________________
છંદશાસ્ત્રઃ નિશીથ સૂત્ર સારાંશ
સૂત્ર-૩૩-૭૩ : વસ્ત્ર સંબંધી દોષોનું સેવન કરે(૧૪માં ઉદ્દેશામાં પાત્રના માટે કહેવાયેલા બધા દોષો અહીં સમજવા). ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે.
૪૦
ઓગણીસમા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧-૭ : ઔષધને માટે ક્રીત(ખરીદ) આદિ દોષ લગાડે. વિશિષ્ટ ઔષધ ત્રણ માત્રાથી અધિક લાવવું, ઔષધને વિહારમાં સાથે રાખે તથા ઔષધના પરિકર્મ સંબંધી દોષ(ખાંડવું, પીસવું, ભીંજવવું, ચાળવું આદિ)નું સેવન કરે. સૂત્ર-૮ : ચાર સંધ્યાકાલમાં સ્વાધ્યાય કરે.(લાલ દિશા અને મધ્યકાલના સમયે) સૂત્ર-૯-૧૦ : કાલિક સૂત્રની ૯ ગાથા અને દૃષ્ટિવાદની ૨૧ ગાથાઓથી વધુ પાઠનો અસ્વાધ્યાય કાલમાં અર્થાત્ ઉત્કાલમાં ઉચ્ચારણ કરે. સૂત્ર-૧૧-૧૨ : ચાર મહામહોત્સવ અને તેની પછીની ચાર મહા પ્રતિપદા (એકમ)ના દિવસે અર્થાત્ ચૈત્ર, આષાઢ, આસો અને કાર્તિક માસની પૂનમ અને તે પછી આવતી એકમના દિવસે સ્વાધ્યાય કરે.
સૂત્ર-૧૩ : કાલિક સૂત્રની સ્વાધ્યાય કરવાના ચાર પહોર સ્વાધ્યાય કર્યા વગર જ પ્રમાદ અથવા અન્ય કાર્યોમાં યા વિકથાઓમાં પસાર કરે.
સૂત્ર-૧૪ : ૩ર પ્રકારના અસ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરે.
સૂત્ર-૧૫ : પોતાની શારીરિક અસ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરે. સૂત્ર-૧૬ : સૂત્રની વાચના આગમોક્ત ક્રમથી ન આપે. સૂત્ર-૧૭ : આચારાંગ સૂત્રની વાચના પૂર્ણ કર્યા વિના છેદ સૂત્ર કે દૃષ્ટિવાદની વાચના આપે.
સૂત્ર-૧૮–૨૧ઃ અવિનીત આદિ અપાત્રને વાચના આપે અને યોગ્યપાત્રને વાચના ન આપે. અવ્યક્ત(૧૬ વર્ષથી ઓછી વયવાળા)ને વાચના આપે અને વ્યક્તને વાચના ન આપે.
સૂત્ર-૨૨ : સમાન યોગ્યતાવાળાને વાચના દેવામાં પક્ષપાત કરે. સૂત્ર-૨૩: આચાર્ય, ઉપાધ્યાય દ્વારા વાચના આપ્યા વગર અથવા તેઓની આજ્ઞા વિના સ્વયં વાચના ગ્રહણ કરે.
સૂત્ર-૨૪-૨૫ : મિથ્યાત્વયુક્ત ગૃહસ્થ અને અન્યતીર્થિક સંન્યાસીઓને વાચના આપે તથા એની પાસેથી વાચના લે.
સૂત્ર-૨૬-૩૫ : પાર્શ્વસ્થાદિને વાચના દે અને તેની પાસેથી વાચના લે. ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે.
તુ હી
ટવીસમા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧-૫ ઃ એક માસના પ્રાયશ્ચિત્ત સ્થાનથી લઈને પાંચ માસ સુધીના પ્રાયશ્ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org