________________
૧૦૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
તપનું પ્રાયશ્ચિત્ત આવે છે, અહીં પણ છેદનો આગ્રહ નથી.
છેદ સૂત્રોની વ્યાખ્યાઓમાં જયાં પણ છેદ પ્રાયશ્ચિત્તનું સ્પષ્ટીકરણ કર્યું છે ત્યાં જઘન્ય ૫ દિવસનું કથન કરીને ફરી પાંચ-પાંચ દિવસ ક્રમશઃ વધારવાનું કથન કર્યું છે. ઉત્કૃષ્ટ છ માસનો છેદ કહ્યો છે, તેની આગળ છેદ પ્રાયશ્ચિત્ત નથી, એવું કથન કર્યું છે. ઉત્કૃષ્ટ છેદ છ માસનો ત્રણવાર આપ્યા પછી તે દોષ માટે નવી દીક્ષાનું(મૂળ) પ્રાયશ્ચિત્ત અપાય છે.
સ્પષ્ટ અને એક મતથી પ્રાચીન વ્યાખ્યાઓ ઉપલબ્ધ હોવા છતાં પણ કોઈ ભ્રમ વિશેષથી અને ગતાનુગતિ વૃત્તિથી એવી પરંપરા ચાલી રહીછે. કે તે સંતરા છેદ્ વા પરિહારે વા વાક્ય હોવાથી એટલા જ દિવસનું છેદ પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ પરંતુ એવી પ્રરૂપણા અને પ્રવૃત્તિ પૂર્ણતઃ નિરાધાર અને આગમ વિપરીત છે.
એવી વ્યાખ્યા ટીકાકારે કે અન્ય પ્રાચીન વ્યાખ્યાકારોએ કયાંય પણ કરી નથી. તેથી એવી વ્યાખ્યા કરવી અને છ માસથી અધિક વર્ષ બે વર્ષનું પણ છેદ પ્રાયશ્ચિત્ત આપી દેવું અને ન્યૂનતમ પ્રાયશ્ચિત્ત પણ તેટલા જ દિવસનું છેદ પ્રાયશ્ચિત્ત દેવું, સર્વથા અનુચિત અને મન કલ્પિત દુરાગ્રહ માત્ર છે.
પારિહારિક ભિક્ષુની પાસે બેસી જવા પર કે જ્ઞાતકુલમાં ગોચરી ચાલ્યા જવા પર અથવા આચાર્ય, ઉપાધ્યાય કે પ્રવૃત્તિની સંબંધી પદ વ્યવસ્થામાં બરાબર સહયોગ ન દેવા પર તે શ્રમણોને ‘એટલા જ દિવસનું પ્રાયશ્ચિત્ત' એવો અર્થ કરવો અસંગત અને નિરર્થક સિદ્ધ થાય છે. કારણ કે ત્યાં દિવસોનો કોઈ પ્રશ્ન જ નથી.
તેથી કોઈ પણ મર્યાદા ઉલ્લંઘનના પ્રાયશ્ચિત્ત વિધાન માટે પ્રયુક્ત (સે સંતરા એટ્ વા પરિહારે વા) વાક્યથી યથાયોગ્ય પાંચ દિવસ દશ દિવસ આદિનો છેદ કે લઘુ માસ, ગુરુમાસ આદિ તપનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, એમ સંગત અર્થ સમજવો જોઈએ. તાત્પર્ય એ છે કે ભ્રમિત અને નિરાધાર અર્થ પ્રરૂપણાને છોડીને સત્ય અને સર્વ વ્યાખ્યાકાર સમ્મત અને આગમ સમ્મત અર્થનો સ્વીકાર કરવો જોઈએ. ઉદ્દેશક–૨ સૂત્ર–૪ નો ટીકાંશ આ પ્રકારે છે– “R” તસ્ય સંયતસ્ય સ્વાંતરાત્ स्वस्वकृतं यदन्तरं त्रिरात्रचतुः रात्रादि काल अवस्थानरूपं, तस्मात् 'छेदो वा' पंच रात्रि दिवादि:, 'परिहारो वा' मासलघुकादितपो विशेषो भवति इति सूत्रार्थः ।
ટીકામાં ક્યાંક સંક્ષિપ્ત, કયાંક વિસ્તૃત તેજ ભાવાર્થવાળી વ્યાખ્યા સર્વત્ર કરી છે. પરંતુ ‘એટલા જ દિવસનું પ્રાયશ્ચિત્ત' એવી વ્યાખ્યા કયાંય પણ કરી નથી. ટબ્બાની રચના પછી જ આવા અર્થની પરંપરા પડી ગઈ છે. જે પ્રાચીન પ્રમાણોના અભાવમાં ભ્રમમૂલક જ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org