________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૧. સાધુ સાધ્વીએ વર્ષાવાસના એક મહિનો વીસ દિવસ વીત્યા પછી અર્થાત્ ભાદરવા શુદ પાંચમના પર્યુષણા(સંવત્સરી) કરવી જોઈએ.(અહીં વ્યાખ્યાકારોએ પચાસ પૃષ્ટ જેટલી વ્યાખ્યામાં કયાંય ભગવાન મહાવીરનું નામ બતાવ્યું નથી પરંતુ સાધુ-સાધ્વીના નામથી જ આ સૂત્રની વ્યાખ્યા કરી છે.)
SC
૨. સાધુ સાધ્વી જે મકાનમાં નિવાસ કરે ત્યાંથી તેઓએ દરેક દિશામાં અર્ધા ગાઉ સહિત અડધા યોજનથી આગળ ન જવું જોઈએ.
૩. ચાતુર્માસમાં સાધુ-સાધ્વીજીવોએ વિગયનું સેવન કરવું ન જોઈએ. રોગાદિ કારણે વિગયનું સેવન કરવું પડે તો આચાર્યાદિની આજ્ઞા લઈને કરવું જોઈએ. ૪. વર્ષાવાસમાં સાધુ-સાધ્વીને શય્યા સંસ્તારક ગ્રહણ કરવું કલ્પે છે. અર્થાત્ જીવ રક્ષા હેતુ આવશ્યક સમજવું જોઈએ.
૫. વર્ષાવાસમાં સાધુ-સાધ્વીને ત્રણ માત્રક ગ્રહણ કરવાનું ક૨ે છે. જેમ કે– (૧) ઉચ્ચાર(વડીનીતનું) માત્રક, (૨) પ્રશ્રવણ માત્રક, (૩) ખેલ-કફ માત્રક.
૬. સાધુ-સાધ્વીઓએ પર્યુષણ પછી ગાયના રોમ જેટલા વાળ રાખવા કલ્પતા નથી અર્થાત્ ગાયના રોમ જેટલા વાળ હોય તોપણ સંવત્સરી પહેલાં લોચ કરવો જરૂરી છે.
૭. સાધુ-સાધ્વીએ ચાતુર્માસમાં પૂર્વભાવિત શ્રદ્ધાવાન સિવાય કોઈને પણ દીક્ષા દેવી કલ્પતી નથી.
૮. ચાતુર્માસમાં સાધુ-સાધ્વીઓએ સમિતિ ગુપ્તિની વિશેષ રૂપથી સાવધાની રાખવી જોઈએ.
૯. સાધુ-સાધ્વીઓએ પર્યુષણ પછી કોઈ પણ પૂર્વ કલેશ(કષાય)ને અનુપશાંત રાખવો કલ્પતો નથી.
૧૦. સાધુ-સાધ્વીઓએ આખા વર્ષના બધા પ્રાયશ્ચિત્ત તપોને ચાતુર્માસ દરમ્યાન (પૂરા) કરી લેવા જોઈએ.
નિર્યુક્તિની રમી ગાથામાં કહ્યું છે કે તીર્થંકર અને ગણધરોની સ્થવિરાવલી ૨૪મા તીર્થંકરના શાસનમાં કહેવાય છે. ત્યાર પછી શેષ(૬૩થી ૬૭) પાંચ ગાથાઓમાં અલ્પ વર્ષામાં ગોચરી જવાનું વિધાન કર્યું છે.
ઉપલબ્ધ પર્યુષણ કલ્પસૂત્રમાં તો તીર્થંકર, ગણધર અને સ્થવિરોનું વર્ણન પહેલા છે અને તેના પછી સમાચારીનું વર્ણન છે. પરંતુ નિર્યુક્તિમાં સમાચારીના પ્રાયશ્ચિત્તોનું વિધાન કરનારી ઉપસંહાર ગાથા પછી તેનું કથન છે. તેથી તેનું કોઈ મહત્ત્વ નથી પરંતુ આવુ કથન અનેક આશંકાઓનો સર્જક પણ છે, અર્થાત્ પોતાના આગ્રહની સિદ્ધિ માટે કોઈએ આ ગાથા રચીને જોડી દીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org