________________
૯૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
છઠ્ઠા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧ : સાધુ-સાધ્વીજીએ છ પ્રકારના અકલ્પનીય વચન ન બોલવા જોઈએ (૧) અસત્ય (૨) હીલિત (૩) પ્રિંસીત (૪) કઠોર વચન (પ) ગૃહસ્થના સંબોધન (૬) ક્લેશ ઉત્પાદક વચન.
સૂત્ર-૨ ઃ કોઈપણ સાધુ પર અસત્ય આરોપ ન લગાવવો જોઈએ કારણ કે પ્રમાણના અભાવમાં સ્વયંને જ પ્રાયશ્ચિત્તના પાત્ર બનવું પડે છે.
સૂત્ર-૩-૬ : પરિસ્થિતિવશ સાધુ-સાધ્વી એક બીજાના પગમાંથી કાંટો કાઢી શકે છે અને આંખમાં પડેલ રજ આદિ પણ કાઢી શકે છે.
સૂત્ર-૭-૧૮ : સૂત્રોક્ત વિશેષ પરિસ્થિતિઓમાં સાધુ કોઈપણ સાધ્વીને સહારો દઈ શકે છે અને પરિચર્યા પણ કરી શકે છે. જેમ કે ઉન્મત્ત, પાગલ, ભયાક્રાંત, અશાંતચિત્તાદિ.
સૂત્ર-૧૯ : સાધુ-સાધ્વી સંયમ નાશક છ દોષોને જાણીને તેનો પરિત્યાગ કરે. (૧) અસ્થિર કાય રાખવી (૨) ચક્ષુ લોલુપ હોવું (૩) વાચાલ હોવું (૪) તણતણાટ કરવો (૫) ઇચ્છાઓને આધીન થવું () નિદાનકારી થવું.
સૂત્ર-૨૦ : સંયમ પાલન કરનારાઓને વિવિધ સાધનાની અપેક્ષાથી છ પ્રકારની આચાર મર્યાદા હોય છે. સ્થવિરકલ્પ, જિનકલ્પ, પરિહારવિશુદ્ધ કલ્પ આદિ. નોંધ :- અહીં સંક્ષિપ્ત સૂત્ર સાર આપ્યા છે. વિસ્તાર માટે, વિવેચન સહિત આગમ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટના છે, તેનો સ્વાધ્યાય કરવો જોઈએ.
॥ બૃહત્કલ્પ સૂત્ર સારાશ સંપૂર્ણ
કોઈપણ સ્વાઘ્યાયી-પાઠક દોષ દષ્ટિ કે દ્વેષ દૃષ્ટિ અથવા ઇર્ષ્યા દષ્ટિ રાખીને આ પુસ્તકનું અધ્યયન કરશે તો એ કર્મબંધ માટે થશે જ્યારે સ્વાધ્યાય તો માત્ર એકાંત નિર્જરાના ઉદ્દેશ્યથી જ કરાય છે.
છેદ સૂત્રો છપાવા નહીં કે છેદ સૂત્રો વાંચવા નહી, એવું રટણ પણ કરતા રહેવું, પ્રરૂપણા પણ કરતા રહેવું અને આ છેદ સૂત્રનું સારાંશ પુસ્તક પણ વાંચી જાવું; એવી દુદરી નીતિ ક્યારે ય રાખવી નહીં.
ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org