________________
૭૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
આવશ્યક છે.
આ રીતે આઠે સંપદા પરસ્પર એકબીજાની પૂરક તથા સ્વતઃ મહત્ત્વશીલ છે. એવા ગુણોથી યુક્ત આચાર્યનું હોવું પ્રત્યેક ગણ(ગચ્છ સમુદાય) માટે અનિવાર્ય છે. જેમ કુશળ નાવિક વિના નૌકાના યાત્રિકોએ સમુદ્રમાં પૂર્ણ સુરક્ષાની આશા રાખવી અનુચિત છે એવી રીતે આઠ સંપદાઓથી યુક્ત આચાર્યના અભાવમાં સંયમ સાધકોની સાધના હંમેશાં વિરાધના રહિત રહે અથવા તેમની સર્વ શુદ્ધ આરાધના થાય એ પણ કઠિન છે.
પ્રત્યેક સાધકનું પણ એ કર્તવ્ય છે કે તે જ્યાં સુધી પૂર્ણ યોગ્ય અને ગીતાર્થ-બહુશ્રુત ન બને ત્યાં સુધી ઉપરોક્ત યોગ્યતાથી સંપન આચાર્યના નેતૃત્વમાં જ પોતાનું સંયમી જીવન સુરક્ષિત રહે તે માટે તેણે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
કોઈ કર્મ સંયોગવશ શ્રેષ્ઠ યોગ્યતાથી રહિત ગુરુ-આચાર્ય યા ગચ્છનો સહવાસ પ્રાપ્ત થયો હોય અને તેને પોતાની સંયમ સાધના અને આત્મ સમાધિમાં સંતોષ ન હોય તો તેણે વિવેકપૂર્વક અકષાયભાવથી પોતાના ગચ્છ અને ગુરુનું પરિવર્તન કરવું કહ્યું છે. ગુરુ પરિવર્તન એટલે વિધિપૂર્વક આજ્ઞા મેળવી એક ગુરુની નિશ્રા છોડીને બીજા ગુરુની નિશ્રામાં જવું. ઠાણાંગ સૂત્રમાં ગચ્છ પરિવર્તન માટે અનેક કારણોનું સ્પષ્ટીકરણ કર્યું છે. બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે. ૪માં ગચ્છ અથવા ગુરુના પરિવર્તનની ગુરુનું પરિવર્તન એટલે શું? એક ગુરુને વિધિપૂર્વક છોડીને બીજા ગુરુની નિશ્રામાં જવું. આ અર્થ યથાર્થ હોય તો નીચેનું વાક્ય ઉમેર્યું છે. વિવેકશીલ વિધિનું કથન કર્યું છે.
તેથી ઘર છોડવાવાળા સાધકોને ગમે તેવો સંયોગ મળી ગયો હોય તો તેમાં દીર્ધદષ્ટિથી હાનિ લાભ જોઈને ગંભીરતાપૂર્વક નવો નિર્ણય લેવો તે જિનાજ્ઞામાં છે. એવું ઉપરોક્ત બતાવેલ આગમ પાઠોથી સમજવું જોઈએ. ધ્યાન એ રાખવું કે આગમ દષ્ટિકોણની અને આગમ વિધિવિધાનોની અવહેલના ન થવી જોઈએ અને વચન વ્યવહારથી ગુરુ રત્નાધિકની અન્ય કોઈપણ આશાતના ન થવી જોઈએ.
& | પરિશિષ્ટ-૪ આચાર્ય આદિ પ્રમુખોના કર્તવ્ય | કે દિશા-૪] આઠ સંપદાઓથી સંપન્ન ભિક્ષુ (સાધુ) ને જ્યારે આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરે છે ત્યારે તે સંપૂર્ણ સંઘના ધર્મશાસ્તા(આચાર્ય) થઈ જાય છે. ત્યારે તેને સંઘ સંરક્ષણ અને સંવર્ધનના અનેક કર્તવ્યોની જવાબદારી સંભાળવી પડે છે. તેમાં પ્રમુખ જવાબદારી ચાર પ્રકારની છે– (૧) આચાર વિનય (ર) શ્રુત વિનય (૩) વિક્ષેપણા વિનય (૪) દોષ નિર્ધાતના વિનય. (૧) આચારવિનય –આચાર્ય(ગણી)નું મુખ્ય કર્તવ્ય છે કે સૌથી પહેલા શિષ્યોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org