________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
વૃક્ષોની ત્રીજી જાતિ કહી નથી, પરંતુ એક બીજ કે અનેક બીજવાળા એવા બે વિભાગ વૃક્ષોના બતાવ્યા છે.
૧૦૧
કુંભી પક્વ ફળ અચિત્ત નથી :- આચારાંગ શ્રુ. ૨ અ. ૧ ઉ.૮ માં કુંભી પક્વ ફળોને સચિત્ત તથા અશસ્ત્ર પરિણત કહેલ છે. ટીકાકાર શ્રી શીલાંકાચાર્યે બતાવ્યું છે કે ખાડા આદિમાં અગ્નિના તાપ કે ધૂમ્રથી અડધા પાકેલા ફળોને પૂર્ણ પક્વ બનાવાય છે. આ વિધિથી પરિપક્વ બનાવેલા ફળ શસ્ત્ર પરિણત થતાં નથી પરંતુ સચિત્ત અને અગ્રાહ્ય રહે છે. એટલે નિષેધ કર્યો છે.
આટલું સ્પષ્ટીકરણ આચારાંગના આ મૂળપાઠ અને ટીકામાં સ્પષ્ટ હોવા છતાં પણ આગમ બાહ્ય અનુભવ અને બહુમતથી ધૂમાડો કે અગ્નિના દૂરથી પહોંચેલા સાધારણ તાપથી કેળા આદિ ફળોને અચિત્ત માનવાની પરંપરા સહી નથી પરંતુ આગમ વિપરીત પરંપરા અને પ્રરૂપણા છે.
આચા. શ્રુત. ૨ અ. ૧ ઉ. ૧માં સાક્ષાત્ ચૂલા આદિથી સેકાતા પદાર્થ(જે અગ્નિ પર જ રાખીને સેકવામાં આવે છે) સિટ્ટા, ફલિયા આદિને સેકવાથી પણ અચિત્ત ન થવાનો વિકલ્પ આપ્યો છે અર્થાત્ સચિત્ત રહી શકે છે, એવું કહ્યું છે અને એ પણ બતાવ્યું છે કે તેને ઘણીવાર સુધી અથવા વારંવાર અગ્નિ પર સેકાયુ હોય તો અચિત્ત થઈ શકે છે.
આ આગમ પાઠના ચિંતનથી એ સહજ સમજી શકાય છે કે અગ્નિને બહુ દૂર રાખીને તાપ કે ધૂમાડો દેવા માત્રથી ફળનું શસ્ત્ર પરિણત થઈને અચિત્ત થઈ જવું, આ માન્યતા આગમ સમ્મત નથી પરંતુ સ્પષ્ટપણે આગમ વિરૂદ્ધ છે. આગમની શાખ ઃ
૧. સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણે પદાર્થોથી કે બીજોથી વનસ્પતિ ઉગી શકે છે, પન્નવણા સૂત્ર પદ ૯.
૨. એક ગોટલી યુક્ત ફળવાળા અને અનેક બીજ યુક્ત ફળવાળા એવા બે વિભાગ જ સમસ્ત વૃક્ષો(વનસ્પતિઓ)ના કરેલ છે, ત્રીજો વિભાગ ‘બીજ વિનાના ફળવાળા’ એવો ભેદ કર્યો નથી.- પન્નવણા સૂત્ર પદ–૧.
૩. કુંભી પક્વ ફળોને સચિત્ત અને અશસ્ત્ર પરિણત રહેલા બતાવ્યા છે અને તેઓને ભિક્ષુને માટે અગ્રાહ્ય કહેલ છે. આચા. શ્રુત–ર અ. ૧ ઉ. ૮
૪. અગ્નિ પર રાખેલ સાધારણ ભૂંજેલા મકાઈના ડોડા વગેરે પદાર્થો પણ શસ્ત્ર પરિણત થતા નથી, તેથી તેને પણ અગ્રાહ્ય કહ્યા છે. ત્યારે કોઈ સચિત્ત પદાર્થને માત્ર વરાળથી અચિત્ત અને ગ્રાહ્ય બનેલા માનવા ઉચિત નથી.- આચા. હ્યુ.ર અ. ૧ ઉ. ૧.
૫. બીજ ફળની મધ્યમાં હોય છે અર્થાત્ ફળના ગરથી વેષ્ટિત રહે છે તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org