________________
છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર સારાંશ
[h]
દશાશ્રુતસ્કંધ સૂત્ર
આ સૂત્રનું નામ આગમમાં બે પ્રકારે મળે છે– (૧) દશા (૨) આચારદશા. એના આધારથી તેનું નામ દશાશ્રુતસ્કંધ સૂત્ર પ્રચલિત છે, પરંતુ આ નામ પ્રાચીન વ્યાખ્યા ગ્રંથોમાં મળતું નથી, તેથી તે અર્વાચીન પ્રચલિત નામ છે. આ સૂત્રના દસ અધ્યાય છે, તેને પહેલી દશા યાવત્ દસમી દશા કહેવાય છે.
૫૪
પહેલી દશામાં ૨૦ અસમાધિના સ્થાન છે. બીજી દશામાં ૨૧ સબલ દોષ છે. ત્રીજી દશામાં ૩૩ આશાતના છે. ચોથી દશામાં આચાર્યની આઠ સમ્પદા અને ચાર કર્તવ્ય છે તથા શિષ્યના ચાર કર્તવ્ય પણ છે. પાંચમી દશામાં ચિત્તની સમાધિ(આનંદ) થવાના દશ બોલ કહ્યા છે. છઠ્ઠી દશામાં શ્રાવકની ૧૧ ડિમાઓ બતાવી છે. સાતમી દશામાં સાધુની બાર ડિમા બતાવી છે. આઠમી દશાનું સાચું સ્વરૂપ વ્યવચ્છિન્ન અથવા વિકૃત થઈ ગયું છે. તેમાં સાધુઓની સમાચારીનું વર્ણન હતું. નવમી દશામાં ૩૦ મહામોહનીય કર્મબંધના કારણ છે. દસમી દશામાં નવ નિયાણાનો નિષેધ અને વર્ણન છે અને તેનાથી થનારા અહિતનુ કથન છે.
આ પ્રકારે આ સૂત્રનો પ્રતિપાદ્ય વિષય આચાર પ્રધાન હોવાથી તેનું સૂત્રોક્ત(ઠાણાંગ–૧૦) આચાર દશા નામ સાર્થક છે. વર્તમાનમાં અજ્ઞાતકાલથી ‘દશાશ્રુતસ્કંધ’ આ નામ પ્રચલિત છે.
પ્રથમ દશા : વીસ અસમાધિસ્થાન
સાધ્વાચાર(સંયમ)ના સામાન્ય લઘુતર દોષોને એટલે અતિચારોને અહીં અસમાધિ સ્થાન કહ્યા છે. જેવી રીતે શરીરની સમાધિમાં સામાન્ય પીડાઓ પણ બાધક થાય છે અને વિશેષ મોટા રોગ જુદી-જુદી જાતના થાય છે. જેમ કે (૧) અલ્પ ચોટ લાગવી, કાંટો ખૂંચી જવો, એક ફોડલો થઈ જવો; હાથ, પગ, આંગળી આદિ અવયવ દુઃખવા, દાંત દુઃખવા અને થોડા વખતમાં સારું થઈ જવું. (૨) અત્યંત વ્યાકુલ અને અશક્ત કરી દેનારા મોટા-મોટા રોગ.
એવી રીતે સામાન્ય દોષ અર્થાત્ સંયમના અતિચાર અવિધિઓને આ દશામાં અસમાધિ સ્થાન કહેવાયેલ છે. એના કારણે સંયમ પૂર્ણપણે સ્વસ્થ રહી શકતો નથી. અર્થાત્ શુદ્ધ આરાધનામાં ઘટ થતી જાય છે.
વીસ અસમાધિના સ્થાન :– ૧. ઉતાવળે ચાલવું. ૨. અંધારામાં ચાલતી વખતે પ્રમાર્જન ન કરવું. ૩. સાચી રીતથી પ્રમાર્જન ન કરવું. ૪. જરૂરિયાત વગર પાટ આદિ લાવીને રાખવા.
૫. મોટાની સામે બોલવું. ૬. વૃદ્ધોને અસમાધિ પહોંચાડવી. ૭. પાંચ
www.jainelibrary.org
Jain Education International