________________
છેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ
૧૦૦
બીજ અને ફળનો ગર(માવા) સાથેનો સંબંધ – ફળમાં બીજ પૂર્ણ પરિપક્વ ન થયું હોય યા ફળ સ્વયં પૂર્ણ પરિપક્વ ન થયું હોય તો ફળનો માવો(ગર) પણ પૂર્ણ અચિત્ત કહી શકાતો નથી. ફળના પૂર્ણ પરિપક્વ થયા પછી તેના ડીંટીયામાં અને બીજમાં જીવ રહે છે. શેષ ગર(માવા) વિભાગ અચિત્ત થઈ જાય છે. જો ફળ માં બીજનો વિકાસ થયો ન હોય અથવા બીજ પૂરું પરિપક્વ થયું ન હોય તો તેનો ગર(માવો) સચિત્ત કે મિશ્ર હોય છે. શસ્ત્ર પરિણત થવા પર જ તે અચિત્ત થઈ શકે છે, તેની પહેલા તે અચિત્ત થતું નથી. ત્રણ યોનિ:- પન્નવણા સૂત્રના યોનિપદ ૯ માં વનસ્પતિની સચિત્ત, અચિત્ત મિશ્ર ત્રણ યોનિ બતાવી છે. તેથી પૂર્ણ અચિત્ત બીજ પણ ઉગી શકે છે. આ આગમ પ્રમાણથી પણ ઉગવાની અને સચિત્ત હોવાની સાથે અવિનાભાવ સંબંધ કરી શકાતો નથી. પરંતુ એ સ્પષ્ટ થાય છે કે વનસ્પતિ સચિત્ત અચિત્ત બીજોથી પણ ઉગી શકે છે અને સંમૂર્છાિમ અર્થાત્ બીજ વિના પણ ઉગે છે. વૃક્ષોના બે વિભાગ:- પન્નવણા પદપ્રથમમાં વૃક્ષોના બે વિભાગ કર્યા છે. જે તેઓના ફળની અપેક્ષાએથી કર્યા છે. જેમ કે એક બીજ(ગોટલી)વાળા અને અનેક બીજવાળા, પરંતુ ત્યાં ત્રીજો "અબીયા" ભેદકર્યો નથી. તેથી કોઈ પણ પૂર્ણવિકસિત ફળને અબીજ કહેવું ઉચિત નથી. બીજનું અસ્તિવઃ- કેળા, અંગુર(દ્રાક્ષ) આદિનો સમાવેશ બહુબીયામાં થાય છે. તેઓને પૂર્ણ વિકસિત અવસ્થામાં પણ બીજ રહિત માનવું તે યોગ્ય નથી. બીજ અથવા ફળને પૂર્ણ વિકસિત અવસ્થા પહેલા જ જો તોડી લેવામાં આવે તો એવા ફળનો અંદરનો ગર વિભાગ તો સચેત જ હોય છે અને પુરેપુરું શસ્ત્ર પરિણત થયા વગર અચેત થઈ શકતું નથી તથા તેમાં સુકાવા સુધી પણ બીજના અલગ રંગમાં અલગ અસ્તિત્વ હોતું નથી. ફળની વિકસિત અવસ્થામાં જ બીજનું અલગ સ્વતંત્ર અસ્તિત્વ, વર્ણ આદિની અપેક્ષા જુદું હોય છે.
ભગવતી શતક–૭, ઉદ્દેશક-૩માં બતાવ્યું છે કે બીજ ફળથી પ્રતિબદ્ધ રહે છે. અર્થાત્ ફળની વચમાં બીજ હોય છે. તેથી કોઈ પણ પૂર્ણ વિકસિત ફળને બીજ રહિત માનવું યોગ્ય નથી. એ કહેવું ઉચિત હશે કે કોઈ પણ પૂર્ણ વિકસિત ફળ બીજ વિનાનું હોતું નથી. પ્રત્યેક વિકસિત ફળમાં બીજ હોય જ છે, ભલે ને તે સૂક્ષ્મ હોય કે સ્કૂલ, તેનું પોતાના ફળના ગરથી સ્વતંત્ર અસ્તિત્વ વર્ણ સ્પર્શની અપેક્ષાએ પણ હોય છે. - વર્ણ સ્પર્શની અપેક્ષા બીજની સ્વતંત્ર નહિ દેખાવાની અવસ્થા માનવી અને સાથે ફળને પણ પૂર્ણ પરિપક્વ માનવું, તેના સંપૂર્ણ ગરને અચિત્ત અવસ્થામાં માની લેવો ઇત્યાદિ મનઃ કલ્પિત અપ્રમાણિક ધારણાઓ છે, કારણ કે બીજ થયા વગરના ફળને પાકું ફળ કહી શકાતું નથી. આગમમાં પણ બીજ વિનાના ફળવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org