________________
વેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ
૧૧૪
ઉપયોગ કરી શકે છે. જે ભિક્ષુઓને પર્યસ્તિકાપટ્ટની હંમેશાં આવશ્યકતા પ્રતીત થાય તો તેઓ તેને પોતાની પાસે રાખી શકે છે. કારણ કે ખુરશી આદિ સાધન બધા ક્ષેત્રોમાં ઉપલબ્ધ હોતા નથી.
સૂત્રમાં સાધ્વીને માટે અવલંબન યુક્ત આ આસનોનો(કુર્સી આદિનો પણ) નિષેધ કર્યો છે.
સાધુ-સાધ્વી ક્યારેક સામાન્ય રૂપથી પણ ખુરશી આદિ ઉપકરણ ઉપયોગમાં લેવાનું જરૂરી સમજે તો અવલંબન લીધા વિના તેનો ઉપયોગ કરે આ તેમનો સ્વવિવેક કહેવાય.
પાટ કે બાજોઠ આદિ પર સીંગડા જેવા ઊંચા ઊભા રાખેલા નાના-નાના સ્તંભ હોય છે. તે ગોળ અને ચીકણા હોવાથી પુરુષ ચિહ્ન જેવા લાગે છે. એટલે તેનો ઉપયોગ કરવો સાધ્વી માટે નિષેધ કર્યો છે. સાધુને પણ અન્ય પીઠ-લગ મળી જાય તો વિષાણ(શિંગડાં જેવા) યુક્ત પીઠ ફલગ આદિ ઉપયોગમાં ન લેવા જોઈએ. કારણ કે સાવધાની ન રહે તો તેની ટક્કરથી પડી જવાથી ચોટ લાગવાની સંભાવના રહે છે અને અણીદાર હોય તો ખેંચવાની પણ સંભાવના રહે છે.
હક્ક પરિશિષ્ટ-૧રઃ જૈનાગમોમાં સ્વમૂત્રનો ઉપયોગ કે [ઉદ્દેશક-૫-૪૫. વ્યવ. ઉદ્દેશક-૯ સૂત્ર-૪૧-૪૨ સૂત્રોક્ત પડિકાઓને ધારણ કર્યા પછી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી દેવાય છે, ફક્ત સ્વમૂત્ર પીવાનું ખુલ્લું રહે છે. અર્થાત્ તે દિવસોમાં જ્યારે-જ્યારે જેટલું પણ મૂત્ર આવે તેને સૂત્રોક્ત નિયમોનું પાલન કરતા પી લેવામાં આવે છે.
નિયમ આ પ્રમાણે છે– (૧) દિવસમાં પીવું, રાત્રિએ ન પીવું (૨) કૃમિ, વીર્ય કે રજથી યુક્ત અથવા ચીકણું હોય તો ન પીવું જોઈએ, શુદ્ધ હોય તો પીવું જોઈએ.
પડિમાધારી સાધુને ઉક્ત રક્ત, સ્નિગ્ધતા આદિ વિકૃતિઓ કોઈ રોગના કારણે અથવા તપસ્યા અને તડકાની ગરમીના કારણે થઈ શકે છે, એવું ભાષ્યમાં બતાવ્યું છે. ક્યારેક મૂત્રપાનથી જ શરીરના વિકારોની શુદ્ધિ થવાથી પણ એવું થાય છે.
જો કે આ પડિમાવાળા ચૌવિહાર તપસ્યા કરે છે અને ગામ-નગરની બહાર જઈને રાત-દિવસ વ્યુત્સર્ગ તપમાં રહે છે તો પણ તેમને મૂત્રની બાધા થવા પર તેઓ કાયોત્સર્ગનો ત્યાગ કરી, માત્રામાં પ્રસવણ-ત્યાગ કરી, તેનું પ્રતિલેખન કરી પી જાય છે, ફરી પાછા કાયોત્સર્ગમાં તે જ સ્થાને આવીને સ્થિર થઈ જાય છે; તેમ આ પડિમાની વિધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org