________________
૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
તે
આ પ્રકારે જાહેર કરે છે કે ‘પડિમાધારી શ્રાવકને ભિક્ષા આપો.’. શ્રાવક પડિમા સંબંધી ભ્રમનું નિવારણ :
શ્રાવક પડિમાના સંબંધમાં આ એક પ્રચલિત કલ્પના છે કે ‘પ્રથમ પડિમામાં એકાન્તર ઉપવાસ, બીજી પડિમામાં નિરંતર છઠ્ઠ, ત્રીજીમાં અઠ્ઠમ યાવત્ અગિયારમી પડિમામાં અગિયાર-અગિયારની તપશ્ચર્યા નિરંતર કરાય છે.’ પરંતુ આ વિષયમાં કોઈ આગમ પ્રમાણ ઉપલબ્ધ નથી તથા એવું માનવું સંગત પણ નથી, કારણ કે આટલી તપસ્યા તો ભિક્ષુ પડિમામાં પણ કરાતી નથી. શ્રાવકની ચોથી ડિમામાં મહિનામાં છ પૌષધ કરવાનું વિધાન છે. જો ઉપરોક્ત કથન અનુસાર તપસ્યા કરાય તો ચાર માસમાં ચોવિશ ચોલાની તપસ્યા કરવી આવશ્યક ગણાય. પિંડમાધારી દ્વારા તપસ્યા તિવિહાર કે પૌષધ વગર કરવી ઉચિત નથી. તેથી ચોવીસ ચોલા પૌષધ યુક્ત કરવા આવશ્યક નિયમ હોવાથી મહિનાના છ પૌષધનું વિધાન નિરર્થક થઈ જાય છે. જ્યારે ત્રીજી પડિમાથી ચોથી ડિમાની વિશેષતા એ છે કે મહિનામાં છ પૌષધ કરે. તેથી કલ્પિત તપસ્યાનો ક્રમ સૂત્ર-સમ્મત નથી. આનંદ આદિ શ્રાવકોના અંતિમ સાધના કાલમાં તથા પિંડમા આરાધના પછી શરીરની કૃશતાનું જે વર્ણન છે, તે વ્યક્તિગત જીવનનું વર્ણન છે. તેમાં પણ
આ પ્રકારના તપનું વર્ણન નથી. પોતાની ઇચ્છાથી સાધક ગમે ત્યારે કોઈ વિશિષ્ટ તપ પણ કરી શકે છે. આનંદાદિએ પણ કોઈ વિશિષ્ટ તપશ્ચર્યા સાધના કાળમાં કરેલ હશે, પરંતુ એવું સ્પષ્ટ વર્ણન આગમમાં નથી. જો તેઓએ કોઈપણ તપ આગળની પિંડમાઓમાં કર્યું હોય તો પણ બધાને માટે વિધાન માનવું સૂત્રોક્ત પડિમા વર્ણનથી અસંગત થાય છે, એવું સમજવું જોઈએ.
પરિશિષ્ટ-૬ : ભિક્ષુ પડિમા સંબંધી શંકા સમાધાન
[દશા–૭] ૧. સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરતા થકાં યોગ્યતા પ્રાપ્ત ગીતાર્થ સાધુ કર્મોની વિશેષ નિર્જરા માટે બાર ભિક્ષુ પડિમાનો સ્વીકાર કરે છે.
સાતમી દશામાં બાર પડિમાઓના નામ આપ્યા છે. ટીકાકારે તેની વ્યાખ્યા કરતા થકાં એ સ્પષ્ટ કર્યું છે કે ‘દો માસિયા તિમાસિયા’ આ પાઠમાં ‘બીજી એક માસની ત્રીજી એકમાસની' આ પ્રકારે અર્થ કરવો જોઈએ. કારણ કે આ પિંડમાઓનું પાલન નિરંતર શીત અને ગ્રીષ્મકાળના આઠ માસમાં જ કરાય છે. ચાતુર્માસમાં આ ડિમાઓનું પાલન કરાતું નથી. પહેલાની પ્રતિમાઓના એક, બે માસ પણ આગળની પિંડમાઓમાં જોડી દે છે. તેથી બેમાસની ત્રણ માસની' કહેવું અસંગત નથી. જો એવો અર્થ ન કરે તો પ્રથમ વર્ષમાં ત્રણ પડિમાનું પાલન કરીને છોડવી પડે, બીજા વર્ષમાં ચોથી પડિમાનું પાલન કરીને છોડવી પડશે. આ પ્રકારે વચમાં છોડવાથી પાંચ વર્ષમાં પિંડમાઓનું આરાધન કરવું યોગ્ય કહી શકાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org