________________
| વેદશાસ્ત્ર: નિશીથ સૂત્ર પરિશિષ્ટ
૪૮
શુભ અને શ્રેષ્ઠ ફળ કહ્યું છે.
ઠાણા અ.–૧૦; ભગવતી શ–રપ ઉ.-૭; વિવાઈસૂત્ર-૩૦ અને ઉત્તરા. અ.-૩૦માં ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત કહ્યા છે. તેમાં આલોચના કરવી પ્રથમ પ્રાયશ્ચિત સ્થાન કહ્યું છે. પ્રાયશ્ચિતઃ- ચારિત્રના મૂળ ગુણોમાં કે ઉત્તર ગુણોમાં કરાયેલી પ્રતિસેવનાઓનું અર્થાત્ દોષ સેવનનું પ્રાયશ્ચિત કરાય છે. નિશીથ સૂત્રમાં તપ પ્રાયશ્ચિતના ચાર મુખ્ય વિભાગ કહ્યા છે અને ભાષ્યમાં તેની વિસ્તારથી વ્યાખ્યા કરતાં પાંચ દિવસના તપથી લઈને છ માસ સુધીના તપ તથા છેદ મૂલ અનવસ્થાપ્ય અને પારાંચિક પ્રાયશ્ચિત સુધીનું કથન કર્યું છે.
પ્રતિસેવનાના ભાવો અનુસાર એક જ દોષ સ્થાનના પ્રાયશ્ચિત્તોની વૃદ્ધિ કે હાનિ કરી શકાય છે.
ભગવતી શ. ર૫, ઉ. ૭ અને ઠાણાંગ અ-૧૦માં પ્રતિસેવના દસ પ્રકારની કહી છે. જેમ કે– (૧) અભિમાનથી(દર્પથી આસક્તિ અને ધૃષ્ટતાથી) (૨) આળ સથી (૩) અસાવધાનીથી (૪) ભૂખ-તરસ આદિની આતુરતાથી (૫) સંકટ આવવાથી (૬) ક્ષેત્ર આદિની સંકીર્ણતાથી (૭) ભૂલથી (૮) ભયથી (૯) રોષ કે દ્વેષથી (૧૦) શિષ્યાદિની પરીક્ષા માટે.
પ્રત્યેક દોષ સેવનની પાછળ એમાંથી કોઈ પણ એકયા અનેક કારણ હોય છે. આ કારણોમાંથી કોઈ કારણે લાગેલા દોષની માત્ર આલોચનાથી જ શુદ્ધિ થઈ શકે છે, તો કોઈની આલોચના અને પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે અને કોઈની તપ, છેદ આદિથી શુદ્ધિ થાય છે.
દોષ સેવ્યા પછી આત્મ શુદ્ધિના ઈચ્છુક આલોચના કરી પ્રાયશ્ચિત ગ્રહણ કરે છે, જેવી રીતે વસ્ત્રમાં લાગેલ મેલની શુદ્ધિ વસ્ત્ર ધોવાથી થાય છે તેવી રીતે આત્માના સંયમ આદિમાં લાગેલા દોષોની શુદ્ધિ પ્રાયશ્ચિત્તથી થઈ જાય છે. ઉત્તરા અ-૨૬માં કહ્યું છે કે પ્રાયશ્ચિત કરવાથી દોષોની વિશુદ્ધિ થઈ જાય છે. ચારિત્ર નિરતિચાર થઈ જાય છે, તથા સમ્યક પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરનારા મોક્ષ માર્ગ અને આચારના આરાધક થાય છે.
| પરિશિષ્ટ-૩ઃ દસ પ્રકારનું પ્રાયશ્ચિત્ત ૧. આલોચનાને યોગ્ય :- ક્ષેત્રાદિના કારણે અપવાદિક વ્યવહાર શિષ્ટાચાર પ્રવૃત્તિ આદિની માત્ર આલોચનાથી શુદ્ધિ થાય છે. ૨. પ્રતિક્રમણને યોગ્ય :- અસાવધાનીથી થનારી અયતનાની શુદ્ધિ માત્ર પ્રતિક્રમણથી અર્થાત્ મિચ્છામિ દુડિંથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org