________________
૧૩૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ત્રણ ગુપ્તિની શુદ્ધ આરાધના કરે.
પક્ષ ભાવ અને આગ્રહભાવનો પરિત્યાગ કરીને ઉપરોક્ત ગુણો જેનામાં હોય એને જ આચાર્ય બનાવવા જોઈએ.
(૬) ઉપાધ્યાય પદથી પામો છો સન્માન ા સૂત્ર ભણાવવાનું સદા કરો તમે કામ
જેઓની સમીપે અભ્યાસ કરવામાં આવે છે, તેઓને ઉપાધ્યાય કહે છે.
વ્યવહાર સૂત્ર ઉ.૮ માં પાંચ અતિશય આચાર્ય, ઉપાધ્યાય બંનેના સમાન કહ્યા છે. અન્ય આગમ વર્ણનોમાં પણ આચાર્ય-ઉપાધ્યાય બંનેને પ્રાયઃ સમાન જ બહુમાન દેવામાં આવ્યું છે. વ્યવહાર સૂત્રમાં ઉપાધ્યાયની બધી યોગ્યતા આચાર્યના સમાન કહી છે. માત્ર દીક્ષાપર્યાય અને શ્રુતમાં અંતર કહેવામાં આવ્યું છે, જેમ કે—
૧. ત્રણ વર્ષની સંયમ પર્યાય થઈ જવા પર ઉપાધ્યાય પદ પર સ્થાપિત કરી શકાય છે. ૨. કંઠસ્થ શ્રુતમાં અલ્પતમ પાંચ આગમ અર્થ સહિત કંઠસ્થ હોય જેમ કે (૧) આવશ્યક સૂત્ર (૨) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર.
એવા બહુશ્રુત, આચાર સંપન્ન, ઉપાધ્યાય દિન-રાત અનેક કે સેંકડો(ગચ્છ કે સંઘના) સાધુઓને અભ્યાસ કરાવવામાં લીન રહે છે; એટલા માટે જ તેઓને ઉપાધ્યાય કહેવામાં આવે છે.
ગણ અને સંઘના યોગ્ય સંતોને ઉપાધ્યાયની પાસે રાખીને અભ્યાસ કરાવવો જોઈએ, તો જ ઉપાધ્યાય પદની સાર્થકતા છે અને સંઘને ઉપાઘ્યાયથી લાભ છે. વર્તમાનમાં ફક્ત સન્માન દેવાને માટે જ આ પદ પર નિયુક્તિ કરી દેવામાં આવે છે, કર્તવ્ય અને જવાબદારીની પ્રાયઃ ઉપેક્ષા જ હોય છે, તે સર્વ રીતે અનુચિત છે.
તેમજ પદ વ્યવસ્થાનો દુરુપયોગ છે. એવી સ્થિતિમાં તે પદ સંબંધી આગમિક યોગ્યતાની પણ ઉપેક્ષા કરીને શ્રુત આદિથી અયોગ્યતાવાળાને પદ પર પ્રતિષ્ઠિત કરી દેવામાં આવે છે. એ અવ્યવસ્થા પર સંઘના હિતૈષી મહાનુભાવોએ લક્ષ આપવું જોઈએ.
卐卐 [૭] આચાર્ય આદિ વિના રહેવાનો નિષેધ 5
[ઉદ્દેશક-૩ : સૂત્ર-૧૧-૧૨] નવ, ડહર, તરૂણનો સ્પષ્ટ અર્થ ભાષ્યમાં આ પ્રમાણે કર્યો છે.
तिवरिसो होइ नवो, आसोलसगं तु डहरगं बेंति ।
तरुणो चतालीसो, सित्तरी उण मज्झिमो थेरओ सेसो ॥
Jain Education International
For Private & Personal Use Only
'
ભા॰ ગા ૨૨૦,ટીકા.
www.jainelibrary.org