________________
૪૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત,
આલોચના સાંભળનારા યોગ્ય ન મળે તો અનુક્રમથી સ્વગચ્છ, અન્યગચ્છ કે શ્રાવક આદિની પાસે પણ આલોચના કરી શકાય છે. કોઈ યોગ્ય ન મળે તો અંતમાં અરિહંત સિદ્ધોની સાક્ષીએ પણ આલોચના કરવાનું વિધાન વ્યવ. ઉ.૧માં કર્યું છે.
ઠાણાંગ અ–૩ માં કહ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધ આરાધના માટે આલોચના પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. દોષોની આલોચના અને પ્રાયશ્ચિત્ત નહીં કરનારા પોતાનો આ લોક અને પરલોક બંને બગાડે છે. તે વિરાધક થઈને અધોગતિનો ભાગી બને છે.
આલોચના નહીં કરવાના અનેક કારણોમાં મુખ્ય કારણ અપમાન અને અપયશનું હોય છે, પરંતુ એ વિચારોની અજ્ઞાનદશા છે. આલોચના કરીને શુદ્ધ થનારા આ ભવમાં અને પરભવમાં પૂર્ણ સમાધિને પ્રાપ્ત કરે છે અને આલોચના નહીં કરનારા પોતેજ અંતરમાં ખિન્ન થાય છે અને ઉભય લોકમાં અસમાધિને પ્રાપ્ત કરે છે તેમજ આલોચના ન કરવાથી સશલ્ય મરણથી દીર્ઘ સંસારી થાય છે. n જે સાધુ મૂળ ગુણોમાં અથવા ઉત્તર ગુણોમાં એકવાર કે અનેક વાર દોષ સેવીને તેને છુપાવે, લાગેલા દોષોની આલોચના ન કરે અને પ્રાયશ્ચિત્ત ન લે તો ગણનાયક તેને લાગેલા દોષોના સંબંધમાં પૂછે.
જો તે અસત્ય બોલે, પોત-પોતાને નિર્દોષ સિદ્ધ કરે તો દોષનું સેવન કરતા તેને તપાસવા માટે કોઈને નિયુક્ત કરે અને પ્રમાણ પૂર્વક તેના દોષ સેવનનું તેની સામે જ સિદ્ધ કરાવીને પ્રાયશ્ચિત્ત આપે.
- ઓગણીસ ઉદ્દેશકોમાં એવા માયાવીને અપાય તેવા પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. એ અધ્યયનોમાં ફકત સ્વેચ્છાથી આલોચના કરનારાને અપાય તેવા પ્રાયશ્ચિત્તોનું વિધાન છે. ઉક્ત માયાવી સાધુ લાગેલા દોષોને સરળતાથી સ્વીકાર ન કરે તો તેને ગચ્છમાંથી કાઢી મૂકાય.
જો તે લાગેલા દોષોને સરલતાથી સ્વીકાર કરી લ્ય, ગચ્છ પ્રમુખને તેની સરલતા પર વિશ્વાસ થઈ જાય તો તેને નિમ્ન પ્રાયશ્ચિત્ત દઈને ગચ્છમાં રાખી શકાય છે. ૧. જો તેણે અનેકવારદોષોનું સેવન ન કર્યું હોય.અનેકવાર(પૃષા) ખોટુ બોલીને પોતે પોતાના દોષ ન છુપાવ્યા હોય અને તેના દોષ સેવનની જાણકારી જન સાધારણને ન થઈ હોય તો તેને અલ્પ દીક્ષા છેદનું પ્રાયશ્ચિત દેવું જોઈએ. ૨. જો તેણે વારંવાર બ્રહ્મચર્ય આદિ ભંગ કર્યો હોય, વારંવાર માયા, મૃષા, ભાષણ કર્યું હોય, તેના વારંવાર બ્રહ્મચર્ય આદિ ભંગની જાણકારી જન સાધારણને થઈ ગઈ હોય તેને મૂલ (અર્થાત્ નવી દીક્ષા દેવાનું) પ્રાયશ્ચિત દેવું જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્ર અ-૨૧માં દોષોની આલોચનાનિંદા અને ગહનું અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org