________________
c
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
શિયાળામાં અને ગ્રીષ્મ ઋતુમાં તેઓ વસ્ત્ર લઈ શકે છે.
સૂત્ર-૧૮-૨૦ : સ્વસ્થ સાધુ-સાધ્વીએ આવશ્યક હોવા પર વસ્ત્ર અને શય્યાસંસ્તારક દીક્ષા પર્યાયના અનુક્રમથી ગ્રહણ કરવા જોઈએ અને વંદના પણ દીક્ષા પર્યાયના ક્રમથી કરવી જોઈએ.
સૂત્ર-૨૧-૨૩ઃ સ્વસ્થ સાધુ-સાધ્વીએ ગૃહસ્થના ઘરે બેસવું આદિ સૂત્રોક્ત નિષિદ્ધ કાર્યો કરવા ન જોઈએ તથા ત્યાં અમર્યાદિત વાર્તાલાપ તથા ઉપદેશ પણ ન દેવો જોઈએ. કયારેક જરૂરત હોય તો ઊભા-ઊભા મર્યાદિત કથન કરી શકે છે. સૂત્ર-૨૪-૨૬ : ઃ શય્યાતર અને અન્ય ગૃહસ્થના શય્યા સંસ્તારક વિહાર કરવાની પહેલા અવશ્ય પાછા દેવા જોઈએ તથા જે અવસ્થામાં ગ્રહણ કર્યા હોય તેવા જ વ્યવસ્થિત કરીને પાછા આપવા જોઈએ.
સૂત્ર-૨૭ : શય્યા સંસ્તારક(પાટ, બાજોઠ આદિ) આદિ ખોવાઈ જાય તો તેની શોધ કરવી અને ન મળે તો તેના સ્વામીને ખોવાઈ ગયું છે, તેવી જાણ કરીને પછી બીજા શય્યા સંસ્તારક ગ્રહણ કરવા, જો શોધવાથી મલી જાય અને તેની જરૂરત ન હોય તો પાછા આપી દેવા.
સૂત્ર-૨૮-૩૨ : સાધુ-સાધ્વી ઉપાશ્રયમાં, શૂન્ય ઘરમાં કે માર્ગ આદિમાં કયાં ય પણ આજ્ઞા લઈને રહ્યા હોય અને તેના વિહાર કર્યા પહેલા જ કોઈ બીજા સાધુ વિહાર કરીને આવે તો તેઓ પૂર્વગ્રહિત(પહેલાં લીધેલી) આજ્ઞાથી ત્યાં રહી શકે છે નવી આજ્ઞા લેવાની જરૂરત નથી રહેતી. જો શૂન્ય રહેઠાણ કે માલિક રહિત ઘરનો કોઈ સ્વામી ક્યારે ય અચાનક પ્રગટ થઈ જાય તો ફરી તેની આજ્ઞા લેવી જરૂરી રહે છે.
સૂત્ર-૩૩ : ગ્રામાદિની બહાર સેનાનો પડાવ હોય ત્યાં સાધુ-સાધ્વી ભિક્ષા લેવા માટે અંદર જઈ શકે છે પરંતુ તેને ત્યાં રાત્રિ નિવાસ કરવો કલ્પતો નથી. રાત્રિ નિવાસ કરવાથી ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
સૂત્ર-૩૪ : સાધુ-સાધ્વી જે ઉપાશ્રયમાં ઉતર્યા હોય ત્યાંથી કોઈ પણ એક દિશામાં અઢી ગાઉ સુધી ગમનાગમન કરી શકે છે, તેનાથી વધુ નહિ. આહાર પાણી લઈ જવા હોય તો બે ગાઉ સુધી લઈ જઈ શકે છે. બે ગાઉ એટલે ૪૦૦૦ ધનુષ્ય અર્થાત્ લગભગ સાત કિલોમીટર.
ચોથા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧ : હસ્તકર્મ, મૈથુન સેવન અને રાત્રિ ભોજનનું અનુદ્ધાતિક એટલે ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે.
સૂત્ર-૨ ઃ ત્રણ પ્રકારના દોષ સેવન કરવા પર પારાંચિક નામનું દસમું પ્રાયશ્ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org