________________
| પ૯]
પ૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
પાંચમી દશા : ચિત્ત સમાધિના દસ બોલી
જેવી રીતે સાંસારિક આત્માને ધન-વૈભવ ભૌતિક સામગ્રીની પ્રાપ્તિ થવા પર આનંદનો અનુભવ થાય છે, તેવી રીતે આત્મગુણોની અનુપમ ઉપલબ્ધિમાં આત્માર્થી મુમુક્ષુઓને અનુપમ આનંદરૂપ ચિત્ત સમાધિની પ્રાપ્તિ થાય છે. તે દસ ઉપલબ્ધિઓ આ પ્રમાણે છે
૧. અનુપમ ધર્મભાવની પ્રાપ્તિ કે વૃદ્ધિ થવાથી. ૨. જાતિસ્મરણ જ્ઞાન થવાથી. ૩. અત્યંત શુભ સ્વપ્ન જોવાથી. ૪. દેવ દર્શન થવાથી. ૫. અવધિજ્ઞાન થવાથી. ૬. અવધિ દર્શન થવાથી. ૭. મન:પર્યવજ્ઞાન થવાથી. ૮. કેવળજ્ઞાન થવાથી. ૯. કેવલદર્શન ઉત્પન્ન થવાથી. ૧૦. કર્મોથી મુક્ત થવાથી. ઉછુ કે || છકી દશાઃ શ્રાવક પડિમા | ફીડ કે
શ્રાવકનો પ્રથમ મનોરથ આરંભ પરિગ્રહની નિવૃત્તિમય સાધના કરવાનો છે. તે નિવત્તિ સાધનાના સમયે વિશિષ્ટ સાધના માટે શ્રાવકની પડિમાઓને અર્થાત વિશિષ્ટ પ્રતિજ્ઞાઓને શ્રાવક ધારણ કરી શકે છે. અનિવૃત્ત સાધના સમયમાં પણ શ્રાવક સમકિત સહિત સામાયિક, પૌષધ આદિ બાર વ્રતોનું આરાધન કરે છે, પરંતુ તે સમયે તે અનેક પરિસ્થિતિઓ તેમજ જવાબદારીઓના કારણે અનેક આગારોની સાથે તે સમક્તિ અને વ્રતોને ધારણ કરે છે પરંતુ નિવૃત્તિમય અવસ્થામાં આગારો રહિત ઉપાસક પડિમાઓનું પાલન દઢતાની સાથે કરે છે. અગિયાર પડિમા:૧. પહેલી પડિમા – આગાર રહિત નિરતિચાર સભ્યત્વની વિશિષ્ટ પ્રતિજ્ઞાનું પાલન, એમાં પહેલા ધારણ કરેલા અનેક નિયમ તથા બાર વ્રતોનું પૂર્વ પ્રતિજ્ઞા અનુસાર આગાર સહિત પાલન કરે છે. તે નિયમોને છોડતા નથી. ૨. બીજી પડિમા – સમકિતની વિશિષ્ટ પ્રતિજ્ઞા સાથે અનેક નાના મોટા નિયમ પ્રત્યાખ્યાન અતિચાર રહિત અને આગાર રહિત પાલન કરવાની પ્રતિજ્ઞા કરવી અને યથાવતું તેનું પાલન કરવું. ૩. ત્રીજી પડિમા – સવાર, બપોર અને સાંજે નિયત સમય પર જ નિરતિચાર અને આગાર રહિત શુદ્ધ સામાયિક કરે અને ૧૪ નિયમ પણ નિયમિત પૂર્ણ રૂપથી આગાર રહિત કરી યથાવત્ પાલન કરે. ૪. ચોથી પડિમા:- ઉપવાસ યુક્ત છ પૌષધ(બે આઠમ, બે ચૌદશ, અમાસ, પૂર્ણિમાના દિવસે) આગાર રહિત નિરતિચાર આરાધના કરે. ૫. પાંચમી પડિમા – પૌષધના દિવસોમાં સંપૂર્ણ રાત્રિ અથવા મર્યાદિત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org