________________
છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ
બહુ બીજવાળા ફળ :અથવા સેકંડો બીજ હોય છે.
૯૮
કોઈ ફળમાં ૪-૫, કોઈમાં ૮-૧૦ કોઈમાં ૫૦-૧૦૮
કોઈમાં ખસખસથી પણ નાના બીજ હોય છે અને કોઈમાં, ઘણા મોટા હોય છે. કોઈમાં કાળા, કોઈમાં કત્ચાઈ અને કોઈમાં પીળા રંગના બીજ હોય છે અને કોઈ સફેદ રંગના પણ દેખાય છે.
એમાં જે બીજ કઠોરતા યુક્ત થઈ જાય છે, તેઓ પરિપક્વ અને એક જીવી હોય છે અને સહજ ફળના ગરથી અલગ થઈ જાય છે. જે કઠોર હોતા નથી અને જે સફેદ કોમળ નાના કે થોડા મોટા બીજ હોય છે, તે અપરિપક્વ અને સંખ્યાત તથ અસંખ્યાત જીવી હોય છે અને ફળના(માવા) ગરમાંથી સહજ નીકળતા નથી.
કોઈ ફળોમાં બધા પરિપક્વ બીજ રહે છે અને કોઈફળોમાં પરિપક્વ અને અપરિપક્વ(સફેદ કે નરમ) બંને પ્રકારના બીજ રહે છે.
એટલા માટે બીજ, છાલ ને ડીંટીયાના કારણે ફળની અચિત્તતા નિર્વિવાદ રહેતી નથી. બધી અપેક્ષાએ વિચારણા કરવાથી જ તેની અચિત્તતાનો નિર્ણય થાય છે.
વનસ્પતિનો ઉત્પાદક જીવ ઃ— વૃક્ષની ઉત્પત્તિનું મૂળ કારણ હોવાથી અંતિમ દસમા વિભાગને બીજ કહેવાય છે. કોઈ-કોઈ વનસ્પતિની ઉત્પત્તિમાં બીજ સિવાય અન્ય વિભાગ પણ કારણ બને છે. તેથી તેઓને પણ આગમમાં માત્ર બીજ કહીને બીજ શબ્દની સાથે સૂચિત કર્યુ છે. જેમ કે– અગ્બીયા, મૂલબીયા પોરબીયા, મંદબીયા વનસ્પતિઓ
વનસ્પતિના આ સ્થાન બીજ રૂપ નહિ હોવા છતાં પણ અર્થાત્ સ્કંદ, મૂળ પર્વ હોવા છતાં બીજનું કાર્ય(વૃક્ષ ઉત્પત્તિરૂપ કાર્ય) કરનારા છે. આ ચાર પ્રકારની વનસ્પતિઓના ફળ અને બીજ સ્વતંત્ર પણ હોઈ શકે છે. તથાપિ તેઓના અ વિભાગ બીજનું કાર્ય કરનારા હોવાથી બીજ રૂપ કહેવાય છે. એટલે કોઈ વૃક્ષ કલમ કરવાથી લાગે છે. તથાપિ બધી વનસ્પતિઓ પોતાના બીજથી તો ઊગે જ છે, એમાં કોઈ સંદેહ નથી.
સાધારણપણે ઉગવાવાળો વિભાગ બીજ છે અને કોઈ-કોઈ વનસ્પતિ સ્કંદ પર્વ આદિથી ઉગે છે. સ્કંધ પર્વ આદિ તો સુકાઈ ગયા પછી ન ઉગે. તેથી તે ચિત્ત લીલી અવસ્થામાં જ ઉગે છે, પરંતુ બીજ વિભાગ પાકી ગયા પછી કે સુકાઈ ગય પછી જ ઉગે છે, લીલા હોય ત્યારે ઉગતાં નથી.
-
બીજોનો સચિત્ત રહેવાનો કાળ(ઉંમર) :– ઠાણાંગ સૂત્ર અને ભગવતી સૂત્રમ ધાન્યોની ઉંમર ૩ વર્ષ, દ્વિદલોની ૫ વર્ષ અને શેષ અન્ય બીજોની ૭ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. ત્રણ પ્રકારની સ્થિતિઓમાં સમસ્ત વનસ્પતિના બીજોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org