________________
છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ
આવે છે. (૧) અતિ તીવ્ર દ્વેષ (૨) અતિ(તીવ્ર) પ્રમાદ (૩) સાધુ-સાધુ પરસ્પર કુશીલ સેવન.
૯૦
સૂત્ર-૩ : ત્રણ પ્રકારના દોષ સેવન કરવાથી અનવસ્થાપ્ય નામનું નવમું પ્રાયશ્ચિત્ત આવે છે. (૧) સાધર્મિકની ચોરી (૨) અન્યધર્મિની ચોરી(૩) મારપીટ હિંસા આદિ. સૂત્ર-૪-૯ઃ ત્રણ પ્રકારના નપુંસકોને દીક્ષિત, મુંડિત કે ઉપસ્થાપિત કરવા કલ્પતા નથી. (૧) કૃત યા સ્વાભાવિક નપુંસક (૨) વાત પ્રકોપથી વેદ ધારણ ન કરી શકનારા (૩) ચિંતન માત્રથી વીર્યનું સ્ખલન થવાવાળા.
સૂત્ર-૧૦-૧૧ : ત્રણ ગુણવાળાને વાચના આપવી– (૧) વિનયવંત (૨) અલ્પકષાયી (૩) વિગયમુક્ત. ત્રણ અવગુણવાળાને વાચના ન દેવી– (૧) અવિનીત (૨) દીર્ઘકષાયી (૩) વિગયાસક્ત,
સૂત્ર-૧૨-૧૩ : ત્રણ પ્રકારની વ્યક્તિઓને સમજાવવી કઠિન છે અને ત્રણ પ્રકારની વ્યક્તિઓને સમજાવવી સરલ છે– (૧) કલુષિત હૃદયી (૨) મૂર્ખ (૩) દુરાગ્રહીકૃતઘ્ની. પ્રતિપક્ષે- (૧) પવિત્ર હૃદયી (૨) બુદ્ધિમાન (૩) સરલ, નમ્ર પરિણામી. સૂત્ર-૧૪-૧૫ : વિશેષ પરિસ્થિતિમાં સેવા કરનારા સ્ત્રી પુરુષના સ્પર્શાદિથી સાધુ-સાધ્વી મૈથુન સેવનના સંકલ્પ યુક્ત સુખનો અનુભવ કરે તો તેને ચોથા વ્રતનો ભંગ રૂપે ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
સૂત્ર-૧૬ : પહેલા પહોરમાં ગ્રહણ કરેલા આહાર-પાણી ચોથા પ્રહર સુધી ન
રાખવા.
સૂત્ર-૧૭ : બે ગાઉ ઉપરાંત આહાર પાણી ન લઈ જવા.
સૂત્ર-૧૮ : અનાભોગથી ગ્રહણ કરેલ અનેષણીય આહારાદિ ન ખાવા, પરંતુ અનુપસ્થાપિત(વડી દીક્ષા પહેલાં) નવદીક્ષિત સાધુ ખાઈ શકે છે.
સૂત્ર-૧૯ : પ્રથમ અને અંતિમ તીર્થંકરના સાધુઓને ઔદેશિક આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી, અન્ય તીર્થંકરના સાધુઓને કલ્પે છે.
સૂત્ર-૨૦-૨૮ : અધ્યયન કરવા માટે, ગણ પરિવર્તન માટે અને અધ્યયન કરાવવા માટે અન્ય ગણમાં જવાનું થાય તો આચાર્યની આજ્ઞા લઈને સૂત્રોક્ત વિધિથી કોઈ પણ સાધુ કે પદવીધર જઈ શકે છે.
સૂત્ર-૨૯ : કાળધર્મ પામેલા સાધુને તેના સાધર્મિક સાધુ ગૃહસ્થ પાસેથી પ્રતિહારક ઉપકરણ, લઈને ગામની બહાર એકાંતમાં લઈ જઈને પરઠી શકે છે.
સૂત્ર-૩૦ઃ ક્લેશને ઉપશાંત કર્યા વગર સાધુએ ગોચરી જવું જોઈએ નહિ. કલેશને ઉપશાંત કરીને યથોચિત પ્રાયશ્ચિત્ત દેવું અને લેવું જોઈએ. આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત દેવું પણ નહિ અને કોઈ આપે તો લેવું પણ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org