિયુક્ત કરી શકાય છે, પરંતુ આગમ સિવાયના વિભિન્ન નવા-નવા પદોની પરંપરાઓ ચલાવવી અતિ પ્રવૃત્તિદોષ છે. જે આગમ અધ્યયન અને આગમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org