________________
૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
સમાવેશ થઈ જાય છે અર્થાત્ ૭ વર્ષથી અધિક કોઈપણ બીજ સજીવ રહેતા નથી. તેઓની આ સ્થિતિ વૃક્ષ પર તો બહુ અલ્પ વીતે છે. પરંતુ વૃક્ષથી અલગ થયા પછી અને સુકાયા પછી વધુ વીતે છે. આવી રીતે દસ વિભાગમાંથી આ બીજ વિભાગ જ એવો છે જે સુકાઈ જવા છતાં વર્ષો સુધી સચિત્ત રહે છે અને ઉગવાની શક્તિ ધારણ કરી રાખે છે. વિકસિત અને પરિપકવ અવસ્થા – ફળ અને બીજનો પહેલા પૂર્ણ વિકાસ થાય છે. પૂર્ણ વિકાસ પછી તેમાં પરિપક્વ અવસ્થા આવે છે.
જ્યારે ફળની પૂર્ણવિકસિત અવસ્થા થઈ જાય છે ત્યારે બીજની પણ પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે અને ફળના પરિપક્વ થવાની સાથે કોઈ બીજ પણ પરિપક્વ થવા લાગે છે. કેટલાક ફળો વૃક્ષ પર જ પરિપક્વ થયા પછી તોડવામાં આવે છે અને કોઈ ફળ પૂર્ણ પરિપક્વ થયા પહેલાં જ તોડીને બીજા પ્રયોગથી પૂર્ણ પરિપકવ બનાવાય છે. વૃક્ષ પર પૂર્ણ પરિપક્વ બનનારા ફળોના બીજમાં તો ઉગવાની યોગ્યતા બની જ જાય છે. પરંતુ અન્ય પ્રયોગથી પરિપકવ બનાવાએલા કેટલાક ફળોના બીજ પરિપક્વ બને છે અને કોઈ ફળોના બીજ પરિપક્વ બનતા નથી તથા અનેક બીજવાળા એક ફળમાં પણ કોઈ બીજ પરિપક્વ થાય છે, કોઈ બીજ પરિપક્વ થતા નથી. ઉત્પાદક(ઉગવાની) શક્તિ – વૃક્ષ પર કે પછી જે બીજ પૂર્ણ પરિપક્વ બનતું નથી, તેમાં પૂર્ણ વિકસિત અવસ્થા હોવા છતાં પણ ઉગવાની યોગ્યતા આવતી નથી. જે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે તે જ ઉગી શકે છે.
- ફળની પૂર્ણવિકસિત અવસ્થા થવા પર બીજની પણ પૂર્ણવિકસિત અવસ્થા થઈ જાય છે. તે લાંબી સ્થિતિ સુધી સચિત્ત રહી શકે છે, પરંતુ ઉગવાની યોગ્યતા તો પૂર્ણ પરિપકવ થવા પર જ થાય છે.
તેથી કોઈ બીજમાં ઉગવાની યોગ્યતા રહે છે ને કોઈ બીજમાં રહેતી નથી. જેમાં ઉગવાની યોગ્યતા છે તે ૩-૫-૭ વર્ષની સ્થિતિ સમાપ્ત થવા પર અચિત્ત થઈ જવા છતાં પણ ઉગી શકે છે.
તેથી ફળની પૂર્ણ વિકસિત અવસ્થાનું પૂર્ણ વિકસિત બીજ પોતાની સ્થિતિ પર્યત સચિત્ત રહી શકે છે અને ફળની પૂર્ણ પરિપક્વ અવસ્થાનું પૂર્ણ પરિપક્વ બીજ પોતાની સ્થિતિ પર્યત તથા તેના પછી તે અચિત્ત થઈ જવા પર પણ અખંડ રહે ત્યાં સુધી ઉગી શકે છે. - તેથી એમ સમજવું જોઈએ કે ઉગવાના લક્ષણ જુદા છે અને સચિત્ત હોવાના લક્ષણ જુદા છે. બંનેને કંઈક તો સંબંધ છે પણ અવિનાભાવ સંબંધ કરી શકાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org