________________
પ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
ચર્ચા દ્વારા અર્થ-પરમાર્થ સમજાવવો. છેદ સૂત્ર આદિ બધા આગમોની ક્રમશઃ વાચના દેવી. વાચનાના સમયે આવવાવાળા વિદનોનું શમન કરી શ્રુતવાચના પૂર્ણ કરાવવી. આ આચાર્યનો ચાર પ્રકારનો “શ્રુતવિનય” છે. (૩) વિક્ષેપણા વિનય – ૧. જે ધર્મના સ્વરૂપથી અનભિજ્ઞ છે, તેઓને ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવવું. અથવા જે અણગાર ધર્મના પ્રત્યે ઉત્સુક નથી, તેઓને અણગાર ધર્મ સ્વીકાર કરવા માટે ઉત્સાહિત કરવા ૨. સંયમ ધર્મના યથાર્થ જ્ઞાતાને જ્ઞાનાદિમાં પોતાના સમાન બનાવવો. ૩. કોઈ અપ્રિય પ્રસંગથી કોઈ સાધુની સંયમ ધર્મથી અરુચિ થઈ જાય તો તેને વિવેકપૂર્વક ફરીથી સ્થિર કરવા. ૪. શ્રદ્ધાળુ શિષ્યોને સંયમ ધર્મની પૂર્ણ આરાધના કરાવવામાં સદૈવ તત્પર રહેવું. આ આચાર્યનો ચાર પ્રકારનો વિક્ષેપણા વિનય” છે. (૪) દોષનિર્ધાતના વિનય - શિષ્યોની યોગ્ય વ્યવસ્થા હોવા છતાં અને વિશાલ સમૂહમાં સાધના કરવા છતાં પણ ક્યારેક કોઈ સાધક છદ્મસ્થ અવસ્થાના કારણે વિષય-કષાયોને વશ થઈને કોઈ દોષ વિશેષના પાત્ર થઈ શકે છે. ૧. તેઓની ક્રોધાદિ અવસ્થાઓનું સમ્યક પ્રકારથી છેદન કરવું. ૨. રાગ-દ્વેષાત્મક પરિણતિનું તટસ્થતાપૂર્વક નિવારણ કરવું. ૩. અનેક પ્રકારની આકાંક્ષાઓને આધીન શિષ્યોની આકાંક્ષાઓને યોગ્ય ઉપાયોથી દૂર કરવી. ૪. આ વિભિન્ન દોષોનું નિવારણ કરી સંયમમાં સુદઢ કરવા અને શિષ્યોના ઉક્ત દોષોનું નિવારણ કરતા થકાં પોતાના આત્માને સંયમગુણોમાં પરિપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરવો.
શિષ્ય સમુદાયમાં ઉત્પન્ન દોષોને દૂર કરવા. આ આચાર્યના ચાર પ્રકારના દોષ નિર્ધાતના વિનય છે.
સંપૂર્ણ ઐશ્વર્ય સંપન જે રાજા, પ્રજાનો પ્રતિપાલક હોય છે તે યશ-કીર્તિને પ્રાપ્ત કરી સુખી થાય છે. એવી જ રીતે જે આચાર્ય શિષ્ય સમુદાયની વિવેકપૂર્વક પરિપાલના કરતાં થકાં સંયમની આરાધના કરાવે છે, તે શીધ્ર મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. ભગવતી સૂત્ર શ૫. ઉ. ૬માં કહ્યું છે કે સમ્યક પ્રકારથી ગણનું પરિપાલન કરનારા આચાર્ય, ઉપાધ્યાય તે જ ભવમાં કે બીજા ભવમાં અથવા ત્રીજા ભવમાં અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે.
આચાર્યના સ્થાન પર અન્ય કોઈપણ ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગુરુ આદિ ગચ્છના પ્રમુખ સંચાલક હોય તે બધાએ ઉક્ત કર્તવ્યોનું પાલન અને ગુણોને ધારણ કરવા આવશ્યક છે, તેમ સમજવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org