________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
આ ડિમાનું પાલન કરનારા મોક્ષ માર્ગની આરાધના કરે છે. સાથે જ તેના શારીરિક રોગ દૂર થઈ જાય છે અને શરીર કંચનવર્ણી તેમજ બલવાન થઈ જાય છે.
૧૧૫
તે પિંડમાઆરાધના પછી મુનિ ફરી ઉપાશ્રયમાં આવી જાય છે. ભાષ્યમાં તેના પારણામાં આહાર-પાણીની ૪૯ દિવસની ક્રમિક વિધિ બતાવેલ છે.
લોક વ્યવહારમાં મૂત્રને એકાંત અશુચિમય અને અપવિત્ર મનાય છે પરંતુ આયુર્વેદિક ગ્રંથોમાં તેને ‘સર્વોષધિ’ શિવાંબુ આદિ નામથી કહેવાય છે અને જૈનાગમોમાં ગૃહસ્થોને શુચિ સમાચારી વાળા કહીને તેના પ્રતિપક્ષમાં સાધુને मोय समायारे આવશ્યક સંયોગોમાં સ્વમૂત્રનો ઉપયોગ કરનારા કહ્યા છે. અભિધાન રાજેન્દ્ર કોષમાં નિશાકલ્પ શબ્દમાં સાધુને માટે રાત્રિમાં પાણીના અભાવમાં મૂત્રને આચમન કરવામાં ઉપયોગી બતાવ્યું છે.
-
સ્વમૂત્રનું વિધિપૂર્વક પાન કરવા પર અને તેનું શરીરની ત્વચા પર અલ્ટંગન કરવા પર અનેક અસાધ્ય રોગ દૂર થઈ જાય છે. ચર્મ રોગને માટે અને સામાન્ય પ્રકારની ચોટ, ખરોચ આદિને માટે સ્વમૂત્ર પ્રયોગ એક સફળ ઔષધ છે. તેથી આગમોમાં મૂત્રને એકાંત અપવિત્ર કે અશુચિમય નહિ માનીને અપેક્ષાથી પેય, આસેવ્ય અને અશુચિમય પણ માન્યું છે.
ભાષ્યકારે એ પણ બતાવ્યું છે કે જનસાધારણ શૌચવાદી હોય છે અને મૂત્રને એકાન્ત અપવિત્ર માને છે, તેથી પિંડમાધારી સાધુ ચારે તરફ પ્રતિલેખન કરીને કોઈ પણ વ્યક્તિ ન જુએ એવા વિવેકની સાથે મૂત્રનું પાન કરે. તદનુસાર ભિક્ષુઓને પણ પ્રસવણ સંબંધી કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો જનસાધારણથી અદષ્ટ અને અજ્ઞાત રાખતા થકા મૂત્ર સંબંધી ક્રિયાઓ કરવાનો વિવેક રાખવો
જોઈએ.
વર્તમાનમાં પણ મૂત્ર ચિકિત્સાનું મહત્ત્વ ઘણું વધ્યું છે. આ વિષયના સ્વતંત્ર ગ્રંથ પણ પ્રકાશિત થયા છે. જેમાં કેન્સર, ટી.બી. આદિ અસાધ્ય રોગો ઉપશાંત થવાનો પણ ઉલ્લેખ મળે છે.
[ઉદ્દેશક-૫ : સૂત્ર-૪૫] જોકે મૂત્ર અપેય છે તો પણ વૈદ્યના કહેવા પર લોહીવિકાર, કોઢ આદિ કષ્ટ સાધ્ય રોગોમાં અથવા સર્પદંશ કે શીઘ્ર પ્રાણ હરણ કરનારા રોગોમાં સાધુ અને સાધ્વીઓને પરસ્પરમાં એક બીજાના મૂત્ર પીવાની અને શોથ-ખૂજલી આદિ રોગોમાં તેનાથી માલિશ કરવાની છૂટ પ્રસ્તુત સૂત્રમાં આપી છે.
અનેક રોગોમાં ગાય-બકરી આદિનું તથા અનેક રોગોમાં સ્વયંના મૂત્રપાનનું ચિકિત્સા-શાસ્ત્રમાં વિધાન કર્યુ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org