________________
૧ર૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
આરાધન કરવામાં આવે છે. એમાં સૂત્રોક્ત પૂર્ણ શુદ્ધ પ્રશ્રવણ(મૂત્ર) દિવસમાં જ પીવામાં આવે છે, રાત્રિમાં નહિ. સૂત્ર-૪૩-૪૪ – એક વારમાં અખંડ ધારાથી સાધુના હાથમાં અથવા પાત્રમાં આપવામાં આવતા આહાર આદિને એક દત્તિ” કહેવામાં આવે છે. સૂત્ર-૪૫ઃ ત્રણ પ્રકારના ખાવાના પદાર્થ હોય છે (૧) સંસ્કારિત પદાર્થ (ર) શુદ્ધ અલેપ્ય પદાર્થ (૩) શુદ્ધ લેપ્ય પદાર્થ-એમાંથી કોઈપણ અંગે અભિગ્રહ ધારણ કરી શકાય છે. સૂત્ર-૪૬: “પ્રગૃહિત’ નામની છઠ્ઠી પિંડેષણાને યોગ્ય આહારની ત્રણ અવસ્થાઓ હોય છે– (૧) વાસણમાંથી બહાર કાઢતાં (૨) પીરસવાને માટે જતાં (૩) થાળી આદિમાં પીરસતાં. બીજી અપેક્ષાથી આહારની બે અવસ્થા પણ કહી શકાય છે– (૧) વાસણમાંથી બહાર કાઢતાં (૨) થાળી આદિમાં પીરસતાં.
_| દશમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૨ - યવમધ્ય ચંદ્રપડિમા અને વજ મધ્ય ચંદ્ર પડિમાની સૂત્રોક્ત વિધિથી વિશિષ્ટ સંઘયણવાળા, શ્રુતસંપન્ન સાધુ આરાધના કરી શકે છે. એ પડિમા એક-એક મહિનાની હોય છે. તેમાં આહાર-પાણીની દત્તિ ક્રમશઃ ઘટે-વધે છે. સાથે જ બીજા અનેક નિયમ, અભિગ્રહ કરવામાં આવે છે અને પરીષહ ઉપસર્ગોને ધૈર્યની સાથે શરીર પ્રતિ નિરપેક્ષ બનીને સહન કરવામાં આવે છે. સૂત્ર-૩ઃ આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત આ પાંચ વ્યવહારોમાંથી જે સમયે જે ઉપલબ્ધ હોય તેનો અનુક્રમે-નિષ્પક્ષ ભાવથી ઉપયોગ કરવો જોઈએ. સ્વાર્થ, આગ્રહ કે ઉપેક્ષાના કારણે વ્યુત્કમથી ઉપયોગ ન કરવો જોઈએ. વિપરીત વ્યવહાર કરનારા વિરાધક થાય છે. સમ્યક્ વ્યવહાર કરનારા આરાધક થાય છે. સૂત્ર-૪-૧૦ – ધર્મમાં, આચારમાં અને ગણ સમાચારીમાં સ્થિર રહેનારાની કે એનો ત્યાગ કરી દેનારાની બે ચૌભંગી બને છે. સૂત્ર-૧૧ – દ્રઢધર્મી અને પ્રિયધર્મી સંબંધી એક ચૌભેગી થાય છે. સૂત્ર ૧ર-૧૫ – દીક્ષાદાતા અને વડી દીક્ષાદાતાની મૂળ આગમના વાચનાદાતા અને અર્થ આગમના વાચનાદાતાની તથા તેના સંબંધિત શિષ્યોની કુલ ચાર ચૌભંગીઓ છે અને તે ચૌભંગીઓના અંતિમ ભંગની સાથે ધર્માચાર્ય(પ્રતિબોધ દાતા)નું તેમજ ધર્મઅંતેવાસીનું કથન કરવામાં આવ્યું છે. સૂત્ર૧૬ઃ ત્રણ પ્રકારના સ્થવિર હોય છે (૧) શ્રતથી (૨) દીક્ષા પર્યાયથી (૩) ઉંમરથી; અર્થાત્ (૧) અગિયાર સૂત્ર કંઠસ્થજુઓ– પૃષ્ટઃ 19] (ર) વીસ વર્ષની સંયમ પર્યાય (૩) સાઠ વરસની ઉંમરવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org