________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
મોટાઓની સાથે ચાલવા, બેસવા અને ઊભા રહેવામાં, આહાર, વિહાર, નિહાર સંબંધી સમાચારીના કર્તવ્યોમાં, બોલવામાં, શિષ્ટાચારમાં, ભાવોમાં અને આજ્ઞા પાલનમાં અવિવેક, અભક્તિથી પ્રવર્તન કરવું તે “આશાતના છે.
તાત્પર્ય એ છે કે મોટાની સાથે પ્રત્યેક પ્રવૃત્તિમાં સભ્યતા, શિષ્ટતા રાખવી અને જે વ્યવહાર પ્રવર્તાવવાથી મોટાનું ચિત્ત પ્રસન્ન રહે તેવી રીતે જ પ્રત્યેક પ્રવૃત્તિ કરવી જોઈએ. તેત્રીસ આશાતનાઓ માટે જુઓ– આગમ સારાંશ ખંડ-૩; આચાર શાસ્ત્રમાં પરિશિષ્ટ.
કે ? | ચોથી દશાઃ આચાર્યની આઠ સંપદા | શ્રી
સાધુ-સાધ્વીજીઓના સમુદાયની સમુચિત વ્યવસ્થા માટે આચાર્યનું હોવું નિતાત્ત આવશ્યક હોય છે. વ્યવહાર સૂત્ર ઉદ્દેશક ત્રીજામાં નવ દીક્ષિત (ત્રણ વર્ષની દીક્ષા પર્યાય સુધીના) બાળક(૧૬ વર્ષની ઉંમર સુધીના) અને તરુણ (૪૦ વર્ષની વય સુધીના) સાધુ-સાધ્વીજીઓને આચાર્ય અને ઉપાધ્યાયની નિશ્રા વિના રહેવાનો સ્પષ્ટ નિષેધ છે, સાથે જ શીધ્રપણે પોતાના આચાર્ય, ઉપાધ્યાયનો નિશ્ચય કરવાનું ધ્રુવ વિધાન કર્યું છે. સાધ્વીજી માટે પ્રવર્તિનીની નિશ્રા સહિત ત્રણ પદવીધરોની નિશ્રા હોવી જરૂરી કહી છે. એ પદવીધર શિષ્ય શિષ્યાઓના વ્યવસ્થાપક અને અનુશાસક હોય છે. તેથી તેઓમાં વિશિષ્ટ ગુણોની યોગ્યતા હોવી જરૂરી છે. વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં તેઓની આવશ્યક અને ઔચિત્ય પૂર્ણ યોગ્યતાના ગુણ કહ્યા છે. પ્રસ્તુત દશામાં આચાર્યના આઠ મુખ્ય ગુણો કહ્યા છે. જેમ કે૧. આચાર સંપન્ન :- સંપૂર્ણ સંયમ સંબંધી જિનાજ્ઞાનું પાલન કરનારા, ક્રોધ-માનાદિ કષાયોથી રહિત સુંદર સ્વભાવવાળા હોય. ૨. શ્રુત સમ્પન્ન – આગમોક્ત અનુક્રમ અનુસાર અનેક શાસ્ત્રોને કંઠસ્થ કરનારા અને તેના અર્થ-પરમાર્થને ધારણ કરનારા હોય. ૩. શરીર સમ્પન્ન :- સમુચિત સંહનન, સંસ્થાનવાળા, સશક્ત અને સ્વસ્થ શરીરવાળા હોય. ૪. વચન સમ્પન્ન – આદેય વચનવાળા, મધુર વચનવાળા, રાગદ્વેષ રહિત અને ભાષા સંબંધી દોષોથી રહિત વચન બોલનારા હોય. ૫. વાચના સમ્પન્ન – સૂત્રોના પાઠોના ઉચ્ચારણ કરવા અને કરાવવામાં, અર્થ પરમાર્થને સમજાવવામાં તથા શિષ્યની ક્ષમતા યોગ્યતાનો નિર્ણય કરીને શાસ્ત્ર જ્ઞાન દેવામાં નિપુણ હોય. યોગ્ય શિષ્યોને રાગદ્વેષ-કષાય રહિત થઈને અધ્યયન કરાવવાના સ્વભાવવાળા હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org