________________
છેદશાસ્ત્ર ઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ
સમાન સીધું લાંબુ રાખે છે અને હાથ પગ અંતર રહિત રાખે છે.
એવી રીતે ઉક્ત બંને પડિમાઓનું બીજુ આસન ‘એક પાર્થાસન’ અને ‘લકુટાસન’ છે. આ બંને એક પડખા ભર સૂવાના છે. એમાં અંતર એ જ છે કે ‘એક પાર્થાસન’માં ભૂમિ પર એક પાર્શ્વભાગથી સૂવાનું હોય છે અને લકુટાસનમાં પડખાભર સૂઈને મસ્તક એક હથેળી પર ટેકવીને અને પગ પર પગ ચડાવીને સૂઇ રહેવાનું હોય છે. આ પ્રકારે લકુટાસનમાં મસ્તક અને એક પગ ભૂમિથી ઉપર રહે છે. જ્યારે એક પાર્શ્વસનમાં એક પડખે મસ્તકથી પગ સુધી આખું શરીર ભૂમિ પર સ્પર્શી રહે છે.
બંને પડિમાઓનું ત્રીજુ આસન ‘નિષધાસન’ અને ‘ઉત્કટુકાસન’ છે. આ બંને બેસવાના આસન છે. નિષધાસનમાં પલાંઠી લગાવીને પર્યંકાસનથી સુખ પૂર્વક બેસી શકાય છે અને ‘ઉત્કટ્કાસન’ માં બંને પગને સમતોલ રાખીને તેના આધારે સંપૂર્ણ શરીરથી બેસવાનું હોય છે. આ ઉત્કૃષ્ટ ગુરુવંદના (ખમાસમણા)નું આસન છે. દસમી પડિમાના ત્રણે આસનોની એ વિશેષતા છે કે તે ન બેસવાનાં કે ન સુવાનાં અને સીધા ઊભા રહેવાનાં પણ નથી, પરંતુ બેસવા અને ઊભા રહેવાની મધ્યની અવસ્થા છે.
ર
પ્રથમ ગોદુહાસનમાં આખા શરીરને બંને પગોના પંજા પર રાખવું પડે છે. તેમાં બંધા અને સાથળ આપસમાં મળેલા રહે છે અને બંને નિતંબ એડી(પેની) પર ટેકવેલા રહે છે.
બીજા વીરાસનમાં પણ આખું શરીર બંને પંજાના આધારે જ રાખવું પડે છે. પરંતુ તેમાં નિતંબ એડીથી કંઈક ઉપર રાખવા પડે છે તથા જંધા અને સાથળ પણ કંઈક દૂર રાખવા પડે છે. એવી રીતે ખુરશી પર બેઠેલ વ્યક્તિની નીચેથી ખુરશી લઈ લેવા પર જે આકારમાં તેની જે અવસ્થા થાય છે તેવો જ લગભગ આ આસનનો આકાર સમજવો જોઈએ.
ત્રીજુ આસન ‘આમ્રકુંજાસન’ છે. વિકલ્પથી તેનું અંતકૢાસન નામ અને તેની વ્યાખ્યા પણ ઉપલબ્ધ થાય છે. આ આસનમાં પણ આખું શરીર તો પગનાં પંજા પર રાખવું પડે છે. ઘૂંટણ કંઈક વાંકા રાખવા પડે છે. શેષ શરીરનો સંપૂર્ણ ભાગ સીધો રાખવો પડે છે. જેમ આમ્ર(કેરી) ઉપરથી ગોળ અને નીચેથી કંઈક વાંકી હોય છે, એવી રીતે આ આસન કરવામાં આવે છે.
કોઈપણ એક આસન ઉપર ૨૪ કલાક રહેવું કઠિન છે તો પણ દસમી પડિમાના ત્રણે આસન અત્યંત કઠિન છે. સામાન્ય વ્યક્તિને માટે તો આ આસનમાં એક કલાક રહેવું પણ અશક્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org