________________
૧ર૪
છેદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર સારાંશ
૧૨૪ | સાથે આહાર કે નિવાસ કરી શકાય છે અને તેમના માટે આચાર્ય, ઉપાધ્યાય ગુરુ આદિની નિશ્રા નક્કી કરી શકાય છે.
સાતમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૨ બીજા સંઘાડામાંથી આવેલી દોષિત આચારવાળી નિગ્રંથી (સાધ્વીને) ને પ્રવર્તિની આદિ સાધ્વીઓ આચાર્યને પૂછયા વિના તેમજ એના દોષોની શુદ્ધિ કરાવ્યા વગર રાખી શકતી નથી પરંતુ આચાર્ય આદિ ભિક્ષુ પ્રવર્તિની સાધ્વીઓને પૂછયા વિના પણ એના દોષોની શુદ્ધિ કરાવીને ગચ્છમાં રાખી શકે છે. પછી જો કોઈ સાધ્વીઓ તેને ન રાખી શકે તો તેને મુક્ત કરી શકે છે. સૂત્ર-૩-૪ઃ ઉપેક્ષાપૂર્વક ત્રણ વારથી વધારે એષણાદિ દોષનું સેવન કરનાર અથવા વ્યવસ્થા ભંગ કરનાર સાધુ-સાધ્વીની સાથે આહાર સંબંધનો પરિત્યાગ કરવામાં આવે છે. આવું કરવાને માટે આચાર્યની પાસે સાધ્વીઓ પરસ્પર પ્રત્યક્ષ વાર્તાલાપ કરી શકતી નથી. પરંતુ તે સાધુ કે આચાર્યની પાસે એક બીજાની અનુપસ્થિતિમાં વાર્તાલાપ કરી શકે છે. એવા સમયે સાધુઓ આચાર્યની પાસે પ્રત્યક્ષ વાર્તા કરી શકે છે. સૂત્ર-૫-૮ઃ સાધુ, સાધ્વીને દીક્ષા આપી શકે છે અને સાધ્વી, સાધુને દીક્ષા દઈ શકે છે. પરંતુ તેઓ તેને આચાર્ય આદિની નિશ્રામાં કરી શકે છે પણ પોતાની નેશ્રામાં નહિ અર્થાત્ ગચ્છના સામાન્ય સાધુ પોતાની શિષ્યા કરી શકે નહીં. સૂત્ર-૯-૧૦: સાધ્વી અતિદૂરસ્થ(ખૂબ દૂર રહેલા) આચાર્ય, પ્રવર્તિની નિશ્રા સ્વીકારીને દીક્ષા ન લ્ય, નજીક જ રહેલા આચાર્ય કે પ્રવર્તિનીની જ નેશ્રાનો સ્વીકાર કરે. સાધુ, દૂર રહેલા આચાર્યની નિશ્રાનો સ્વીકાર કરીને પણ દીક્ષા અંગીકાર કરી શકે છે. સૂત્ર-૧૧-૧રઃ અતિ દૂર રહેલી સાધ્વીને બીજી સાથ્વી ક્ષમાયાચના કરી શકે છે. સાધુને ક્ષમાયાચના કરવા માટે પ્રત્યક્ષ મળવું જરૂરી હોય છે. [ભાષ્યમાં પરિસ્થિતિ વશ સાધુને પણ દૂરથી ક્ષમાયાચના કરવાનું કહેલ છે. સૂત્ર-૧૩-૧૪ : ઉત્કાલમાં એટલે બીજા અને ત્રીજા પહોરમાં કાલિકસૂત્રનો સ્વાધ્યાય ન કરવો જોઈએ(ઉત્તરાધ્યયન આદિકાલિકસૂત્રનો) પરંતુ ક્યારેક સાધ્વી ઉપાધ્યાય આદિને સ્વાધ્યાય સંભળાવી શકે છે. સૂત્ર-૧૫-૧૬ : બત્રીશ પ્રકારની અસક્ઝાયનો કાળ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો જોઈએ અને જ્યારે અસજઝાય કાળ ન હોય ત્યારે સ્વાધ્યાય અવશ્ય કરવો જોઈએ. સૂત્ર૧૭ઃ પોતાના શરીરની અસક્ઝાયમાં સ્વાધ્યાય ન કરવો પરંતુ સાધુ-સાધ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org