________________
છેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ
વિભાગોમાં જીવોની સંખ્યા :- તે દશ વિભાગોમાં પણ પ્રારંભિક કાચી અવસ્થામાં અમુક-અમુક લક્ષણ મળી જાય તો તે દસે વિભાગ મૂળથી લઈને બીજ પર્યંતમાં અનંત જીવ હોય શકે છે અને ત્યારપછી લક્ષણ પરિવર્તન થતાં અનંત જીવ રહેતા નથી.
CS
બટેટા આદિ જે પદાર્થો સાધારણ વનસ્પતિ છે, તેના પણ મૂળ કંદ યાવત્ બીજ પર્યંત ૧૦ વિભાગ હોય છે. તેમાં સૂચિત કરેલા નામથી જે કંદ કે મૂળ વિભાગ છે, તે તો અચિત્ત ન થાય ત્યાં સુધી અનંતકાય(અનંત જીવ) જ રહે છે, એવું સમજવું જોઈએ અને શેષ ૮ વિભાગ(બીજ પર્યંત)માં સૂત્ર કથિત લક્ષણ મળતા રહે ત્યાં સુધી તે અનંતકાય રહી શકે છે. જ્યારે લક્ષણ ન મળે તો તે વિભાગ અનંત કાય નથી રહેતા, પ્રત્યેક કાય થઈ જાય છે.
આ પ્રકારે સાધારણ વનસ્પતિના કંદ કે મૂળ સિવાયના વિભાગ પ્રત્યેક કાય થઈ શકે છે અને પ્રત્યેક વનસ્પતિના દસ વિભાગમાં કાચી પ્રારંભિક અવસ્થામાં અનંત જીવ પણ રહી શકે છે.(અનંત કાયના લક્ષણ માટે જુઓ સારાંશખંડ–૮, પરિશિષ્ટ વિભાગ પૃષ્ટ ૭૩-૭૪.)
વૃક્ષોમાં જીવ સંખ્યા ઃ– અનંતકાયના લક્ષણોના અભાવમાં પ્રત્યેક વનસ્પતિકાય મૂળ કન્દ આદિ દસ વિભાગ યુક્ત સંપૂર્ણ વૃક્ષ અસંખ્યજીવવાળા કે સંખ્યાત જીવવાળા એમ બે પ્રકારના હોય છે તથા તેના મૂળ કન્દ યાવત્ બીજ પર્યંતનો વિભાગ અસંખ્યાત કે સંખ્યાત અથવા એક જીવી પણ હોય છે અને કોઈ વિભાગ નિર્જીવ પણ થઈ જાય છે.
વૃક્ષનો મુખ્ય જીવ ઃ– – વૃક્ષનો મુખ્ય જીવ એક સ્વતંત્ર હોય છે. જેના આત્મ પ્રદેશ વૃક્ષના દસે વિભાગો સુધી રહે છે. આખા વૃક્ષની અવગાહના તેની અવગાહના કહેવાય છે. તે જીવનું આયુષ્ય સમાપ્ત થઈ જવા પર ‘પઉટ્ટપરિહાર’ ન હોય તો આખું વૃક્ષ ધીરે-ધીરે સુકાઈને ઠૂંઠું બની જાય છે. જો મુખ્ય જીવના મરણ પછી પટ્ટરિહાર થઈ જાય અર્થાત્ બીજો જીવ આવીને કે તે જ જીવ પુનઃ આવીને મુખ્ય જીવ પણે ઉત્પન્ન થઈ જાય તો વૃક્ષની સ્થિતિ નવા આવેલા જીવની ઉંમર સુધી રહે છે અને તે નવા આવેલ જીવની પર્યાપ્ત થતાં જ પૂર્ણ વૃક્ષની અવગાહના જેવડી અવગાહના થઈ જાય છે.
વિભાગોના મુખ્ય જીવ ઃ- વૃક્ષના દસ વિભાગોમાં મુખ્ય જીવ અલગ-અલગ હોય છે. ‘પત્ર’ વિભાગમાં મુખ્ય જીવ એક જ હોય છે. શેષ ૯ વિભાગોમાં મુખ્ય જીવ એક કે અનેક કે અસંખ્ય પણ હોઈ શકે છે.
વિભાગોના મુખ્ય જીવોના આશ્રયે રહેલા જીવો ઃ– આ બધા મુખ્ય જીવોના આશ્રયે અમુક લક્ષણ અવસ્થાઓમાં અનંત, અસંખ્ય કે સંખ્ય જીવ પણ રહી શકે છે. અર્થાત્ અનંતકાયના લક્ષણ હોય ત્યાં સુધી અનંત જીવો, પૂર્ણ કાચી અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org