________________
૧૦૨
છેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ
૧૦૨ કોઈપણ પક્વ ફળ બીજ વિનાનું હોતું નથી– ભગવતી સૂત્ર શ. ૭ ઉ.૩. સાર:૧. પરિપકવ ફળ બીજ વિનાના હોતા નથી. ૨. કાચા ફળ બીજ રહિત હોય તો તે ફળ સ્વયં સચિત્ત હોય છે. ૩. બીજ વિનાના ફળની ત્રીજી જાતિ માનવી આગમ વિપરીત છે કારણ કે એક ગોટલીવાળા અને અનેક બીજવાળા ફળ; આ બે જ જાતિ છે. ૪. વનસ્પતિની ત્રણ યોનિ હોય છે અર્થાત્ ઉગનારા પદાર્થ સચિત્ત, અચિત્ત તથા મિશ્ર ત્રણ પ્રકારના હોય છે. ૫. અપરિપક્વ બીજ ઉગતા નથી તો પણ સચિત્ત તો છે જ. . વનસ્પતિના દસ વિભાગમાં ઉગનારા વિભાગ થોડા છે, પરંતુ સચિત્ત તો બધા જ છે. ઇતિ શુભમુ.
B | પરિશિષ્ટ-રઃ ફ્લેશ ઉત્પત્તિ અને તેની ઉપશાંતિ | ક્લ [ઉદ્દેશક–૧ઃ સૂત્ર-૩૪] જો કે સાધુ આત્મસાધનાને માટે સંયમ સ્વીકાર કરી પ્રતિક્ષણ સ્વાધ્યાય, ધ્યાન આદિ સંયમ ક્રિયાઓમાં અપ્રમત ભાવથી વિચરણ કરે છે તથાપિ શરીર, આહાર, શિષ્ય, ગુરુ, વસ્ત્ર, પાત્ર આદિ કષાયનાનિમિત્ત બની જાય છે કારણ કેઃ ૧. પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ, ક્ષયપક્ષમ, વિવેક ભિન્ન-ભિન્ન હોય છે. ૨. ક્રોધ-માન આદિ કષાયોની ઉપશાંતિ પણ બધાની અલગ-અલગ હોય છે. ૩. પરિગ્રહત્યાગી હોવાછતાં દ્રવ્યો અને ક્ષેત્રોના પ્રત્યે અમમત્વભાવમાં ભિન્નતા રહે છે. ૪. વિનય, સરલતા, ક્ષમા, શાંતિ આદિ ગુણોના વિકાસમાં બધાને એક સમાન સફળતા મળતી નથી. ૫. અનુશાસન કરવામાં અને અનુશાસન પાળવામાં પણ બધાની શાંતિ બરાબર રહેતી નથી. ૬. ભાષા પ્રયોગનો વિવેક પણ પ્રત્યેકનો ભિન્ન-ભિન્ન હોય છે. ઇત્યાદિ કારણોથી સાધનાની અપૂર્ણ અવસ્થામાં પ્રમાદવશ ઉદયભાવથી ભિક્ષુઓ-ભિક્ષુઓ વચ્ચે પરસ્પર કયારેક પણ કષાય કે કલેશ ઉત્પન્ન થઈ જાય છે.
ભાષ્યકારે કલહ ઉત્પત્તિના નિમિત્ત કારણ આ પ્રમાણે બતાવ્યા છે. (૧) શિષ્યોને માટે (૨) ઉપકરણોને માટે (૩) કટુ વચનના ઉચ્ચારણથી (૪) ભૂલ સુધારવાની પ્રેરણા કરવાના નિમિત્તથી (૫) પરસ્પર સંયમ નિરપેક્ષ ચર્ચા વાર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org