________________
૯૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
00
સૂત્ર-૩૧ : આચાર્ય પરિહાર તપ વહન કરનારાને સાથે લઈ જઈને એક દિવસ ગોચરી અપાવે. ત્યારપછી આવશ્યક હોય તો જ વૈયાવૃત્ય આદિ કરાવી શકે છે. સૂત્ર-૩૨ : વધુ પ્રવાહવાળી નદીઓને એક માસમાં એક વારથી વધુ વાર પાર ન કરવી જોઈએ પરંતુ જંઘાર્ધ પ્રમાણ(ઘૂંટણથી નીચે) જલ પ્રવાહવાળી નદીને સૂત્રોક્ત વિધિથી એક માસમાં અનેક વાર પણ પાર કરી શકાય છે.
સૂત્ર-૩૩-૩૬ : ઘાસના બનેલા મકાનોની ઊંચાઈ ઓછી હોય તો ત્યાં રહેવું ન જોઈએ. પરંતુ અધિક ઊંચાઈ હોય તો રહી શકાય અને ચાતુર્માસ પણ કરી શકાય. પાંચમા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧-૪ : દેવ કે દેવી જો સ્ત્રી અથવા પુરુષનું રૂપ બનાવી સાધુ-સાધ્વીને આલિંગન આદિ કરે ત્યારે તે તેના સ્પર્શ આદિથી મૈથુન ભાવનો અનુભવ કરે તો તેઓને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
સૂત્ર-૫ ઃ અન્ય ગણમાંથી કોઈ સાધુ ક્લેશ કરીને આવે તો તેને સમજાવીને શાંત કરવો અને પાંચ દિવસ આદિનો દીક્ષા છેદ પ્રાયશ્ચિત્ત આપીને ફરીથી તેના ગણમાં પાછો મોકલવો.
સૂત્ર-૬-૯ : જો આહાર ગ્રહણ કર્યા પછી કે ખાતી વખતે એમ જણાય કે સૂર્યાસ્ત થઈ ગયો છે કે સૂર્યોદય થયો નથી તો તે આહારને પરઠી દેવો જોઈએ. જો ખાય તો તેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
સૂત્ર-૧૦ : રાત્રીના સમયે ઓડકાર આવતા જો ખાધાંશ પાછું મુખમાં આવે તો તેને ગળા નીચે ઉતારી ન જવું, પરંતુ મુખમાંથી બહાર કાઢી પરઠી દેવું જોઈએ. સૂત્ર-૧૧ઃ ગોચરી કરતી વખતે કયારેક આહારમાં સચિત્ત બીજ, રજ કે ત્રસ જીવ દેખાય તો તેને સાવધાનીપૂર્વક કાઢી નાખવું જોઈએ. જો નીકળી શકે તેમ ન હોય તો તેટલો સંસક્ત આહાર પરઠી દેવો જોઈએ.
ન
સૂત્ર-૧૨ ઃ ગોચરી કરતી વખતે કયારેક આહારમાં સચિત્ત જલનું ટીપું આદિ પડી જાય તો ગરમ આહાર હોય તો ખાઈ શકાય છે અને ઠંડો આહાર હોય તો પરઠી દેવો જોઈએ.[જો થોડા સમય પછી અચિત્ત થવાની સંભાવના હોય તો અચિત્ત થયા પછી ખાઈ શકાય છે.
સૂત્ર-૧૩-૧૪ ઃ રાત્રિમાં મળમૂત્ર ત્યાગ કરતી નિગ્રંથી(સાધ્વીજીના)ના ગુપ્તાંગોને કોઈ નાનો પશુ(ઉંદર વગેરે) કે પક્ષી(ચકલી શિશુ આદિ) સ્પર્શ કરે અથવા તેમાં અવગાહન કરે અને સાધ્વીજી મૈથુન ભાવથી તેનું અનુમોદન કરે તો તેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
સૂત્ર-૧૫-૧૭ : સાધ્વીજીએ ગોચરી, સ્પંડિલ કે સ્વાધ્યાય આદિ માટે એકલા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org