________________
છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ
હીટ ફ [ઘ] પરિશિષ્ટ-૧ શૈકી ફ | આઠમી દશાનું વિકૃત તેમજ વિચ્છેદ થવાનું સપેક્ષણો ઃ |
આ દશાનું નામ પર્યુષણા કલ્પ છે. તેનો ઉલ્લેખ ઠાણાંગ સૂત્રના દસમાં ઠાણાંગમાં છે તથા દશાશ્રુતસ્કંધ નિયુક્તિ ગાથા ૭ માં “કમ્પો” એવું નામ પણ ઉપલબ્ધ છે.
દશાશ્રુતસ્કંધ સૂત્રની બધી દિશામાં સૂત્રકારે એક-એક વિષયનું જ નિરૂપણ કર્યું છે. તદનુસાર આ દિશામાં પણ પર્યુષણા કલ્પ” સંબંધી એક વિષયનું જ પ્રતિપાદન સ્થવિર ભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીએ કર્યું છે. નિર્યુક્તિકારના સમય સુધી તેનું તે જ રૂપ રહ્યું છે.
નિર્યુક્તિકારે આ દશામાં સંયમ સમાચારીના કેટલાક વિષયોનું વિવેચન કર્યુ છે અને પ્રારંભમાં પર્યુષણ' શબ્દની વ્યાખ્યા કરી છે. સંપૂર્ણ સૂત્રની નિયુક્તિ ગાથા ૬૭ છે. જેમાંથી પ્રારંભની ત્રેવીસ ગાથાઓમાં કેવળ પર્યુષણ' શબ્દનું વિસ્તૃત વિવેચન છે.
વર્તમાનમાં ઉપલબ્ધ સંક્ષિપ્ત પાઠની રચનામાં સંપૂર્ણ કલ્પસૂત્ર(પર્યુષણા કલ્પસૂત્ર) નો સમાવેશ કર્યો છે. તે કલ્પસૂત્રમાં ૨૪ તીર્થકારોના જીવનનું વર્ણન છે. તેમાં ભગવાન મહાવીરના જન્માદિનું વિસ્તૃત વર્ણન છે અને શેષ તીર્થકરોના જન્માદિનું સંક્ષિપ્ત વર્ણન છે. ત્યાર પછી એ સૂચિત કર્યું છે કે ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણ થયા ૯૮૦ વર્ષ વીતી ગયા છે અને પાર્શ્વનાથ ભગવાનને મોક્ષ ગયા ૧૨૩૦ વર્ષ થયા છે. તદનત્તર સંવત્સર સંબંધી મત ભેદનું કથન છે. વીર નિર્વાણ બાદ એક હજાર વર્ષની અવધિમાં થયેલા આચાર્યોની સ્થવિરાવલી છે. તેમાં પણ મતભેદ અને સંક્ષિપ્ત-
વિસ્તૃત વાચના ભેદ અંકિત કર્યા છે. અંતમાં ચાતુર્માસ સમાચારી છે. ચિંતન કરવાથી આ વિભિન્ન વિષયોના બારસો શ્લોક પ્રમાણ જેટલી મોટી આઠમી દશા હોવાનું ઉચિત પ્રતીત થતું નથી.
દશાશ્રુત સ્કંધ છેદ સૂત્ર છે. છેદ સૂત્રોના વિષય અને તેઓની રચના પદ્ધતિ કંઈક ભિન્ન જ છે. બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથ સૂત્ર છેદ સૂત્ર છે. તેમાં નાના-નાના ઉદ્દેશક છે અને કેવળ આચારનો વિષય છે. દશાશ્રુતસ્કંધ સૂત્રનાનિર્યુક્તિકાર પણ પાંચમી ગાથામાં આ સૂત્રની નાની-નાની દશાઓ હોવાનો નિર્દેશ કરે છે અને મોટી દશાઓ અન્ય અંગસૂત્રોમાં છે એવું કથન કરે છે. તેથી વર્તમાનમાં ઉપલબ્ધ કલ્પસૂત્રને સમાવિષ્ટ કરનારા સંક્ષિપ્ત પાઠ પણ પ્રાચીન હોય તેવું પ્રતીત થતું નથી તથા નિયુક્તિ વ્યાખ્યાથી પણ એવું જ સિદ્ધ થાય છે. કારણ કે નિયુક્તિકારે આ અધ્યયનમાં પર્યુષણા સૂત્રની સર્વ પ્રથમ વ્યાખ્યા કરી છે. જ્યારે કલ્પસૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org