________________
૪૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
:
૩. તદુભય યોગ્ય ઃ– સમિતિ આદિના અત્યંત અલ્પ દોષોની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થઈ જાય છે.
૪. વિવેક યોગ્ય ઃ– ભૂલથી ગ્રહણ કરેલા દોષયુક્ત કે અકલ્પનીય આહારાદિને ગ્રહણ કરવાથી અથવા ક્ષેત્ર કાલ સંબંધી આહારની મર્યાદાનું ઉલ્લંઘન થવા પર તેને પરઠી દેવું, તે વિવેક પ્રાયશ્ચિત્ત છે.
૫. વ્યુત્સર્ગને યોગ્ય ઃ– કોઈ સાધારણ ભૂલ થઈ જવા પર નિર્ધારિત શ્વાસોશ્વાસના કાયોત્સર્ગનું પ્રાયશ્ચિત્ત અપાય છે, તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. ઉભય કાળ પ્રતિક્રમણમાં પાંચમો આવશ્યક પણ આ પ્રાયશ્ચિત્ત રૂપ છે.
૬. તપને યોગ્ય :– મુળગુણ યા ઉત્તરગુણમાં દોષ લગાડવા પર પુરિમઢ (દોઢ પોરસી)થી લઈને ૬ માસી તપ સુધીનું પ્રાયશ્ચિત્ત હોય છે. તે બે પ્રકારના છે– (૧) શુદ્ધ તપ (૨) પરિહાર તપ(આહાર-પાણી જુદા કરીને).
૭. છેદ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોના વારંવાર સેવનથી, અકારણ અપવાદના સેવનથી કે અધિક લોકનિંદા થવા પર આલોચના કરનારાની એક દિવસથી લઈને છ માસ સુધીની દીક્ષા પર્યાયનો છેદ કરવો, તે છેદ પ્રાયશ્ચિત્ત છે.
૮. મૂલને યોગ્ય ઃ– દોષોના સેવનમાં સંયમ પ્રતિ ઉપેક્ષા ભાવ કે સ્વચ્છંદતા કરવાથી આખી દીક્ષા પર્યાયનો છેદ કરીને ફરીથી નવી દીક્ષા દેવી, તે મૂલ પ્રાયશ્ચિત્ત છે. ૯–૧૦. અનવસ્થાપ્ય પારાચિક પ્રાયશ્ચિત્ત :– વર્તમાનમાં આ બે પ્રાયશ્ચિત્તનું વિચ્છેદ થયું મનાય છે. આમા નવી દીક્ષા દીધા પહેલા કઠોર તપમય સાધના કરાવવી પડે છે. કેટલોક સમય સમૂહથી અલગ રખાય છે, પછી એક વાર ગૃહસ્થનો વેશ પહેરાવીને ફરી દીક્ષા અપાય છે. આ બંનેમાં વિશિષ્ટ તપ અને તેના કાલ આદિનું અંતર છે. તે સંબંધી વર્ણન બૃહત્ત્પ સૂત્ર ઉદ્દેશક-૪માં તથા વ્યવહાર સૂત્ર ઉદ્દેશક—રમાં છે.
નિશીથ સૂત્રમાં લઘુમાસિક આદિ તપ પ્રાયશ્ચિત્તનું કથન છે. ભાષ્ય ગાથા ૬૪૯૯માં કહ્યું છે કે ૧૯ ઉદ્દેશકમાં કહેવાયેલું પ્રાયશ્ચિત્ત જ્ઞાન, દર્શન ચારિત્રનું અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું છે. એમાંથી સ્થવિરકલ્પીને કોઈ અનાચારનું આચરણ કરવાથી જ તે પ્રાયશ્ચિત્ત આવે છે અને જિનકલ્પીને અતિક્રમ આદિ ચારેયનું આ પ્રાયશ્ચિત્ત આવે છે.
(૧) અતિક્રમ—દોષ સેવનનો સંકલ્પ (૨) વ્યતિક્રમ– દોષ સેવનના પૂર્વની તૈયારીનો પ્રારંભ (૩) અતિચાર– દોષ સેવનના પૂર્વની પ્રવૃત્તિ લગભગ પૂરી થઈ જવી. (૪) અનાચાર– દોષનું સેવન કરી લેવું.
જેમ કે– (૧) આધાકર્મી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ (૨) તેના માટે જવું (૩) લાવીને રાખવું (૪) ખાઈ લેવું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org