________________
છેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ
૧૧ર
પરિશિષ્ટ-૮ઃ ઉદ્ગાલ(ઓડકાર) અને તેનો વિવેક | [ઉદ્દેશક–૫ઃ સૂત્ર-૧૦]ઃ જ્યારે કોઈપણ સાધુ માત્રાથી વધુ આહાર-પાણી કરી લે છે ત્યારે તેને ઉગાલ(ખાધેલું પાછું) આવે છે અને પેટમાથી અન્ન અને પાણી મુખમાં આવી જાય છે. એટલા માટે ગુરુજનોનો ઉપદેશ છે કે સાધુએ માત્રાથી ઓછું ખાવું-પીવું જોઈએ.
કદાચિત્ સાધુથી અધિક માત્રામાં આહાર-પાણી થઈ જાય અને રાતમાં યા સંધ્યાકાલમાં ઘચરકો આવી જાય તો તેને સૂત્રોક્ત વિધિ અનુસાર વસ્ત્ર આદિથી મુખને શુદ્ધ કરી લેવું જોઈએ. ઘચરકામાં આવેલા આહાર પાણીને પાછું ગળી જાય તો તે પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે ભાષ્યકારે એક રૂપક આપ્યું છે. જેમ કે
કડાઈમાં માત્રાથી ઓછું દૂધ આદિ ઉકાળવા કે રાંધવા મૂકયુ હોય તો તે તેની અંદર(કડાઈની અંદર) ઉકળતું રહે છે, બહાર આવતું નથી પરંતુ જ્યારે કડાઈ ભરીને દૂધ કે અન્ય પદાર્થ ઉકાળાય કે પકાવાય છે, ત્યારે તેમાં ઉભરો આવવા પર તે કડાઈમાંથી બહાર નીકળી જાય છે અને કયારેક તો તે ચૂલાની આગને પણ બુઝાવી દે છે.
આવી રીતે મર્યાદાથી અધિક આહાર કરવાથી ઘચરકો આવી જાય છે. ઓછો આહાર કરવાથી ઉડ્યાલ આવતો નથી.
પરિશિષ્ટ-૯ઃ રાત્રિમાં ખાધ પદાર્થ રાખવા અથવા ભોગવવા [ઉદ્દેશક–૫ : સૂત્ર-૪૬-૪૮] દુર્લભ દ્રવ્યોને રાતના રાખવાની અને પ્રબલ રોગાતકમાં દિવસમાં ઉપયોગ કરવાની છૂટ સૂત્રથી સમજી લેવી જોઈએ. આ સૂત્રોમાં રાત્રિમાં રાખેલા પદાર્થો પરિસ્થિતિવશ થઈને ખાવા કે ઉપયોગમાં લેવાનું વિધાન કર્યું છે. એનાથી રાત્રિમાં ખાવું કે ઉપયોગમાં લેવું એમ ન સમજવું પણ રાત્રિમાં રાખેલા પદાર્થોને દિવસે ઉપયોગમાં લેવા તેમ સમજવું જોઈએ. જુદા-જુદા પદાર્થોને રાત્રિમાં કયા પ્રકારના વિવેકથી, કેવી રીતે રાખવા એની વિધિ ભાષ્યથી જાણી લેવી જોઈએ. અહીંયા પ્રથમ પ્રહરનો અર્થ કરવો તે સૂત્રાર્થ અને શબ્દાર્થને છુપાવીને મન કલ્પિત અર્થ કરવો થાય છે. તેમ કરવું જોઈએ નહીં અને પ્રમાણ માટે સૂત્રના તાત્પર્યને સમજવા માટે પ્રાચીન વ્યાખ્યા તથા કોષ જોવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org