________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
બંનેની ગોચરી સાથે લાવી શકે છે પણ સાથે વાપરવું નહીં, અલગ પોતાના હાથમાં કે પાત્રમાં લઈને જ વાપરવું જોઈએ.
ત્રીજા ઉદ્દેશકનો સારાંશ
૧૧૯
સૂત્ર-૧-૨ : બુદ્ધિમાન, વિચક્ષણ, ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા અને આચારાંગ, નિશીથ સૂત્રને અર્થ સહિત કંઠસ્થ ધારણ કરેલા એવા ‘ભાવ પલિછન્ન’ સાધુ સંઘાડાના પ્રમુખ બનીને વિચરી શકે છે. પરંતુ ગચ્છના પ્રમુખ આચાર્ય આદિની આજ્ઞા વિના વિચરણ કરે તો તે યથાયોગ્ય તપ અથવા છેદરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર બને છે.
સૂત્ર-૩-૪ : ઓછામાં ઓછી ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુ આચાર– સંપન્ન, બુદ્ધિસંપન્ન, વિચક્ષણ, બહુશ્રુત, જિન પ્રવચનની પ્રભાવનામાં કુશળ તથા ઓછામાં ઓછા આચારાંગ અને નિશીથ સૂત્રને અર્થ સહિત કંઠસ્થ કરનારાને ઉપાધ્યાયના પદ પર નિયુક્ત કરી શકાય છે. જે ભિક્ષુ ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા હોય પણ તે ઉપર્યુક્ત ગુણ સંપન્ન ન હોય તો તેને ઉપાધ્યાય પદ પર નિયુક્ત કરી ન શકાય. સૂત્ર-૫-૬ : ઉપાધ્યાયને યોગ્ય ગુણો સિવાય જો દીક્ષા પર્યાય પાંચ વર્ષ અને અર્થ સહિત કંઠસ્થ શ્રુતમાં ઓછામાં ઓછા આચારાંગ, સૂયગડાંગ અને ચાર છેદસૂત્ર કંઠસ્થ હોય તો તેને આચાર્ય પદ પર નિયુક્ત કરી શકાય છે તથા તેઓ આઠ સંપદા આદિ દશાશ્રુતસ્કંધ દશા ૪ માં કહેલ ગુણોથી પણ સંપન્ન હોવા જોઈએ. પાંચ વર્ષની દીક્ષાપર્યાયવાળા સાધુ ઉપર્યુક્ત ગુણ સંપન્ન ન હોય તો તેને આચાર્ય પદ પર નિયુક્ત ન કરી શકાય.
સૂત્ર-૭-૮ : ઉપર્યુક્ત ગુણ સંપન્ન તેમજ ઓછામાં ઓછી આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા તથા પૂર્વોકત આગમ સહિત ઠાણાંગ, સમવાયાંગ સૂત્રને કંઠસ્થ કરનાર સાધુને ગણાવચ્છેદક પદ પર નિયુક્ત કરી શકાય છે.
આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા ઉપર્યુક્ત ગુણ સંપન્ન ન હોય તો તેને ગણાવચ્છેદક પદ પર નિયુક્ત ન કરી શકાય. સૂત્ર-૯-૧૦: કોઈ વિશેષ પરિસ્થિતિમાં અન્ય ગુણોથી સંપન્ન યોગ્યતાવાળા સાધુ હોય તો તેને આવશ્યક દીક્ષાપર્યાય અને શ્રુત કંઠસ્થ ન હોય તો પણ આચાર્ય, ઉપાધ્યાય પદ પર નિયુક્ત કરી શકાય છે. ગચ્છમાં બીજા કોઈ ભિક્ષુ યોગ્ય ન હોય ત્યારે અને અત્યંત આવશ્યકતા હોય તો જ આ વિધાન સમજવું જોઈએ. આ વિધાનથી નવ દીક્ષિત સાધુને એ જ દિવસે આચાર્ય બનાવી શકાય છે.
સૂત્ર-૧૧ : ચાલીશ વર્ષની ઉંમરથી ઓછી ઉંમરવાળા અને ત્રણ વર્ષની દીક્ષા પર્યાયથી ઓછા સંયમવાળા સાધુ-સાધ્વીઓને આચાર્ય, ઉપાધ્યાયની નિશ્રા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org