________________
૧૩૫
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
વાંચણી પણ આપે છે. તેથી અધિક અનુભવ ક્ષમતાની દષ્ટિથી તેઓને માટે ઓછામાં ઓછી પાંચ વર્ષની દીક્ષાપર્યાય હોવી આવશ્યક કહી છે.
ગણાવચ્છેદક ગણ સંબંધી અનેક કર્તવ્યોને પૂર્ણ કરીને એની ચિંતાથી આચાર્યને મુક્ત રાખે છે, અર્થાત્ ગચ્છના સાધુઓની સેવા, વિચરણ તથા પ્રાયશ્ચિત્ત આદિ અંતરંગ અનેક વ્યવસ્થાઓનું ઉત્તરદાયિત્વ ગણાવચ્છેદકનું હોય છે. જો કે અનુશાસનનું પૂર્ણ ઉત્તરદાયિત્વ આચાર્યનું હોય છે, તો પણ વ્યવસ્થા તથા કાર્ય સંચાલનનું ઉત્તરદાયિત્વ ગણાવચ્છેદકનું વધારે હોવાથી, તેઓની દીક્ષા પર્યાય ઓછામાં ઓછી આઠ વર્ષની હોવી આવશ્યક છે. સેકડો સાધુ-સાધ્વીનો ગચ્છ હોય ત્યારે આ પદની વિશેષ આવશ્યકતા રહે છે. અન્યગુણ:– આચારકુશળતા આદિ દશ ગુણોનું કથન આ સૂત્રોમાં છે. તેની વ્યાખ્યા ભાષ્યમાં આ પ્રકારે છે. (૧) આચાર કુશળઃ– જ્ઞાનાચારમાં તેમજ વિનયાચારમાં જે કુશળ હોય છે, તેને આચાર કુશળ કહેવામાં આવે છે; યથા ગુરુ આદિના આવવા પર ઊભા થઈ જાય છે, તેમને આસન, બાજોઠ આદિ આપે છે, પ્રાતઃકાલ તેઓને વંદન કરીને આદેશ માગે છે, દ્રવ્યથી અથવા ભાવથી તેઓની નજીક રહે છે. ગચ્છવાસી શિષ્યોને તેમજ અન્ય ગચ્છમાંથી અભ્યાસને માટે આવેલા શ્રમણોને ગુરુના પ્રત્યે શ્રદ્ધાવાન કરનારા, કાયિકી આદિ ચાર પ્રકારની વિનયપ્રતિપત્તિને યથાવિધિ કરનારા, આવશ્યક વસ્ત્રાદિ ઉપકરણ પ્રાપ્ત કરનારા, ગુરુ આદિની યથાયોગ્ય પૂજા-ભક્તિ, આદર, સત્કાર કરીને તેઓને પ્રસન્ન રાખનારા, પરુષ-કટુ વચન નહિ બોલનારા, માયા રહિત સરલ સ્વભાવી; હાથ, પગ, મુખ આદિની વિકૃત ચેષ્ટાથી રહિત; સ્થિર સ્વભાવવાળા, યથાસમય પ્રતિલેખન, પ્રતિક્રમણ અને સ્વાધ્યાય કરનારા; યથોચિત તપ કરનારા, જ્ઞાન આદિની વૃદ્ધિ તેમજ શુદ્ધિ કરનારા, સમાધિવાન અને હંમેશાં ગુરુનું બહુમાન કરનારા; આવા ગુણનિધિ સાધુ “આચાર કુશળ” કહેવાય છે. (૨) સંયમકુશળ :- (૧) પાંચ સ્થાવર, ત્રણ વિક્સેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની સમ્યક્ પ્રકારે જતના કરનારા; આવશ્યક હોય તો જ નિર્જીવ પદાર્થોનો વિવેક પૂર્વક ઉપયોગ કરનારા ગમનાગમન આદિની દરેક પ્રવૃત્તિ સારી રીતે જોઈને કરનારા; અસંયમ પ્રવૃત્તિ કરનારાઓ પ્રત્યે ઉપેક્ષા અને માધ્યસ્થ ભાવ રાખનારા; યથાસમયે યથાવિધિ પ્રમાર્જન કરનારા; પરિષ્ઠાપના સમિતિના નિયમોનું
પૂર્ણપાલન કરનારા; મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરનારા, આ | પ્રમાણે સત્તર પ્રકારના સંયમનું પાલન કરવામાં નિપુણ(દક્ષ). (૨) કોઈ વસ્તુ
રાખવામાં કે ઉપાડવામાં પૂર્ણ વિવેક-યતના રાખનારા તથા એષણા, શય્યા, આસન, ઉપધિ, આહાર આદિમાં યથાશક્તિ પ્રશસ્ત યોગ રાખનારા, અપ્રશસ્ત યોગનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org