________________
૮૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
Iબીજા ઉદ્દેશકનો સારાંશ | હ | સૂત્ર-૧-૩: જે મકાનમાં અનાજ વેરાયેલું હોય તેમાં રહેવું ન જોઈએ. વ્યવસ્થિત રાશિકૃત ઢગલામાં રાખેલ હોય તો માસ કલ્પ અને તાળું લગાવેલું હોય તો ચાતુર્માસ પણ રહી શકાય છે. સૂત્ર૪-૭ઃ જે મકાનની સીમામાં મધના ઘડા અથવા અચિત શીત કે ઉષ્ણ પાણીના ઘડા ભરેલા પડ્યા હોય અથવા અગ્નિ કે દિપક આખી રાત્રિ બળતા હોય ત્યાં સાધુ-સાધ્વીઓએ રહેવું ન જોઈએ, પરંતુ અન્ય મકાનના અભાવમાં એક કે બે રાત્રિ રહી શકાય છે. સૂત્ર-૮-૧૦ઃ જે મકાનની સીમામાં ખાદ્ય પદાર્થના વાસણો જ્યાં-ત્યાં પડયા હોય તો ત્યાં ન રહેવું જોઈએ, પરંતુ એક બાજુ વ્યવસ્થિત રાખ્યા હોય તો માસ કલ્પ અને તાળું દીધેલ હોય તો ચાતુર્માસ પણ રહી શકાય છે. સૂત્ર-૧૧-૧૨ : ધર્મશાળામાં, અસુરક્ષિત સ્થાનોમાં અને ખુલ્લા આકાશમાં સાધ્વીજીઓએ રહેવું ન જોઈએ, સાધુ ત્યાં રહી શકે છે. સૂત્ર-૧૩ઃ મકાનનાં અનેક સ્વામી હોય તો એકની આજ્ઞા લઈને તેને શય્યાતર માનવા અને અન્યના ઘરેથી આહારાદિ ગ્રહણ કરવા. સૂત્ર-૧૪-૧૬ઃ શય્યાદાતા અને અન્ય લોકોનો આહાર કોઈ સ્થાન પર સંગ્રહિત કર્યો હોય, શય્યાતરના ઘરની સીમામાં હોય કે સીમાથી બહાર હોય, પરંતુ શય્યાતરનો આહાર અલગ રાખેલ હોય તેમાંથી ગ્રહણ કરવો કલ્પતો નથી, શધ્યાદાતાના ઘરની સીમાથી બહાર હોય અને અન્ય સંગ્રહિત કરેલા આહારમાં શય્યાતરનો આહાર મેળવી દીધો હોય તો તે આહારમાંથી ગ્રહણ કરી શકાય છે. સૂત્ર-૧૭-૧૮: સાધુ-સાધ્વીએ શય્યાદાતાના અલગ રાખેલ આહારને અન્ય આહારમાં મેળવી દેવા માટે કહેવું કલ્પતું નથી. એવું કરવાથી તેને ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૯-૨૨ઃ શય્યાદાતાને ત્યાં અન્યને ત્યાંથી આવેલ અને ગ્રહણ કરી લીધેલ આહાર તથા અન્યને ત્યાં મોકલાવેલ આહાર શય્યાતરની માલિકપણામાં હોય ત્યાં સુધી તે આહાર ગ્રહણ કરી શકાતો નથી. બીજા તે આહારને સ્વીકારી લે ત્યારે ગ્રહણ કરી શકાય છે. સૂત્ર-૨૩-૨૪: શય્યાતરના સ્વામિત્વયુક્ત આહારાદિ પદાર્થોમાં જ્યારે શય્યાતરનું સ્વામિત્વ સંપૂર્ણ આહારથી અલગ થઈ જાય ત્યારે શેષ વધેલા આહારમાંથી લેવું કહ્યું છે. શય્યાતરનો અંશયુક્ત આહાર અલગ ન કર્યો હોય તો તે કલ્પતું નથી. સૂત્ર-૨પ-૨૮: શય્યાદાતા દ્વારા પૂજ્ય પુરુષોને સર્વથા સમર્પિત કરેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org