________________
| છંદશાસ્ત્રઃ વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ
૧૩૪
નિષ્ઠાની ખામીથી થનારી ભૂલ છે. તેથી જિનશાસનના હિતૈષી અધિકારીઓએ આગમના ઊંડા-અધ્યયનપૂર્વક સંઘ વ્યવસ્થામાં આગળ થવું જોઈએ. પ્રત્યેક પ્રવૃત્તિ નિગ્રંથ પ્રવચનને સામે રાખીને અર્થાત્ શાસ્ત્રની પ્રમુખતા રાખીને જ કરવી જોઈએ.
શાસ્ત્રનું ગંભીરતાથી અને ઊંડાણથી અધ્યયન અને અનુભવ કર્યા વિના પોતપોતાની બુદ્ધિથી અથવા બહુમતીથી અવનવી પ્રવૃત્તિઓની શરૂઆત કરવી જોઈએ નહીં.
[૪] આચાર્ય આદિ પદોની યોગ્યતા| F F [ઉદ્દેશક-૩ સૂત્ર–૩–૮] જે ગચ્છમાં અનેક સાધુ-સાધ્વીઓ હોય, જેના અનેક સંઘાડા જુદા-જુદાવિચરતા હોય અથવા જે ગચ્છમાં નવદીક્ષિત નાના અને યુવાન સાધુ-સાધ્વીઓ હોય, એમાં અનેક પદવીધરોનું હોવું આવશ્યક છે. તેમજ ઓછામાં ઓછા આચાર્ય, ઉપાધ્યાય આ બે પદવીધારીનું હોવું તો નિતાંત આવશ્યક છે.
પરંતુ જે ગચ્છમાં બે ચાર સાધુ કે બે ચાર સાધ્વીઓ જ હોય, જેઓના એક કે બે સંઘાડા જ અલગ-અલગ વિચરતા હોય અને તેમાં કોઈપણ નવદીક્ષિત, બાલક કે યુવાન(૪૦ વર્ષ સુધીની ઉંમરવાળા) ન હોય તો આચાર્ય, ઉપાધ્યાય પદવીધર વગર પણ ફક્ત વય સ્થવિર કે પર્યાય સ્થવિર અથવા પ્રવર્તકથી તેઓની વ્યવસ્થા કરી શકાય છે.
અહીં પ્રથમ સૂત્રદ્ધિકમાં ઉપાધ્યાય પદ, બીજા સૂત્રદ્ધિકમાં આચાર્ય અને ઉપાધ્યાય પદ તથા ત્રીજા સૂત્રદ્રિકમાં અન્ય પદોના યોગ્ય-અયોગ્યનું કથન; દીક્ષાપર્યાય, શ્રુતઅધ્યયન વગેરે અનેક ગુણો દ્વારા કરેલ છે. જેમાં દીક્ષાપર્યાય અને શ્રુત અધ્યયનની જઘન્ય મર્યાદા તો ઉપાધ્યાયથી આચાર્યની અને આચાર્યથી ગણાવચ્છેદકની ક્રમશઃ અધિક-અધિક કહી છે. એના સિવાય મધ્યમ અને ઉત્કૃષ્ટમાં કોઈપણ દીક્ષાપર્યાય તથા શ્રુત અધ્યયનવાળાને પણ એ પદદઈશકાય છે. આચારકુશલ આદિ બીજા ગુણોનું બધા પદવીધરો માટે સમાન રૂપથી નિરૂપણ કર્યું છે. તેથી દરેક પદયોગ્ય કે પદવીધારી સાધુમાં તે ગુણ હોવા આવશ્યક છે. સંયમ પર્યાય – ભાષ્યકારે બતાવ્યું છે કે સંયમપર્યાય અનુસાર જ ઘણું કરીને અનુભવ, ક્ષમતા, યોગ્યતાનો વિકાસ થાય છે. જેના વડે સાધુ તે-તે પદવીઓનું ઉત્તરદાયિત્વ નિભાવવામાં સમર્થ બને છે.
ઉપાધ્યાયનું મુખ્ય ઉત્તરદાયિત્વ અધ્યયન કરાવવાનું છે. જેમાં તેઓને શિષ્યોના અધ્યયન સંબંધી સર્વ પ્રકારની વ્યવસ્થાની દેખરેખ કરવાની હોય છે. તેથી તે પદને માટે ઓછામાં ઓછી ત્રણ વર્ષની દીક્ષા પર્યાય જરૂરી કહી છે. આચાર્ય ઉપર ગચ્છની સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી રહે છે, તેઓ અર્થ-પરમાર્થની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org