________________
છેદશાસ્ત્રઃ વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ
૧૩૬
ત્યાગ કરનારા. (૩) ઇન્દ્રિયો અને કષાયોનો નિગ્રહ કરનારા અર્થાત્ શુભ-અશુભ પદાર્થોમાં રાગ દ્વેષ નહીં કરનારા અને કષાયના ઉદયને વિફલ કરી દેનારા, (૪) હિંસા આદિ આશ્રવનો પૂર્ણ નિરોધ કરવાવાળા અપ્રશસ્ત યોગ અને અપ્રશસ્ત ધ્યાન અર્થાત્ આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરી શુભયોગ અને ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં લીન રહેનારા, (૫) આત્માના પરિણામોને હંમેશાં વિશુદ્ધ રાખનારા, આ લોક પરલોક આદિની આશંસાથી રહિત, આવા ગુણનિધિ સાધુ “સંયમ કુશલ છે. (૩) પ્રવચન કુશળ:- જે જિનવચનોના જ્ઞાતા હોય અને કુશળ ઉપદેશક હોય તે “પ્રવચન કુશળ છે. યથા– સૂત્રની અનુસાર જ એનો અર્થ, પરમાર્થ, અન્વય, વ્યતિરેકયુક્ત સૂત્રાશયને અનેક અતિશય યુક્ત અર્થોને તેમજ આશ્ચર્યકારી અર્થોને જાણવાવાળા, મૂળ અને અર્થની શ્રત પરંપરાને પણ જાણનારા, પ્રમાણ નય, નિક્ષેપોથી પદાર્થોના સ્વરૂપને સમજનારા, આવી રીતે શ્રુત અને અર્થના નિર્ણાયક હોવાથી તેઓ શ્રુતરૂપ રત્નોથી પરિપૂર્ણ હોય છે, તથા જેણે સમ્ય પ્રકારે શ્રુતજ્ઞાનને ધારણ કરીને તેનું પુનરાવર્તન કર્યું છે, પૂર્વાપર સંબંધપૂર્વક ચિંતન કર્યું છે, નિર્દોષ થવાનો નિર્ણય કર્યો છે અને એના અર્થોને બહુશ્રુતોની પાસે ચર્ચા-વાર્તા આદિથી વિપુલ વિશુદ્ધ ધારણ કર્યા છે, એવા ગુણોને ધારણ કરનારા અને ઉક્ત અધ્યયનથી પોતાનું હિત કરનારા તેમજ બીજાને હિતનો જ ઉપદેશ દેનારા અને પ્રવચનની નિંદા અવર્ણવાદ બોલનારનો નિગ્રહ કરવામાં સમર્થ એવા ગુણોથી સંપન્ન ભિક્ષુ
પ્રવચન કુશળ' છે. (૪) પ્રજ્ઞપ્તિ કુશળ – લૌક્કિ શાસ્ત્ર, વેદ-પુરાણ અને સ્વસિદ્ધાંતનો જેણે સમ્યક પાકો નિશ્ચય કરી લીધો છે. જે ધર્મકથા, અર્થકથા આદિના સમ્યકજ્ઞાતા છે. જે જીવ-અજીવનું સ્વરૂપ અને તેના ભેદોનું, કર્મબંધ અને મોક્ષના કારણોનું, ચાર ગતિમાં પરિભ્રમણ અને તેના કારણોનું તથા તેનાથી ઉત્પન્ન થતા સુખદુઃખ વગેરેનું કથન કરવામાં કુશળ છે, પરવાદિઓના કુદર્શનનું સમ્યક પ્રકારે સમાધાન કરીને તેઓને કુદર્શનનો ત્યાગ કરાવવામાં સમર્થ છે તેમજ તેઓને સ્વ સિદ્ધાંત સમજાવવામાં કુશળ છે તે ભિક્ષ પ્રજ્ઞપ્તિ કુશળ કહેવાય છે. (૫) સંગ્રહ કુશળ:- જે દ્રવ્યથી ઉપધિ, શિષ્ય આદિનો અને ભાવથી સૂત્ર અને અર્થ તથા ગુણોને આત્મામાં સંગ્રહ કરવામાં કુશળ(દક્ષ) હોય, તે સંગ્રહ કુશલ છે. ક્ષેત્ર અને કાળ પ્રમાણે વિવેક રાખીને ગ્લાન, વૃદ્ધ આદિની અનુકંપાપૂર્વક વૈયાવચ્ચે કરવાની સ્મૃતિ રાખનારા, આચાર્ય આદિની ગણાવસ્થાના સમયે વાંચણી દેનારા; સમાચારીનો ભંગ કરનાર અને કષાયમાં પ્રવૃત્ત થયેલા સાધુઓને યથાયોગ્ય અનુશાસન કરી રોકનારા; આહાર, વિનય વગેરેથી ગુરુભક્તિ કરનારા, ગણના અંતરંગ કાર્યો કરનારા, અથવા ગણથી બહિંભાવવાળાને અંતભાવી બનાવનારા; આહાર, ઉપાધિ આદિ જેને જે જરૂરત હોય, એ બધી જ સગવડતા પૂરી કરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org