________________
છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર સારાંશ
૫૮
૬. મતિ સમ્પન્ન – સ્મરણ શક્તિ સમ્પન્ન અને ચારે પ્રકારની બુદ્ધિથી યુક્ત, બુદ્ધિમાન હોય અર્થાત્ ભોળા ભદ્રિક ન હોય. ૭. પ્રયોગ મતિ સમ્પન્ન - વાદ વિવાદમાં એટલે શાસ્ત્રાર્થમાં, પ્રશ્નો અથવા જિજ્ઞાસાઓના સમાધાન દેવામાં, પરિષદનો વિચાર કરીને યોગ્ય વિષયનું વિશ્લેષણ કરવામાં સક્ષમ હોય, સેવા વ્યવસ્થામાં કુશળ હોય, તેમને સમય પર ઉચિત બુદ્ધિની ફુરણા થાય, સમય પર તેઓ યોગ્ય લાભદાયક નિર્ણય અને પ્રવર્તન કરી શકે. ૮. સંગ્રહ પરિજ્ઞા સમ્પન્ન:- સાધુ-સાધ્વીની ઉપધિની અને વિચરણની વ્યવસ્થા તથા ધર્મ પ્રભાવના દ્વારા શ્રાવક-શ્રાવિકાઓની ભક્તિ, નિષ્ઠા, જ્ઞાન, વિવેકની વૃદ્ધિ કરવાવાળા, જેનાથી સંયમના આવશ્યક વિચરણ ક્ષેત્ર, ઉપધિ, આહારની પ્રચુર ઉપલબ્ધિ થતી રહે તેમજ ચતુર્વિધસંઘમાં બધા શ્રમણ-શ્રમણી નિરાબાધ સંયમ આરાધના કરતા રહે. આચાર્યનું શિષ્યો પ્રત્યે કર્તવ્ય:૧. સંયમ સંબંધી અને ત્યાગ તપ સંબંધી સમાચારીનું જ્ઞાન કરાવવું અને તેના પાલનમાં વ્યસ્ત રાખવા, સમૂહમાં રહેવાની કે એકલા રહેવાની વિધિઓ અને આત્મ સમાધિના ઉપાયોના જ્ઞાનનો અભ્યાસ કરાવવો. ૨. આગમોનો ક્રમથી અભ્યાસ કરાવવો, અર્થ જ્ઞાન કરાવીને તેનાથી કેવી રીતે હિત-અહિત થાય છે તે સમજાવવું અને તેનાથી પૂર્ણ આત્મ કલ્યાણ સાધવાનો બોધ આપતા થકા પરિપૂર્ણ વાચના આપવી. ૩. શિષ્યોની શ્રદ્ધાને પૂર્ણ રૂપથી દઢ બનાવવી અને જ્ઞાનમાં તેમજ ગુણમાં પોતાના સમાન બનાવવાનો પ્રયત્ન કરવો. ૪. શિષ્યોમાં ઉત્પન્ન થયેલ દોષ, કષાય, કલેશ, આકાંક્ષાઓનું ઉચિત ઉપાયો દ્વારા શમન કરવું. એવું કરતા થકા પણ પોતાના સંયમ ગુણોની અને આત્મ સમાધિની પૂર્ણ રૂપથી સુરક્ષા અને વૃદ્ધિ કરતા રહેવી. શિષ્યોનો ગણ અને આચાર્ય પ્રત્યે કર્તવ્ય:૧. આવશ્યક ઉપકરણોની પ્રાપ્તિ, સુરક્ષા અને વિભાજનમાં ચતુર હોય. ૨. હંમેશાં આચાર્ય અને ગુરુજનોને અનુકૂલ વર્તન કરવું. ૩. ગણના યશની વૃદ્ધિ, અપયશનું નિવારણ તેમજ રત્નાધિકોનો યથાયોગ્ય આદરભાવ અને સેવા કરવામાં સિદ્ધહસ્ત હોવું. ૪. શિષ્ય વૃદ્ધિ અને તેના સંરક્ષણ-શિક્ષણમાં આચાર્ય-ઉપાધ્યાયને સહયોગી થવું. રોગી સાધુઓની યથાયોગ્ય સાર સંભાળ કરવી તેમજ મધ્યસ્થ ભાવથી સાધુઓમાં શાંતિ ટકાવી રખાવવામાં નિપુણ હોવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org