________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
કલ્પસૂત્ર લખવાનું દુઃસાહસ થવા લાગ્યું. આ રીતે ૨૧૦૦ શ્લોક પ્રમાણ પૂર્ણ દશાશ્રુતસ્કંધ કલ્પિત કરીને તેને ૧૪ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીની રચના કહીને તેનું મહત્ત્વ વધારી દીધું છે.
તેનાથી સારી રીતે નિર્ણય થાય છે કે આઠમી દશામાં ઉપલબ્ધ સંપૂર્ણ પર્યુષણાકલ્પસૂત્રને દર્શાવતો જે સંક્ષિપ્ત પાઠ ઉપલબ્ધ છે તે મૌલિક નથી.
પર્યુષણા કલ્પસૂત્રમાં સ્થવિરાવલી બાદ સમાચારીના પ્રારંભનું સૂત્ર પણ મૌલિક અને શુદ્ધ નથી; આ સૂત્રોનો ભાવાર્થ જોવાથી તે વાત સારી રીતે સમજી શકાય છે.
સમાચારી પ્રકરણના પ્રથમ સૂત્રમાં કહ્યું છે કે ‘શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વર્ષાવાસનો એક મહિનોને ૨૦ દિવસ વીતવા પર વર્ષાવાસ (સંવત્સરી પર્વ) કર્યો તે પ્રકારે ગણધરોએ કર્યું, તે પ્રકારે તેઓના શિષ્યોએ અને સ્થવિરોએ કર્યું છે અને તે પ્રકારે આજકાલ વિચરણ કરનારા શ્રમણ નિગ્રંથ કરે છે તથા અમારા આચાર્ય-ઉપાધ્યાય પણ તે પ્રમાણે વર્ષાવાસ(સંવત્સરીપર્વ) કરે છે અને અમે પણ વર્ષાવાસના એક માસ અને વીસ દિવસ વીતવા પર(ભાદરવા સુદી પાંચમના દિવસે) ચાતુર્માસ(સંવત્સરીપર્વ) કરીએ છીએ. તેનાથી પહેલાં પણ અર્થાત્ ચતુર્થીના દિવસે કરવું કલ્પે છે પરંતુ તેનાથી પછી અર્થાત્ છઠ્ઠના દિવસે કરવું કલ્પતું નથી.
દશાશ્રુતસ્કંધમાંથી દૂર કરેલા પર્યુષણાકલ્પ અધ્યયનની સાધુ સમાચારી વર્ણનના પાઠનું આ પ્રથમ સૂત્ર છે. ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામી દ્વારા નિયૂઢ બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્ર પણ છે. એના સૂત્રો સાથે મેળવવા પર સમાચારીનું આ સૂત્ર તેઓની રચના શૈલીનું હોય તેમ જરા ય પ્રતીત થતું નથી, કારણ કે આ સૂત્રના સંબંધમાં અનેક પ્રશ્ન ઉદ્ભવે છે, જેમ કે—
(૧) ભગવાને કયો વર્ષાવાસ કયા ગામમાં કે નગરમાં એક માસ અને વીસ દિવસ બાદ કર્યો ? કારણ કે ભગવાને તો બધા ચાતુર્માસમાં અષાઢ ચૌમાસી પહેલા જ પ્રવેશ કર્યો છે એવો ઉલ્લેખ આગમો અને ગ્રંથોમાં મળે છે.
વર્ષાવાસ માટે રહેવાના સ્થાનની ચાર માસ પર્યંત આજ્ઞા લઈને સંત સતીઓએ રહેવાની પરંપરા પ્રાચીનકાલથી આજ સુધી અવિચ્છિન્ન રૂપથી પ્રચલિત છે. ઇતિહાસમાં એક પણ ઉલ્લેખ એવો મળતો નથી કે કોઈપણ અમુક સાધુએ એક માસ અને વીસ દિવસ બાદ ભાદરવા શુદ પાંચમના ચોમાસુ શરૂ કર્યું હોય.
ભગવાનના નામથી કોઈપણ પ્રકારનું વિધાન કરવું તે છેદસૂત્રની પદ્ધતિ નથી. નિર્યુક્તિકારે પણ પ્રથમ સૂત્રની વ્યાખ્યા ૨૩ ગાથાઓમાં કરી છે. તેમાં કયાંય ભગવાન મહાવીર સ્વામીના વર્ષાવાસના નિર્ણયનું કથન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org