________________
૮૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
કારણ કે ખુલ્લા સ્થાનમાં નિરંતર સૂક્ષ્મ સ્નેહકાયની વૃષ્ટિ થાય છે એવું ભગવતી સૂત્ર શ–૧, ઉદ્દેશક–૬માં કહ્યું છે, તેથી તે શબ્દથી નદી, તળાવ આદિ જળાશય ન સમજવું. બૃહત્કલ્પસૂત્ર ઉ.૨ માં એવા સ્થાન માટે ભાવસિસિ શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્યાં એ બતાવ્યું છે કે સાધ્વીએ ખુલ્લા આકાશવાળા સ્થાનમાં કે વૃક્ષની નીચે આદિ અસુરક્ષિત સ્થાનોમાં રહેવું ન જોઈએ. સાધુ એવા અસુરક્ષિત સ્થાનમાં અને ખુલ્લા આકાશ નીચે રહી શકે છે.
પડિમાધારી સાધુ અચેલ કે સચેલ અથવા એક વસ્ત્ર ધારી પણ હોઈ શકે છે. તેથી આ આગમ વર્ણનથી સમયે-સમયે કાંબળી ઓઢવાની અને મસ્તક ઢાંકવાની પરંપરાનો આગ્રહ અનાવશ્યક પ્રતીત થાય છે. એવી રીતે ખુલ્લા સ્થાનમાં સાધુએ ન રહેવું, ન બેસવું, સૂવું નહિ એવો એકાંત આગ્રહ પણ કોઈ આગમથી સમ્મત નથી. ભગવતી સૂત્ર કથિત સૂક્ષ્મ સ્નેહકાય તો હવાથી પણ અબાધિત છે અર્થાત્ તેહવાથી પ્રેરિત થઈને અછાયાના સ્થાનથી છાયાવાળા સ્થાનમાં પ્રવેશ નથી કરી શકતી.(એટલા માટે તો છાયાવાળા સ્થાનના કિનારા પર બેસવું, સૂવું સાધુ માટે વર્જિત ગણાતું નથી.) આવી સ્થિતિમાં તેનો(સ્નેહ કાયનો) મનુષ્યના સ્થૂલ શરીરથી વ્યાઘાત થવો શક્ય નથી.
આ કારણથી આગમકારોએ પડિમાધારી ભિક્ષુને અને સામાન્ય ભિક્ષને ખુલ્લા આકાશમાં રોકાવાનું વિધાન કર્યું છે. સંયમના મૌલિક નિયમોમાં પડિમાધારીને કોઈપણ પ્રકારની છૂટ હોતી નથી. તે તો સંયમની બધી વિધિઓનું વિશિષ્ટ-વિશિષ્ટતમ આરાધન કરે છે. સંયમના નિયમોમાં અતિચાર અને અપવાદનું સેવન તો તેઓના માટે પૂર્ણતઃ વર્જિત છે.
તેથી પડિમાધારીએ ખુલ્લા આકાશમાં રહેવું અપવાદ રૂપ ન સમજવું જોઈએ. કારણ કે આગમમાં ખુલ્લા આકાશમાં સાધુને રહેવાનો નિષેધ ન કરીને રહેવાનું વિધાન કરવાવાળો પાઠ છે. તેથી વિલંબ થઈ જવાથી સૂર્યાસ્ત પહેલા સહજ પડિમાધારી સાધુ યોગ્ય ખુલ્લા સ્થાનમાં રહી શકે છે.
સામાન્ય સાધુ પણ યોગ્ય સ્થાનના અભાવમાં જંગલમાં યા ખુલ્લામાં રહી શકે છે અને એ સાધુ તત્સંબંધી ઉત્પન્ન થનારા શીત, તૃણ સ્પર્શ, ભૂમિ સ્પર્શ અને ભય આદિને સમભાવથી સહન કરે છે.
પરિશિષ્ટ-: ભિક્ષુ પડિમાના આસનોનું સ્પષ્ટીકરણ| @ દિશા–૭] આઠમી અને નવમી પડિમાનું પ્રથમ આસન "કત્તાનાસન અને દંડાસન’ છે. એ બંનેમાં આકાશની તરફ મુખ કરીને સુવાનું છે. પરંતુ તેમાં અંતર એ જ છે કે ઉત્તાનાસનમાં હાથ પગ આદિ ફેલાવીને રાખે કે અન્ય કોઈપણ અવસ્થામાં રાખી શકે છે અને દંડાસનમાં મસ્તકથી પગ સુધી આખું શરીર દંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org