________________
૪૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
અધ્યવસાયોની તીવ્રતા કે ક્રૂરતા હોવા પર આ પ્રવૃત્તિઓ દ્વારા મહામોહનીય કર્મનો બંધ થાય છે.
દસમી દશા : નવ નિચાણા સંયમ તપની સાધના રૂપ સંપત્તિને, ભૌતિક લાલસાઓની ઉત્કટતાના કારણે આગળના ભાવમાં ઐચ્છિક સુખપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે, દાવમાં લગાવી દેવી, તે નિદાન” (નિયાણુ) કહેવાય છે. એવું કરવાથી જો સંયમ તપની પૂંજી વધારે હોય તો કરેલું નિદાન ફળીભૂત થાય છે. પરંતુ તેનું પરિણામ હાનિકારક થાય છે. અર્થાતુ રાગ-દ્વેષાત્મક નિદાનોને કારણે નિદાન ફલની સાથે મિથ્યાત્વ તેમજ નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિ થાય છે અને ધર્મભાવોના નિદાનોથી મોક્ષ પ્રાપ્તિ દૂર થઈ જાય છે. તેથી નિદાન કરણ ત્યાજ્ય છે. નવ નિદાન - ૧. નિગ્રંથ દ્વારા પુરુષના ભોગોનું નિદાન. ૨. નિર્ગથી દ્વારા સ્ત્રીના ભોગોનું નિદાન. ૩. નિગ્રંથ દ્વારા સ્ત્રીના ભોગોનું નિદાન. ૪. નિગ્રંથી દ્વારા પુરુષના ભોગોનું નિદાન. પ-૭. જુદા-જુદા સંકલ્પ દ્વારા દૈવી સુખનું નિદાન ૮. શ્રાવક જીવનની પ્રાપ્તિનું નિદાન. ૯. સાધુના જીવનની પ્રાપ્તિનું નિદાન.
આ નિદાનોનું ખરાબ ફળ જાણીને નિદાન રહિત તપ-સંયમની આરાધના કરવી જોઈએ. વિશેષ – ૧. પાંચમુ નિદાન સ્વયંની દેવી, સ્વયં વિવિત દેવી અને અન્યની દેવીના ભોગોની ચાહના કરવી. ૨. છઠ્ઠા નિદાનમાં અન્ય દેવોની દેવીની ચાહના કરાતી નથી. ૩. સાતમાં નિદાનમાં સ્વયંની વિદુર્વેલી દેવીની પણ ઈચ્છા નથી હોતી.૪. અનિદાનકૃત આરાધક શ્રમણને કોઈપણ ચાહના હોતી નથી, તેઓ ત્યાં સહજ દૈવિક સુખમાં જ સંતુષ્ટ રહે છે. નોંધ – વિસ્તૃત જાણકારીને માટે ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટથી પ્રકાશિત છેદ સૂત્રોમાંથી વિવેચનનો સ્વાધ્યાય કરવો.
'|| દશાશ્રુતસ્કંધ સૂત્રનો સારાંશ સંપૂર્ણ II બાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org