________________
છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર સારાંશ
પક
માયા કપટ કરવું અર્થાત્ ઉપાશ્રય દુર્લભ થવા પર વર્ષમાં ૯ વાર માયા કરવી પડે તે સબલ દોષ નથી, પણ ૧૦ વાર થાય તો શબલ દોષ બને છે. (૧૧) શય્યાતરનો આહાર ગ્રહણ કરવો. (૧૨-૧૪) જાણીને, સંકલ્પપૂર્વક હિંસા કરવી, જૂઠું બોલવું, અદત્ત ગ્રહણ કરવું. (૧૫-૧૭) જાણીને સચિત્ત પૃથ્વી પર તેની અત્યધિક નજીક સ્થાન પર અને ત્રણ સ્થાવર જીવ યુક્ત સ્થાન પર બેસવું, સૂવું, ઊભા રહેવું. (૧૮) ૧. મૂલર. કંદ૩. સ્કંધ ૪.છાલ પ. કૂંપળ . પત્ર ૭. પુષ્પ૮. ફળ ૯. બીજ અને ૧૦. લીલી વનસ્પતિ(શાક ભાજી) આદિને જાણીને ખાવી. (૨૧) જાણીને સચિત્ત જલના લેપ યુક્ત હાથ કે વાસણથી ગોચરી લેવી.
યદ્યપિ અતિચાર, અનાચાર અન્ય અનેક હોઈ શકે છે તો પણ અહીંયા અપેક્ષાથી ૨૦ અસમાધિ સ્થાન અને ર૧ સબલ દોષ કહ્યા છે. અન્ય દોષોને યથાયોગ્ય વિવેકથી તેમાં અંતર્ભાવિત કરી લેવા જોઈએ. િ | ત્રીજી દશાઃ તેત્રીસ આશાતના
સંયમના મૂલગુણ અને ઉત્તર ગુણના દોષો સિવાય, અવિવેક અને અભક્તિના સંયોગથી ગુરુ, રત્નાધિક આદિ સાથે કરાયેલી પ્રવૃત્તિને આશાતના કહેવાય છે. તેનાથી સંયમ દૂષિત થાય છે અને ગુણો નાશ થાય છે. વિનયવિવેકના સદ્ભાવમાં જ ગુણોની વૃદ્ધિ થાય છે અને પાપકર્મનો બંધ થતો નથી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે.
एवं धम्मस विणओ मूलं, परमो से मोक्खो । ને વિત્તિ સુયં સિધં નિસ્તેણં વામિચ્છરું – અ.૯, ૧.૨, ગા.૨ जयं चरे जयं चिट्टे, जयमासे जयं सए ।
મુરંતો મહંતો, પર્વમે ન વંધ II -દશ.અ.૪,ગા.૮ મોટાનો વિનય ન કરવો અને અવિનય કરવો; આ બંને આશાતના છે. આશાતના દેવ ગુરુની અને સંસારના કોઈપણ પ્રાણીની થઈ શકે છે તેમજ ધર્મ સિદ્ધાંતોની પણ આશાતના થઈ શકે છે. તેથી આશાતનાની વિસ્તૃત પરિભાષા આ પ્રકારે છે– દેવ-ગુરુની વિનયભક્તિ ન કરવી, અવિનય અભક્તિ કરવી, તેઓની આજ્ઞાનો ભંગ કરવો અથવા નિંદા કરવી, ધર્મ સિદ્ધાંતોની અવહેલના કરવી કે વિપરીત પ્રરૂપણા કરવી અને કોઈ પણ પ્રાણી પ્રત્યે અપ્રિય વ્યવહાર કરવો, તેઓની નિંદા તિરસ્કાર કરવો તે “આશાતના' કહેવાય છે.
લૌકિક ભાષામાં તેને અસભ્ય વ્યવહાર કહેવાય છે. આ બધી અપેક્ષાઓથી આવશ્યક સૂત્રમાં ૩૩ આશાતનાના વિષયોનું કથન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org