________________
૧૫
૧૨૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીતા વિવેકપૂર્વક પરસ્પર આગમના અર્થની વહેચણી લઈ-દઈ શકે છે. સૂત્ર–૧૮-૧૯ઃ ત્રીશ વર્ષ સુધીની સંયમ પર્યાયવાળી સાધ્વીઓએ ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના ન રહેવું જોઈએ અને સાઠ વર્ષ સુધીની સંયમ પર્યાયવાળી સાધ્વીઓએ આચાર્ય વગર ન રહેવું જોઈએ. સૂત્ર૨૦ઃ સાધુ વિહાર કરતા હોય તે માર્ગમાં બીજા કોઈ સાધુનો મૃતદેહ પડેલો જુવે તો તેને યોગ્ય વિધિથી અને યોગ્ય સ્થાનમાં પરઠી દેવો જોઈએ અને તે મૃત સાધુના જો કોઈ ઉપયોગી ઉપકરણો હોય તો તેને ગ્રહણ કરી આચાર્યની આજ્ઞા લઈને ઉપયોગમાં લઈ શકે છે. સૂત્ર-૨૧-૨૨ઃ શય્યાતર મકાનને વેચે અથવા ભાડે આપે તો નવા માલિકની કે પૂર્વમાલિકની અથવા બંનેની આજ્ઞા લઈ શકાય છે. સૂત્ર-ર૩ઃ ઘરના કોઈ માણસની કે જવાબદાર નોકરની આજ્ઞા લઈને રહી શકાય છે. હંમેશાં પિતાને ઘરે રહેનારી લગ્ન કરેલી પુત્રીની પણ આજ્ઞા લઈ શકાય છે. સૂત્ર-૨૪: રસ્તે ચાલતા બેસવું હોય તો પણ આજ્ઞા લઈને જ બેસવું જોઈએ. સૂત્ર-૨૫-૨૬: રાજા અને રાજ્યવ્યવસ્થા બદલાવાથી, તેના રાજયમાં વિચરણ કરવા માટે ફરીથી આજ્ઞા લેવી જરૂરી છે અને જો એ જ રાજાનો રાજકુમાર આદિ વંશનો વારસદાર જ રાજા બને તો અને રાજ્ય વ્યવસ્થામાં કોઈ પરિવર્તન ન થયું હોય તો પૂર્વ લીધેલી આજ્ઞાથી વિચરણ કરી શકાય છે.
| | આઠમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧: સ્થવિર ગુરુ આદિની આજ્ઞાથી શયનાસન ભૂમિ રત્નાધિકના ક્રમથી ગ્રહણ કરવી. સૂત્ર-૨-૪: પાટ વગેરે એક હાથથી ઉપાડીને સરલતાથી લઈ જઈ શકાય એવા જ લાવવા અને તેનું વેષણ ત્રણ દિવસ સુધી કરી શકાય છે અને સ્થવિરવાસને અનુકૂળ પાટની ગવેષણા પાંચ દિવસ સુધી કરી શકાય તેમજ વધારે દૂરથી પણ લાવી શકાય છે. સૂત્રપઃ એકલ વિહારી વૃદ્ધ સાધુને જો અનેક પ્રકારના ઔપગ્રહિક ઉપકરણ હોય તો તે ઉપકરણોને આહારાદિ લેવા જાય ત્યારે કોઈની દેખરેખમાં મૂકીને જાય; પાછા આવવા પર તેને જાણ કરીને ગ્રહણ કરી લેવા જોઈએ. * * પડિમાધારી અને જિનકલ્પી આદિ સાધુઓને ચર્મ-છત્ર વગેરે હોતા નથી, તેથી અહીં એ સામાન્ય સ્થવિરકલ્પી સપરિસ્થિતિક એકલ વિહારી વૃદ્ધ સાધુનું વર્ણન છે. એકલવિહારનો એકાંતનિષેધ કરનારા વિદ્વાનો આ પાઠ ઉપર સચ્ચાઈથી વિચાર કરી ઉત્સુત્ર પ્રરૂપણાથી બચે, તેવી ભલામણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org